SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૧૩૮ થી ૧૧૪૧ સંસ્કૃતિ અને કળો ૫૧૯ રસ આપણી વૃત્તિમાં છે. એકને નાટકના પડદામાં મજા આવશે, બીજાને આકાશમાં નિત્ય નવાં પરિવર્તન થતાં જાય છે તેમાં મજા આવશે-અર્થાત્ રસ તાલીમ યા અભ્યાસનો વિષય છે.” ૧૧૩૯. મૂર્તિકાર, ચિત્રકાર, ગાયક, વાદક અને કવિ-એતો આશ્ચર્યમય વિશ્વના ઉદ્ધોધક જ છે. તેથી તે સર્વે કલાકાર છે. બીજા શિલ્પીઓ પણ કલાકાર છે. કારણ કે તેમનો ઉદેશ પણ તેવો છે. દેશકાલ અનુસાર કલા પણ પોતાનાં જુદાં જુદાં રૂપો પ્રકટ કરે છે. કલાના નિર્માણમાં ભાવના અને આદર્શ મુખ્ય છે. તે જેટલા વધુ સત્ય, કલ્યાણકર અને સુંદર તેટલા પ્રમાણમાં કલા વધુ સ્વાભાવિક અને ઉચ્ચ. ૧૧૪૦. શિલ્પ શબ્દનો અર્થ વૈદિક કાલમાં નૃત્ય, ગીત અને વાદ્ય થતો હતો, પરંતુ સમયના પરિવર્તનથી તે નૃત્ય, ગીત અને વાદ્યનો સમાવેશ કલા એ શબ્દમાં થયો અને શિલ્પનો અર્થ સડક બનાવવા વગેરેમાં પરિણમ્યો. શિલ્પીઓમાં અનેક કારીગરોની ગણના થવા લાગી. “વાસ્તુવિદ્યા'માં સ્થપતિ (ભવન-નિર્માતા), સૂત્રગ્રાહી (સુતાર), તક્ષક (મૂર્તિકાર), અને મૃતકર્મજ્ઞ (કુંભાર)નો સમાવેશ શિલ્પીઓમાં કર્યો છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં માલાકાર (માલી), કર્મકાર (લુહાર), શંખકાર (શંખ બનાવનાર), કુવિન્દક (વણકર), કુંભકાર (કુંભાર), કાંસકર (કંસારા), સૂત્રધાર (સુતાર), ચિત્રકાર અને સ્વર્ણકાર (સોની) એ સર્વેને શિલ્પી કહેલ છે. એટલે કે શિલ્પના વિસ્તૃત અર્થમાં પ્રાયઃ સર્વે મુખ્ય કારીગર આવી જાય છે. વાસ્તુશાસ્ત્ર' શિલ્પશાસ્ત્રનો એક વિભાગ છે. તેના લેખકો પૈકી વિશ્વકર્માએ અપરાજિત વાસ્તુશાસ્ત્ર રચ્યું કહેવાય છે તેમાં જિનમૂર્તિ સંબંધી શ્લોકો છે. ૧૧૪૧. “એક પાશ્ચિમાત્ય વિદ્વાને ૪૯ સંસ્કૃતિ Civilization અને સંસ્કારિતા (culture)નું સ્વરૂપ આળેખતાં તેની સાથે કળાનો સંબંધ જણાવ્યો છે તે જોઈએ. મનુષ્યના જીવનમાં અગ્રસ્થાન જ્ઞાનનું છે. જગતમાં આવી એ વસે છે અને પોતાની ઇન્દ્રિયો દ્વારા જગતનો જે પરિચય એ મેળવે છે તે જ્ઞાન છે. પણ જ્ઞાન માટે બે ક્રિયાનો વ્યાપાર આવશ્યક છે. આસપાસના જગતના અંશેઅંશનો પરિચય મેળવવા તે અંશોની શોધ કરવી જોઇએ. શોધથી પ્રાપ્ત અંશોનું પૂર્ણ જ્ઞાન મેળવવા-મનુષ્યના ઉપયોગમાં એ અંશો આવી શકે એવું એમના વિષે જ્ઞાન મેળવવા જે વ્યાપાર ચાલે તેને આપણે વિજ્ઞાન કહીએ. જગતના અંશોના સ્વરૂપ, નિયમો વગેરે જાણ્યા પછી મનુષ્યના સુખ માટે તે અંશોનું પ્રયોજન કરવું તે ઉદ્યોગ (હુન્નર). કુદરત આકસ્મિક રીતે જે સુખ આપે તે સ્વીકારી સંતોષ માનનારા મનુષ્યો કુદરતને પોતાની સત્તામાં લાવી તેની મારફત સુખ મેળવવા ઉદ્યોગ કરે ત્યારે તેમના જીવનમાં હોટો ફેરફાર થાય છે. કુદરતની વસ્તુઓ લઈ પોતાના ઉપભોગ માટે નવી વસ્તુઓ બનાવવામાં મજદૂરી, મૂડી વગેરેનો ખપ પડે છે. એકાકી જીવન ગાળવાને બદલે બીજા મનુષ્યોના સંગમાં જીવન ગાળવું પડે છે. આથી એમના જીવન વ્યવહારની નવી વ્યવસ્થા થાય છે. આ વ્યવસ્થા થયા પછી મનુષ્યના જીવન વ્યવહારમાં નવા નવા પ્રશ્નો ઉઠે છે-તેમના નિર્ણય અને નિર્ણયાનુસાર તેમનો HEC. Chamberlain's Foundations of 19th Century Civilisation. Jain Education International For Private & Persenal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy