SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૬ જૈન સંસ્કૃતિ-કલાઓ. સાહિત્ય અને કલાના ઉત્કર્ષ માટે-ગૂજરાતના નવજીવનમાં એ બન્નેનું યોગ્ય સ્થાન સ્થાપવા માટે જૈનો અનેક રીતે પ્રયત્ન કરી શકે એમ છે. પશ્ચિમનું વીર્યવાનું સાહિત્ય ગ્રેજ્યુએટો, સાધુઓ વગેરે દ્વારા ગુજરાતીમાં ઉતરાવે અને તેનો પ્રચાર કરાવે, મંદિરો બાંધતાં બાંધકામ, ચિત્ર અને મૂર્તિવિધાનની કળા વિશેષ ખીલવવા જમાનાને યોગ્ય તેમાં જીવનરૂપાંતર કરવા ધ્યાન આપે; અને આ ધ્યાન યથાર્થ આપી શકાય માટે સ્ત્રીપુરુષોમાં કલાભિરુચિ અને કલાના રસિક સંસ્કાર ભિન્ન ભિન્ન રીતે ફેલાવે. મંદિરોમાં થતા સંગીત અથવા ધનાઢ્યતાને લીધે મળતી નવરાશ અને તેમાં મણાતી મોજને પ્રસંગે થતા સંગીતને પણ કલા, પ્રજાજીવન આદિને ઉત્કર્ષ આપે એવું કરવા પ્રયત્ન કરે, અમને સારામાં સારું જ રુચશે અમારૂં જ પણ તે જોઈએ-બીજાનું અનુકરણ રૂપ અંદરથી હલકું પણ ઉપરથી દેખાવડું નહીં જ પાલવે નરસું અમારી પાસે ટકનાર નથી એવી ભાવના રગેરગમાં ભરાય તો જ ખરૂં. - સ્વ. રણજિતરામ વાવાભાઈનો લેખ “જૈનો અને ગુજરાતનું નવજીવન.” (જૈન છે. કૉ. હેરલ્ડનો પર્યુષણ અંક ઑગષ્ટ-સપ્ટે. ૧૯૧૩.) ૧૧૩૮. કલા-વિશાલભારત'ના કલાસંબંધીના ૧૯૩૧ ના જાન્યુ. ના ખાસ અંકમાં કહેલ છે કે -કલા, આ એક શબ્દથી “સત્યં શિવ સુન્દર' એ ત્રણ શબ્દોનો પ્રતિધ્વનિ હૃદયમાં ગુંજ્યાં કરે છે. આ વિશ્વમાં જે સત્ય છે, જે કલ્યાણકર છે, જે સુંદર છે તેનું અધિક સુબોધરૂપમાં પ્રદર્શન તેનું નામ કલા-સાચી કલા. ગાંધીજી કહે છે કે - “કલાવિહીન મનુષ્ય પશુ સમાન છે; કર્મમાં કુશલતા તેનું નામ કલા-વતા કર્મસુ કૌશલ્લે ગીતામાં કર્મમાં કૌશલને યોગ કહેલ છે તે સંપૂર્ણ કલા છે. આ વાત બાહ્ય કલા પર લાગુ પડે છે. જેને કરોડો ગ્રહણ ન કરી શકે તે કલા નથી. પણ સ્વચ્છન્દ છે; જેને કરોડો ગ્રહણ કરી શકે તે કલા છે, યોગ છે, પછી ભલે આ કલા કંઠની હોય, યા કપડાની હોય કે પાષાણની હોય. કરોડો લોકોના એક અવાજથી રામધુન લગાવવી તે કલા છે અને આવશ્યક છે. ઘણાં મંદિરો કલામય છે અને તે કલા એવી છે કે તેને કરોડો ગ્રહણ કરી શકે છે. મંદિરમાં પૂજાપાઠાદિક આવશ્યક અનુસાર શ્રદ્ધાપૂર્વક થવાં એ કલાનો નમૂનો છે. તેવી રીતે જ્યાં સમય, ક્ષેત્ર, સંયોગનું પ્રમાણ-ખ્યાલ રખાય છે ત્યાં કલા છે. વિચારપૂર્વક કામ કરવાથી તેમાં રસ જરૂર પેદા થાય છે. વિચારપૂર્વક કરેલું કામ કલામય બને છે અને સાચી કલા સદા રસમય છે. કલા જ રસ છે એમ પણ કહી શકાય છે. ભોગનું પરિણામ નાશ છે, ત્યાગનું ફલ અમરતા છે. રસ સ્વતંત્ર વસ્તુ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy