SearchBrowseAboutContactDonate
Page Preview
Page 642
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૧૩૪ થી ૧૧૩૭ જૈન કોમો ૫૧ ૭ જૈનો વચ્ચે ખાવાપીવાના વહેવારમાં કોઈપણ પ્રકારનો પ્રતિબંધ હોવો ન જોઇએ.” (સ્વ. મણિલાલ બકોરભાઈ વ્યાસ-જૈન પ્રતિમાઓ ઉપરના લેખ. કૉ. હેરેલ્ડનો જૈન ઇતિહાસ સાહિત્ય અંક વીરાત્ ૨૪૪૧). જ્ઞાતિ જાતિના ભેદભાવ જૈનધર્મના સિદ્ધાંતવિરૂદ્ધ હોવા છતાં જૈનોમાં બ્રાહ્મણ ધર્મની અસરથી-સ્વરક્ષણાર્થે થયા લાગે છે. એનો તથા આ સર્વ જ્ઞાતિઓનો લાંબો ઇતિહાસ છે કે જેના પર ઉક્ત સ્વ. મણિલાલ વ્યાસનો “શ્રીમાળી (વાણીઆ)ઓના જ્ઞાતિભેદ' એ નામનો ગ્રંથ ઘણો પ્રકાશ પાડે છે. ૧૧૩૭. જૈનોની સંખ્યા ઘટતી જાય છે તેનાં કારણો ઘણાં છે, ટૂંકમાં એ ગણાવી શકાય કે - (૧) પુષ્કળ રજપૂતોને અને બીજી જાતિવાળાને જૈનાચાર્યોએ પૂર્વે પોતાના ચમત્કારોથી, ઉપદેશથી અને સમાગમથી જૈન બનાવ્યા, પણ પછીથી તેવા પ્રકારની શક્તિ અને સ્થિતિ ઘણાકાળથી જોવામાં આવી નથી. (૨) કુમારિલ અને શંકરાચાર્ય બ્રાહ્મણધર્મનું પુનઃ સંસ્થાપન-સંસ્કરણ કરી વેદાન્ત ફિલસૂફી પ્રરૂપી અને તેના અનુયાયીઓ સમગ્ર દેશમાં ફરી શ્રમણ સંપ્રદાયનો તિરોભાવ કરવા માટે પ્રયત્નશીલ રહ્યા. ત્યારપછી અનેક અન્યધર્મી મહા-ઉપદેશકો અને મતપ્રવર્તકો થયા. કોઈ મૂર્તિનિષેધક, કોઈ ભક્તિપ્રધાન, કોઈ શિંગારવિલાસ ને ભોગપભોગમાં રક્ત, તો કોઈ અવધૂત. આ સર્વેની અસર તે સર્વના મધ્યમાં-સમાગમમાં રહેનાર જૈનધર્મ પર પણ પડી. (૪) વ્યાપાર અને ગરીબાઈ આદિ બીજાં કારણથી સ્વજન્મભૂમિનો ત્યાગ કરી જ્યાં જૈનધર્મનો પ્રચાર સવિશેષ ન હોય અને ધર્માનુકૂળ સંજોગો ન હોય ત્યાં જવાની ફરજ પડી ને તેથી ત્યાં મૂળ ધર્મ છોડાવા લાગ્યો. (૩) જૈનસંઘનું બંધારણ અવ્યવસ્થિત અને છિન્નભિન્ન થઈ અનેક ગચ્છો, તડો, મતભેદો ઉત્પન્ન થતાં જ્યાં પોતાનો સ્વાર્થ યા વૃત્તિ ઢળવા પામ્યાં ત્યાં લોકો ગયા. (૫) લગ્ન સંબંધમાં એટલી બધી સંકુચિતતા થઈ કે ઘણાને અવિવાહિત રહેવું પડ્યું. દાખલા તરીકે ગુજરાતના શ્રીમાળીઓમાં વીસા બધા જૈન છે, પણ દશામાં કેટલાક જૈન તો કેટલાક વૈષ્ણવ આદિ છે. દશા શ્રીમાળી શ્રાવક અને દશાશ્રીમાળી વૈષ્ણવ એકમેકમાં લગ્ન કરી શકે, પણ દશાશ્રીમાળી શ્રાવક અને વસાશ્રીમાળી શ્રાવક ન કરી શકે. એટલે ધર્મબંધન કરતાં જ્ઞાતિબંધન વધારે મહત્ત્વ ભોગવે છે. (૬) હમણાં છેલ્લા સૈકામાં શ્રી દયાનંદ સ્થાપિત આર્યસમાજની પ્રખરતામાં અંજાતાં કેટલાક તેમાં ભળ્યા, કોઈ બીજી સમાજમાં ગયા. કોઈ ધર્મમાં ન જ માનતાં ધર્મના ચિન્હ વગરના રહ્યા. (૭) આ સર્વ સાથે જ્ઞાનપ્રધાન જૈનધર્મના સિદ્ધાંતોનું સાચું અને સર્વસાધારણ સ્વરૂપ લોકો બહુ ઓછું જાણે, અને ધર્મના તાત્ત્વિક ગ્રંથો તથા બીજા પ્રમાણભૂત, ગ્રંથનું વાચન અને મનન તો તેથીય ઓછું એથી બીજા ધર્મો સાથે સમન્વય કરવાનું તો દૂર રહ્યું પણ મૂળ ભૂમિકાપર ટકવું કેટલાકને અશકય થઇ પડ્યું. આ અને આવાં બીજાં કારણોથી પૂર્વે જૈન થયેલ આખી જ્ઞાતિઓએ જૈન ધર્મનો ત્યાગ કરીને સગવડ અને સંજોગ પ્રમાણે ધર્મગ્રહણ કર્યો જણાય છે. [આ પ્રકરણ લખવામાં પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો' એ નામના પુસ્તકમાંથી પંડિત સુખલાલજીનાં વ્યાખ્યાનોની મુખ્ય સહાય લીધી છે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy