SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ આદરે છે. આ સર્વ ક્રિયાઓમાં ઉતરતાં ત્યાગ, સંયમ, દેહદમન, વૈરાગ્ય આદિ નિવૃત્તિપ્રધાન ભાવના જ તરી આવે છે. આવી ક્રિયાઓ ભાવપૂર્વક પાળનારાઓ જૈનોમાં છે, તેના કરતાં પરંપરાથી શ્રદ્ધાબળે આચરનાર વિશેષ છે. તો પણ સામાન્ય રીતે જણાશે કે જૈનોમાં ગુન્હાઓનું પ્રમાણ બીજી કોમો કરતાં ઘણું ઓછું આવે છે તેનું કારણ જૈનધર્મના સિદ્ધાંતો અને આચારોની શુભ અસર છે. ૧૧૩૪. પૂર્વના જૈનોએ પોતાના પ્રતાપની ઘણી અસર કરી છે છતાં સંઘનું સંખ્યાબળ ધીરે ધીરે ઘટતું જાય છેઃ વસ્તીપત્રકમાં ભારતમાં બધા સંપ્રદાયના જૈનોની સંખ્યા ઇ. સ. ૧૮૯૧ (સં. ૧૯૪૭) માં ૧૪૧૬૬૩૮, ૧૯૦૧ (સં. ૧૯૫૭) માં ૧૩૩૪૧૪૮, ૧૯૧૧ (સં. ૧૯૬૭) માં ૧૨૪૮૧૮૨ અને ૧૯૨૧ (સં. ૧૯૭૭)માં ૧૧૭૮૫૯૬ છે. પહેલવહેલી ભારતીય મનુષ્યગણના સન ૧૮૭૨માં થઇ, તે વખતના જૈનોની સંખ્યાના આંકડા મળતા નથી, તેમજ છેલ્લી ચાલુ વર્ષ સન ૧૯૩૧માં (સં. ૧૯૮૭માં) ગણના થઈ તેની પણ લોકનો વિરોધ હોવાથી બરાબર મનુષ્યગણના થઈ નથી છતાં જે સરકારી આંકડા હવે પ્રકટ થાય છે તેમાં જૈનોની કુલ સંખ્યા ૧,૨૫,૨૧૦૫ નોંધાઈ છે. ૧૧૩૫. પશ્ચિમ ભારતમાં શ્વેતામ્બર જૈનધર્મના અનુયાયીઓમાં મુખ્યત્વે વણિક જ્ઞાતિના છે, અને તેની સાથે ભોજક બ્રાહ્મણ, ભાવસાર, ભણશાલી, પાટીદાર આદિની જ્ઞાતિના પણ જૈનધર્મ પાળતા જોવામાં આવે છે. વણિક જ્ઞાતિમાં મુખ્યત્વે ઓશવાળ, પોરવાડ, અને શ્રીમાળી વણિક જ્ઞાતિ છે અને તેમાં દશા અને વીસા એવા ભેદ છે. ૧૧૩૬. પૂર્વે એટલે સં. ૧૬૦૦ પહેલાં જૈનધર્મના અનુયાયી તે શ્રાવક, અને બીજા મહેશ્વરમહાદેવ-શિવને માનનાર મહેશ્વરી (હાલ જેને “મેસરી-મશ્રી' કહેવામાં આવે છે) કહેવાતા. કોઈ કોઈ રામાનુજી કે ભાગવતધર્મ પ્રમાણે વિષ્ણુના ઉપાસક હતા; પણ પછીથી જ્યારે વિક્રમ સત્તરમી સદીમાં વલ્લભાચાર્યનો ધર્મ વિષ્ણુની ઉપાસના તરીકેનો ગૂજરાતમાં ફેલાયો ત્યારે શ્રાવક ને મહેશ્વરીમાંથી તે વિષ્ણુધર્મને માનનારા થયા તે વૈષ્ણવ કહેવાયા. જે વાણિયા જ્ઞાતિઓ અત્યારે કેવળ વૈષ્ણવ ધર્મ માનનારી થઈ ગઈ છે, તે જ્ઞાતિઓ પણ પહેલાં જૈનધર્મ માનતી હતી એમ બતાવનારા કેટલાક લેખ મળે છે. દાખલા તરીકે નાગર, કપોળ, મોઢ, ગૂર્જર, વાયડા, ખડાયતા, પલ્લીવાલ, ડીસાવાલ વગેરે. આ લેખો પરથી એમ ન કહી શકાય કે એ જ્ઞાતિના સર્વ લોકો તે કાલે જૈનધર્મી હતા. શ્રીમાળી પોરવાડ અને ઓશવાળ જ્ઞાતિના જૈનોનાં ભરાવેલાં બિંબો અને પાષાણની પ્રતિમાઓ જેટલા પ્રમાણમાં મળે છે તેટલા પ્રમાણમાં નાગર, કપોળ કે બીજી અત્યારે વૈષ્ણવ ધર્મ પાળતી જ્ઞાતિઓની ભરાવેલી પ્રતિમા મળતી નથી, એથી એમ સમજાય છે કે નાગર, કપોળ વગેરે જ્ઞાતિના બધા લોકો પહેલાં જૈન ધર્મ પાળતા નહિ હોય, પણ જૈન ધર્મ પાળવામાં તે તે જ્ઞાતિઓ કંઈ પ્રતિબંધ માનતી હોવી ન જોઈએ અને તેનામાંના કેટલાક લોકો વૈષ્ણવ ધર્મના (રામાનુજી વૈષ્ણવ અથવા સામાન્ય ભાગવત ધર્મના-વલ્લભાચાર્યનો વૈષ્ણવ માર્ગ તે કાલે ચાલતો થયો નહોતો. સં. ૧૬૦૦ પછી ઘણે વર્ષે વલ્લભી સંપ્રદાય ગુજરાત દાખલ થયો) તેમજ કેટલાક લોકો શૈવી અને કેટલાક જૈન એ પ્રમાણે હોવા જોઈએ. જૈન નહિ તે બધા “માહેશ્વરી’ એ નામે ઓળખાતા. માહેશ્વરીઓ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy