SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૧૩૦ થી ૧૧૩૩. શ્રાવક ધર્મ ૫૧ ૫ ૧૧૩૨. મનુષ્યો પ્રત્યેની દયાપર નજર કરતાં ઇતિહાસ જણાવે છે કે પ્રચંડ અને વ્યાપક લાંબા દુકાળમાં જગડુશા જેવા અનેક સખી ગૃહસ્થોએ પોતાના અભંડારો અને ખજાનાઓ ખુલ્લા મૂક્યા છે. છેલ્લા સો વર્ષના ગાળામાં પણ દુકાળ તેમજ જળની રેલ, અગ્નિ આદિ અનેક કુદરતી આફતો વખતે અન્નકષ્ટથી પીડાતા માનવા માટે અહિંસાપોષક સંઘ તરફથી પુષ્કળ પૈસા આપવામાં આવ્યા છે, અન્ન વહેંચવામાં આવ્યું છે, ઓસડ કપડાં માટે પણ ઘણું કરવામાં આવ્યું છે. આપણા દેશમાં અર્ધા કરોડ જેટલા બાવા ફકીર સાધુઓ પોષાય છે તે આ આતિથ્ય-મનુષ્ય પ્રત્યેની પ્રીતિનું પરિણામ છે-હાડમજ્જામાં રહેલી દાનધર્મની ભાવનાનું પરિણામ છે. આ દાનધર્મની રીતિ હવે ઘણો ફેરફાર માગે છે. તેને વ્યવસ્થિત, સંગઠિત કરીને તેનો લાભ વધુ ઉપયોગી રીતે વધુમાં વધુ માનવસંખ્યા લઈ શકે અને તેમ થતાં ભવિષ્યમાં તેવા લાભ લેનારની સંખ્યા ઓછી જ થતી જાય એમ કરવાની જરૂર છે. અહિંસા અને અમારિનાં તત્ત્વો હાલના સમયમાં કેવી રીતે સાચાં પાળી શકાય તે સંબંધમાં પં. સુખલાલજીએ “અહિંસા અને અમારિ' પર કરેલ વ્યાખ્યાન પર ધ્યાન ખેંચી અત્ર વિશેષ કહેતાં વિરમવું પડે છે. ૧૧૩૩. તેમની ધાર્મિક ક્રિયા વિષે ટૂંકમાં કહેતાં મુખ્યપણે દરેક નવકાર (નમસ્કાર) એટલે પાંચ જાતના મહા ઉત્તમોને નમસ્કાર કરવારૂપ-પંચ પરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરે છે. મૂર્તિપૂજકો જિનપ્રતિમાને વંદન, તેમનું પૂજન અર્ચનાદિ “ચૈત્યવંદન-સ્તવનાદિથી તેમજ વિશિષ્ટ પૂજા (પૂજાનિમિત્તનાં જ કાવ્યો)થી કરે છે, આત્મધ્યાન અને સ્વાધ્યાય માટે સમતાના પોષક એવી “સામાયિક અને કરેલાં પાપો કે દોષોના પ્રાયશ્ચિત રૂપે ‘પ્રતિક્રમણ' (કે જે દૈવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક એમ પાંચ પ્રકારનું છે) નામની ક્રિયા તેનાં ખાસ આવશ્યક સૂત્રો બોલી કરે છે, પૌષધ વ્રત કરે છે એટલે-પર્વચતુષ્ટય અર્થાત્ આઠમ, ચૌદશ, પૂર્ણિમા અને અમાવાસ્યાને દિને આહાર, શરીરસત્કાર એટલે સ્નાનાદિ, અબ્રહ્મ અને સાવદ્ય કર્મનો ત્યાગ કરી ધર્મની પુષ્ટિ અર્થે પૌષધશાલામાં ૩૦ મુહૂર્તના એક અહોરાત્ર સુધી રહેવા રૂપ પૌષધવ્રતમાં રહે છે, તે દરેક માસમાં બે બીજ, પાંચમ, ચૌદશ-એમ છ દિવસોએ લીલોતરી કે એવો આહાર નથી લેતા. હંમેશ સૂર્યાસ્ત પહેલાં ભોજનાદિથી પરવારી “ચોવિહાર' કરે છે-ચતુર્વિધ આહાર (અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય)ના ત્યાગરૂપી બાધા લે છે. ચોમાસામાં પર્યુષણનાં આઠ કે દશ દિવસો માત્ર ધર્મક્રિયામાં-ઉપવાસમાં-ઉપદેશશ્રવણમાં ગાળે છે ને છેલ્લા દિને ગતવર્ષમાં બીજા સાથે જે કંઈ મન વચન કાયાથી જાણ્યે અજાણ્યે પોતાના દોષ થયા હોય તેને માટે તેને “ખમાવવા” -માફી માગવા જાય છે અને પોતે પણ “ખમે છે'-માફી આપે છે ત્યારે “ મિચ્છામિ દુકડ” (મિથ્યા મે દુષ્કૃત) કહીને ક્ષમા માગે છે ને આપે છે. આને ખમતખામણા (ક્ષમા-ક્ષમાપના) કહે છે. તે મળીને કે પત્ર દ્વારા અપાય છે. તે ઉપરાંત ઘણી બાબતોમાં “પચ્ચખાણ” (પ્રત્યાખ્યાન)-અમુક ન કરવાની બાધા-પ્રતિજ્ઞાનાં વ્રત લે છે. કેટલાક જે બાર અણુવ્રત શ્રાવકના કહ્યાં છે તે દરેક વ્રતની સીમા નક્કી કરી વ્રતધારી બને છે. પૂર્ણ બ્રહ્મચર્યરૂપ “ચોથુવ્રત લેનાર દંપતીઓ પણ નીકળી આવે છે. કેટલાક અમુક નિયમ' ધારે છે, કેટલાક સપ્તવ્યસનના ત્યાગનાં વ્રત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy