SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૧૨૪ થી ૧૧ ૨૯ મૂર્તિપૂજા, યાત્રા ૫૧ ૩ ૧૧૨૬. ત્યાગ, શાંતિ અને વિવેક કેળવવાની પ્રેરણામાંથી જ આપણા તીર્થોની ઉત્પત્તિ છે. ત્યાં જવાનો તથા તેના પાછળ શક્તિ, સંપત્તિ અને સમય ખર્ચવાનો આપણો ઉદેશ, પણ એ જ છે. તેમ છતાં તીર્થો સંબંધી ઝઘડા શ્વેતાંબર તથા દિગંબર એ બંને ફિરકાઓ વચ્ચે ચાલે એ જૈન ધર્મ અને સાહિત્યને ન સમજવા જેવું છે. આની મીમાંસામાં ઉતરતાં જણાય છે કે દિગંબરોનું આધિપત્ય જે જે સ્થળે (મુખ્યત્વે દક્ષિણમાં) હતું અથવા હજી છે ત્યાં એક સ્થળે શ્વેતાંબરો મઝિયારો કરવા ગયા નથી; જ્યારે દુઃખની વાત એ છે કે દિગંબરો એટલી તટસ્થતા સાચવી શકતા નથી; બ્રિટિશ કોર્ટોમાં પોતાના હક્કો તીર્થોમાં છે તે જણાવી તેના ઝઘડા ચાલે છે. તેમાં બંનેનાં પુષ્કળ દ્રવ્ય, સમય અને શક્તિની બરબાદી થાય છે, અને એનો પૂરો ફાયદો આજના રાજતંત્રને મળે છે. ૧૧૨૭. શકો અને હૂણોના પછી મુસલમાનો આવ્યા. તેમણે જૈનમૂર્તિ અને મંદિરો પર આક્રમણ કરી તેમનો ભંગ કર્યો. તેમાંથી બચવા આપણે ફરમાનો પણ મેળવ્યાં અને કયાંક કયાંક પરાક્રમો પણ કર્યા. આ બધાં આક્રમણો થયા પછી થતાં નુકશાનને પુનઃ તે સર્વને જલદી સમરાવી લઈ બને તેટલું દૂર કરી શકતા અને ફરી એવા આઘાતોથી બચવા કળ અને બળ વાપરતા. જ્યારે આ રાજતંત્રમાં ધાર્મિક સ્વતંત્રતા દેખાતી ગમે તેટલી હોય છતાં એવી સ્થિતિ ઉપસ્થિત થાય છે કે તે રાજતંત્ર પોતે પોતાના તરફથી અગાઉના યવન રાજકર્તાઓ જેવું આક્રમણ ન કરે છતાં તમે પોતે જ આપસઆપસમાં ઝઘડા કરી પોતાના તીર્થના ભંજક બનો અને તે ઝઘડાનો નીકાલ ઠેઠ પ્રિવિ કાઉંસિલ સુધી દોડી કરાવો ને ખુવાર થાઓ. આમ કરવું એમાં મૂર્ખતા છે, ધર્મનો દ્રોહ છે અને અધર્મનું પાલન છે. તીર્થરક્ષા નિમિત્તે આપણે તીર્થનો અને તેના ઉદેશનો ધ્વંસ વધારે કર્યો છે ને કરતા જઈએ છીએ તો પરિણામે આપણાં તીર્થો જોખમમાં છે અને તેમાં ભક્તિ અને આર્થિક ઉદારતા કે જેના પર તીર્થસંસ્થા નભે છે. તેનો નાશ થશે. એ રીતે જૈનતીર્થનો આત્મા અહિંસા અને શાંતિ છે તે ઉડી જતાં પડી રહેલું ખાલી કલેવર પ્રાયઃ નકામું થશે. ૧૧૨૮. વિશેષમાં તીર્થસંસ્થા દ્વારા ઉપયોગી કાર્ય જરૂર કરી શકીએ. સમાજને વિદ્યા, હુન્નર, ઉદ્યોગ અને બીજાં તેવા જ્ઞાનોની જરૂર અનિવાર્ય છે. કોઈ પણ જમાનામાં જૈન તીર્થે નાલંદાના કે વિક્રમશિલાના વિદ્યાલયની સુગંધ નથી અનુભવી. અત્યારે તો બીજે કોઈ પણ સ્થળે નભી શકે તે કરતાં વધારે સહેલાઇથી કેટલાંક તીર્થસ્થાનોમાં વિદ્યાલયો સારી રીતે નભી શકે. આજનો દેશધર્મ એ શીખવે છે કે મૂર્તિ અને મંદિરો માટે માલકીના હક્ક કલેશ ન કરતાં તે સાર્વજનિક સંસ્થાને સાર્વજનિક તરીકે સાચવો અને તે પ્રત્યે ભક્તિ અને ઉદારતા છે તો તે દ્વારા વિદ્યા અને કળાથી સમૃદ્ધ બનો. ૧૧૨૯. શ્રાવકસંસ્થા-સંસારી જૈનો “શ્રાવકો કહેવાય છે. તેનો અર્થ શ્રુ એટલે સાંભળવું એ ધાતુપરથી (ત્યાગીઓનો ઉપદેશ) સાંભળનાર થાય છે. જૈનો પ્રાચીનકાળથી પ્રસિદ્ધ વેપારીઓ હતા જ. સમુદ્રપ્રયાસ વહાણો વાટે કરી સુમાત્રા જાવા બલિ આદિ દ્વિપોમાં જઈ ત્યાંથી અનેક વસ્તુઓ લઈ આવતા અને સંપત્તિમાં વધારો કરતા. તેમાં અનેક મોટા મોટા શેઠીઆઓ હોઇ શરાફનું કામકાજ કરતા અને જુદે જુદે સ્થલે પેઢીઓ રાખતા. હજુ પણ દલાલી, શરાફી, ગાંધી, મોદી, ઝવેરી, મિલમાલેક Jain Education International For Private & Persenal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy