SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ સામગ્રી, પૂજારીઓ વગેરે પાછળ થતાં ખર્ચ અને તે નીભવવા માટેની જૈન સંઘે-શ્રાવક સમુદાયે કરેલી વ્યવસ્થામાં ઉતરતાં જણાશે કે એ સંસ્થાની પાછળ કેટલીક જગોએ જમીનદારી છે. બીજી પણ સ્થાવર જંગમ મિલ્કત છે, અને રોકડ નાણું, સોનું ચાંદી તેમજ ઝવેરાત પણ છે. ઘ૨-મંદિરો અને તદ્દન ખાનગી માલિકીનાં મંદિરોને બાજુએ મૂકીએ તો પણ જેના ઉપર નાના મોટા સંઘની માલિકી હોય, દેખરેખ હોય એવાં સંઘમાલિકીનાં મંદિરોના નાના મોટા ભંડારો હોય છે. એનું દ્રવ્ય ‘દેવદ્રવ્ય’ કહેવાય છે કે જે જૈનને માટે પોતાને માટે વાપરવું એ મહાન પાપ ગણેલું છે. આથી આ દેવદ્રવ્ય એકઠું કરવામાં, તેની સારસંભાળ લેવામાં અને તે ભરખાઇ ન જાય તે માટે ચાંપતા ઇલાજોમાં જૈન સંઘે ખૂબ ચાતુરી અને ઇમાનદારી રાખી છે. હિંદુસ્થાનમાંના બીજા કોઇપણ સંપ્રદાયના દેવદ્રવ્યમાં જૈન સંપ્રદાયના દેવદ્રવ્ય જેટલી ચોખવટ તમે ભાગ્યે જ જોશો. છતાં એકહથ્થુ રહેતી વ્યવસ્થાના કરનાર પોતાની નરમ સ્થિતિ થતાં તેમાં પોતાની નજર નાંખી વાપરી નાંખવાના-ખાઇ જવાના દાખલા બનતા જણાય છે. કેટલેક સ્થળે અવ્યવસ્થા અને ગરબડ, ઘાલમેલ પણ જોવામાં આવે છે; તો તેવું ન બનતાં તેનો ચોખ્ખો અને ઉપયોગી વહીવટ થાય એમ સમાજ માગે છે. ૧૧૨૪. આખા હિંદમાં જૈનતીર્થ તો એવું એકે નથી કે જ્યાં વિદ્યાધામ હોય, વિદ્વાનોની પરિષદ્ હોય, વિચારકોની ગોષ્ઠી હોય અને એમની ગંભીર પ્રાણપૂરક વિદ્યાના આકર્ષણથી જ ભક્તો અને વિદ્યારસિકો આકર્ષાઈ આવતા હોય. વધારેની આશા તો બાજુએ રહી પણ કોઇ એક તીર્થમાં એક પણ એવું જૈન વિદ્યાલય નથી, જૈન વિદ્યાપીઠ નથી કે એકાદ પણ એવો સમર્થ વિદ્યાજીવી વિદ્વાન નથી કે જેને લીધે ત્યાં યાત્રીઓ અને જિજ્ઞાસુઓ આકર્ષાઇ આવતા હોય, અને પોતાના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ કરતા હોય. તીર્થોની પ્રાકૃતિક જડતા અને નૈસર્ગિક ૨મણીયતામાં કાંતો તપ અને કાંતો વિદ્યા અને કાંતો બન્ને ચેતના પૂરે છે. જ્યારે આજનાં આપણાં તીર્થોમાં તપ અને વિદ્યાને નામે કાંઇપણ આકર્ષે તેવું નથી. ગામ અને શહેરનાં દેરાસરોમાં પહેલાં કયાંક કયાંક ધાર્મિક શાળાઓ રહેતી તે પણ જોવામાં નથી આવતી. દરેક તીર્થમાં મોટા મોટા દેરાસરોના ભંડારમાં જ્ઞાન નિમિત્તેનું દ્રવ્ય હોય છે. તેનો ઉપયોગ પણ થતો નથી ને તે એકઠું થયાં કરે છે. એવા મોટા ભંડારોના વાર્ષિક કે ત્રિવાર્ષિક કાર્યવૃત્તાંત-અહેવાલ પણ બહાર પડતા નથી. આ દુઃખદ સ્થિતિ છે. ૧૧૨૫. યાત્રા-સંઘો-નજીકનાં કે દૂરનાં તીર્થોની યાત્રાએ નાના મોટા-હજારો અને લાખો માણસોના સંઘો પગે ચાલી જતા. એ લઇ જનાર ‘સંઘપતિ' સંઘની વ્યવસ્થા કરતો, સંઘનાં સ્ત્રી પુરુષો છ‘રી' પાળતાં (એટલે એકાહારી, દર્શનધારી, ભૂશયનકારી, ચિત્તપરિહારી, પાદચારી અને બ્રહ્મચારી-એ છ અંત્ય‘રી’વાળા રહેતા) રસ્તામાં લૂંટારૂના ભયને લીધે ચોકીવાનો લેવામાં આવતા, વાટમાં આવતાં ગામોમાં સંઘ આ યાત્રાસંઘની મહેમાનગીરી કરતા અને તે તે ગામમાં ‘સંઘપતિ’ અનેક દાન-પુણ્ય કરતો, સાથે પૂજાનિમિત્તે લાકડા કે ધાતુ કે હાથીદાંત વગેરેનાં દેરાસરો ધાતુ આદિની પ્રતિમા સહિત લઇ જવામાં આવતાં;-વગેરે યાત્રાના સંઘોનો ઇતિહાસ જૂદો છે.પ૬૮ ૫૬૮. જુઓ વિશેષ માટે ‘તીર્થયાત્રાકે લિયે નિકલનેવાલે સંધોકા વર્ણન' એ નામનો શ્રી જિનવિજયનો લેખ જૈ. સા. સં. ૧, ૨ પૃ. ૯૬-૧૦૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy