SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૧૧૮ થી ૧૧૨૩ પર્યુષણાકલ્પ, તીર્થો ૫૧ ૧ પર્વત, ગુજરાતમાં આબૂગિરિ, તારંગાગિરિ, શંખેશ્વર, દક્ષિણમાં અંતરીક્ષજી, મક્ષીજી વગેરેને મુખ્ય તીર્થો માને છે ને તેમાં પણ શત્રુંજયને પરમ ઉચ્ચ સ્થાન આપ્યું છે. વળી ગિરિનાર તે નેમિનાથ તીર્થંકરની દીક્ષા-જ્ઞાન-નિર્વાણભૂમિ હોવાથી તેનું માહાત્મ્ય પણ પ્રાચીનકાળથી છે. આબૂ ૫૨ વિમલમંત્રીએ ૧૦૮૮માં અને વસ્તુપાલ અને તેજપાલે સં. ૧૨૮૮મા સુંદર કારીગરીના નમુનારૂપ મહાપ્રસાદો બંધાવ્યા ત્યારથી, તારંગા પર કુમારપાલ રાજાએ ભવ્યમંદિર બંધાવ્યું ત્યારથી તે બંને તીર્થો તરીકે સ્વીકારાયાં છે. આ સિવાય બીજાં તીર્થો સેંકડોની સંખ્યામાં છે. ૧૧૨૦, ‘જ્યાં ધાર્મિક આત્માઓનો કંઇ પણ સંબંધ રહ્યો હોય, અગર જ્યાં કુદરતી સુંદરતા હોય અથવા એ બેમાંથી એકે ન છતાં જ્યાં કોઇ ધનવાને પુષ્કળ નાણું ખરચી ઇમારતી, સ્થાપત્યની, મૂર્તિની કે એવી કાંઇ વિશેષતા આણી હોય ત્યાં ઘણે ભાગે તીર્થ ઉભાં થઇ જાય છે. ગામ અને શહેરો ઉપરાંત સમુદ્રતટ-નદીકાંઠો-બીજાં જળાશયો અને નાના મોટા પર્વતો કે જ્યાં એકાંત અને કુદરતી સુંદરતા વિશેષ પ્રાપ્ત થાય છે તેજ મોટે ભાગે તીર્થ તરીક પ્રસિદ્ધ છે. ૧૧૨૧. તીર્થોનું બધું તેજ અને મહત્ત્વ મૂર્તિપૂજા ઉપર અવલંબિત છે, મૂર્તિની માન્યતા અને પૂજા આ દેશમાં બહુ જ જાની છે. દેવોની અને પ્રાણીઓની પૂજા પછી, મનુષ્યપૂજાએ ક્યારે સ્થાન લીધું એ ચોક્કસપણે કહેવું કઠણ છે, છતાં ભગવાન મહાવીર અને બુદ્ધના તપસ્વીજીવન સાથે જ મનુષ્યપૂજા વિશેષ પ્રતિષ્ઠા પામી અને એ બે મહાન પુરુષોના સંઘોના પ્રચારકાર્યના વિકાસની સાથે સાથે જ મનુષ્યપૂજા અને મૂર્ત્તિપ્રચાર વિકાસ પામતાં ગયાં. મૂર્ત્તિપ્રચારની સાથે જ મૂર્ત્તિનિર્માણકળા અને સ્થાપત્યકળા સંકળાયેલા છે. આપણા દેશમાં સ્થાપત્યમાં જે વિશેષતાઓ છે, અને જે મોહકતાઓ છે તે તીર્થસ્થાનો અને મૂર્તિપૂજાને જ મુખ્યપણે આભારી છે. ભોગસ્થાનોમાં સ્થાપત્ય આવ્યું છે ખરું; તેનું મૂળ ધર્મસ્થાનો અને તીર્થસ્થાનોમાં જ છે. ૧૧૨૨. મૂર્તિ-શ્વેતામ્બર આગમોમાં મૂર્ત્તિનો, તેની પૂજાનો ઉલ્લેખ સ્પષ્ટ છે. મૂર્તિનું વિધાન ચંદ્રકાન્ત, સૂર્યકાન્ત, આરસપહાણ આદિ પાષાણ, પરવાળાં નીલમ આદિ મણિરત્ન, સુવર્ણ રૂપું પીતળ આદિ ધાતુ, ચન્દનાદિ કાષ્ઠ વેળુ આદિ માટીના દ્રવ્યથી થઇ શકે છે. તેવી રીતે નિર્માણ કરેલી પ્રતિમાનું પ્રતિષ્ઠાપન થાય છે. તેમાં પ્રાણપ્રતિષ્ઠા વિધિ અનુસાર કરવામાં આવે છે; તેનું ગંધ, માળા, ધૂપ દીપાદિથી અર્ચન થાય છે, તેને વસ્ત્ર અલંકારો આદિથી શ્વેતાંબરો ભૂષિત કરે છે. આ પ્રતિમા રાખવા માટે શુદ્ધ ભૂમિ પર કાષ્ટ પાષાણ આદિનાં ભવનો-મંદિ૨ો ક૨વામાં આવે છે. તેમાં પ્રતિમાની પ્રતિષ્ઠા થાય છે. તેની પૂજા આદિ માટે પૂજારી રખાય છે ને ત્યાં શ્રાવક શ્રાવિકાઓ આવી નિત્યકર્મ તરીકે જિનપૂજા જાદા જુદા પ્રકારે કરે છે. પ્રતિમાપૂજન સારી રીતે થયાં કરે તે માટે તેના માટે દ્રવ્યની યોજના તે તે ગામનો સંધ કરી લે છે. કેટલાક તેના માટે અનેક જાતનાં દાન કરે છે, દરેકમાં રહેતા ‘ભંડાર'માં સંઘજનો કંઇને કંઇ નાંખ્યા કરે છે. ૧૧૨૩. જ્યાં જાઓ ત્યાં દેવાલયો જૈનોનાં દેખાય છે એ જ એક વખતના જૈન સમાજના વિસ્તારનો પુરાવો છે. તેની એક ખાસ સંસ્થા છે કે જેની પાછળ પુષ્કળ દ્રવ્ય વપરાય છે, દેવપૂજાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy