SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ મહાવીર અને બુદ્ધની પૂર્વે એક હજાર વર્ષ પહેલાંથી આ સ્થિરવાસની પદ્ધતિ ચાલી આવે છે એમ તો ઇતિહાસ જ કહે છે. દર ૧૧૧૮. સાધુઓ માટે દશ પ્રકારના કલ્પ એટલે આચાર કહ્યા છે. તેમાં એક પર્યુષણા' છે. પરિ એટલે સમસ્તપણે, ઉષણા એટલે વસન-વસવું, એટલે સ્થિરવાસ. આનું દિનમાન ત્રણ જાતનું છે. ઓછામાં ઓછું ૭૦ દિવસ, મધ્યમ ૪ માસ અને વધારેમાં વધારે છ માસ. વર્તમાનમાં આ પૈકી મધ્યમ માન એટલે ૪ માસનું પ્રચલિત છે. ઓછામાં ઓછા ૭૦ દિવસનું માને છે. તેનો આરંભ ભાદ્રપદ શુદિ પાંચમથી થાય છે. આ પાંચમીની પરંપરા બ્રાહ્મણ સંપ્રદાયમાં પણ છે અને જૈનોમાં પણ પહેલાં પાંચમની પરંપરા હતી પણ કાલિકાચાર્ય ચોથની પરંપરા કરી તે અગાઉ (ાઓ પારા ૨૦૨) કહેવાઈ ગયું છે. તે દિન તે સાંવત્સરિક (સંવછરી) પર્વ કહેવાય છે. સાંવત્સરિક પર્વ એટલે ત્યાગી સાધુઓને વર્ષાવાસ નક્કી કરવાનો દિવસ, અને અંતર્મુખ થઈ જીવનમાં ડોકિયું મારી તેમાંથી મેલ ફેંકી દેવાનો અને તેની શુદ્ધિ સાચવવાના નિર્ધારનો દિવસ. સાંવત્સરિક પર્વને કેંદ્રભૂત માની તેની સાથે તેની પહેલાના બીજા સાત દિવસો ગોઠવવામાં આવ્યા છે અને એ આઠે દિવસ (અષ્ટાબ્દિક) આજે “પજાસણ” કહેવાય છે. શ્વેતામ્બરના મૂર્તિપૂજક ને અમૂર્તિપૂજક બંને ફિરકામાં એ પ્રમાણે માન્ય છે, જ્યારે દિગંબર સંપ્રદાયમાં આઠને બદલે દશ દિવસો મનાય છે અને તેથી તેને દશલક્ષણી પર્વ' કહેવામાં આવે છે, અને તેનો સમય શ્વેતાંબરનાં પચાસણ પૂરાં થયાં કે બીજા દિવસથી જ શરૂ થાય છે. આ પજાસણ પર્વોમાં એક ધાર્મિક વાતાવરણ ઉત્પન્ન થતાં તેમાં નીચેની બાબતો સર્વત્ર જોવામાં આવે છે. (૧) ધમાલ ઓછી કરીને બને તેટલી નિવૃત્તિ અને ફુરસદ મેળવવાનો પ્રયત્ન, (૨) ખાનપાન અને બીજા કેટલાક ભાગો ઉપર ઓછો વધતો અંકુશ-ઉપવાસાદિ તપ, (૩) શાસ્ત્રશ્રવણ અને આત્મચિંતનનું વલણ, (૪) તપસ્વી અને ત્યાગીઓની તેમજ સાધર્મિકોની યોગ્ય પ્રતિપત્તિ ભક્તિ, (૫) જીવોને અભયદાન આપવાનો પ્રયત્ન, (૬) વેરઝેર વિસારી સહુ સાથે સાચી મૈત્રી સાધવાની ભાવના. સાંવત્સરિક પર્વમાં સૌ સાથે ગત વર્ષમાં જે કંઈ દોષાદિ એક બીજા પ્રત્યે થયા હોય તેના માટે “ મિચ્છામિદુક્કડ (‘મિથ્યા મે દુષ્કૃત'-મારૂં તે દુષ્કૃત મિથ્યા થાઓ) એમ કહી ખમાવે છે'-અને “ખમે છે એટલે ક્ષમાપના માંગે છે અને આપે છે. આથી અનેકનાં ઝેરવેર શમી જઈ પુનઃ મૈત્રીભાવ પ્રકટે છે. ૧૧૧૯. તીર્થો-શ્વેતાંબર જૈનો બંગાલમાં સમેતશિખર નામના ગિરિસ્થાનને પોતાના ૨૦ તીર્થકરોની નિર્વાણભૂમિ તરીકે દિગંબરોની પેઠે તીર્થ સ્વીકારે છે, તે ઉપરાંત મેવાડમાં ઉદયપુર પાસે ધુલવ-કેસરીયાજી છે; વળી સૌરાષ્ટ્રમાંના પાલીતાણાના શત્રુંજયગિરિ, અને જાનાગઢના ગિરિનાર પ૬૬. જુઓ બ્રાહ્મણ ધર્મનો યતિધર્મસંગ્રહ નામનો ગ્રંથ (પૃ. ૯૬-૯૯)માં સ્થિરવાસ સંબંધે જુદી જુદી મૃતિઓનાં કથન-પં. બહેચરદાસનું પર્યુષણા કલ્પ' સંબંધી વ્યાખ્યાન સુઘોષાનો ખાસ અંક સં. ૧૯૮૪ની દીવાળી બૌદ્ધ માટે જાઓ વિનયપિટક નામના મહાવચ્ચ ૧૦, ૧૩૭-૧૯૪; આર્યોના તહેવાર નો ઇતિહાસ ? પૃ. ૨૩૬. પ૬૭, જુઓ પં. બહેચરદાસનો પર્યુષણા કલ્પ' નામનું વ્યાખ્યાન ‘સુઘોષા'નો ખાસ અંક ૧૯૮૪ની દીવાળી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy