SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૧૧૨ થી ૧૧૧૭ જ્ઞાન ભંડારો પર્વો ૫૦૯ પુસ્તકો છતાં, પાછાં વળી તેનાં અનેક પુસ્તકો લખાયેજ જવાય છે, અથવા સંઘર્યેજ જવાય છે, તે બધાનો ઉપયોગની દૃષ્ટિએ વિચાર કરી એક કેંદ્રસ્થ (Central) ભંડાર તે તે સ્થાને બનવો જોઇએ અને દરેક ગામ કે શહેરના કેંદ્રસ્થ ભંડાર ઉપરથી, એક મહાન સરસ્વતીમંદિર ઉભું થવું જોઈએ, કે જ્યાં કોઈ પણ દેશ-પરદેશનો વિદ્વાન આવી અભ્યાસ કરી શકે, અને તે તરફ આવવા લલચાય. લંડન કે બર્લિનની લાયબ્રેરીનું ગૌરવ એ મુખ્ય સરસ્વતીમંદિરને મળે અને તેની અંદર અનેક જાતની ઉપયોગી કાર્યશાખાઓ ચાલે, જેના દ્વારા ભણેલ અભણ-સમગ્ર જનતામાં એ જ્ઞાનગંગાના છાંટા અને પ્રવાહો પહોંચે.” આ સાથે પ્રદર્શન (museum) -અજાયબધર જેવું સ્થાયી રખાય કે જેમાં વિવિધ પ્રાચીનકળાઓના નમુના-ચિત્રો, નકશા, પુંઠા પાટલી વગેરે વસ્તુઓ મૂકવામાં આવે, તો પૂર્વના જૈનોનો કલા પ્રત્યેનો પ્રેમ પારખી શકાય અને તેમાંથી સુંદર તત્ત્વોનું અનુકરણ પણ કરી શકાય. ૧૧૧૬. પર્વો-ધાર્મિક પર્વોની ઉત્પત્તિમાં ભક્તિ અને આનંદ એ બે કારણો અગ્રપદે છે; તેથી તેને લોકોત્તર પર્વો કહીએ. લૌકિક પર્વો ભય લાલચ અને અદ્ભુતતાની ભાવનાથી જન્મ્યા છે. જૈન પર્વો સૌ ધર્મનાં તહેવારો કરતાં જુદાં એ રીતે પડે છે કે જેનોનું નાનું કે મોટું પર્વ એકે નથી કે જેમાં અર્થ અને કામની ભાવના હોય અથવા તો ભય, લાલચ અને વિસ્મયની ભાવના હોય, કે એમાં પાછળથી સેળભેળ થયેલી એવી ભાવનાનું શાસ્ત્રથી સમર્થન કરવામાં આવતું હોય. દરેક તીર્થકરના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ એ પાંચના દિવસ કલ્યાણક' દિન કહેવાય છે. પર્વ પાળવામાં નિમિત્ત તીર્થકરોના કોઈપણ કલ્યાણકનું હોય અગર બીજાં કાંઇ હોય પણ એ નિમિત્તે ચાલતા પર્વ કે તહેવારનો ઉદેશ માત્ર જ્ઞાન અને ચારિત્રની શુદ્ધિ તેમજ પુષ્ટિ કરવાનો જ રાખવામાં આવેલો છે. જ્ઞાનનું એક ખાસ પર્વ-જ્ઞાન પંચમી (કા. શુ. ૫)નો ઉલ્લેખ અગાઉ થઈ ગયો છે. ૧૧૧૭. આપણા ધર્મનિષ્ઠ પૂર્વજોએ પ્રજાની ધાર્મિક પિપાસાને શમાવવા અને આત્મજાગ્રતિને તાજી રાખવા વર્ષની એક આખી ઋતુને જ યોજેલી છે. પ્રાચીન સમયમાં આપણા દેશનો વેપાર સ્થળ અને જળ વાટે હતો. ચોમાસાની ઋતુમાં આ બંને માર્ગો લગભગ બંધ જેવા રહેતા. વણજારાઓ કે જેઓ પોઠો ઉપર કરીયાણાં વગેરે માલ લાદીને દેશના ચારે ખૂણે-નગરે અને ગામે ગામ ફરતા તેઓ આ ઋતુમાં પ્રવાસ ન કરી શકતા, વહાણવટીઓથી સમુદ્રપ્રયાણ થતું નહિ, ક્ષત્રિયો પણ આ ઋતુમાં ભાગ્યે જ લડવા જતા. એકંદર આ નિવૃત્તિનો કાળ હતો. તેથી બ્રાહ્મણ અને શ્રમણની ધાર્મિક પ્રવૃત્તિને યોગ્ય આ ઋતુ હોઈ પોતપોતાના ઉપદેશકોને સ્થિર રહેવાના નિયમો ધર્મપ્રવત્તકોએ કર્યા છે. વેદધર્મી સન્યાસીઓ દેવશયની એકાદશીથી દેવ ઉઠી એકાદશી સુધી સ્થિર રહે છે; બૌદ્ધ શ્રમણો આષાઢી પૂર્ણિમાથી અશ્વિન પૂર્ણિમા સુધી અથવા શ્રાવણી પૂર્ણિમાથી કાર્તિક પૂર્ણિમા સુધી નિયત રહે છે અને જૈન શ્રમણોનો આષાઢી પૂર્ણિમાથી કાર્તિકી પૂર્ણિમા સુધીનો સ્થિરવાસ તો જાણીતો છે. આ સ્થિરવાસનું જૈન નામ “પર્યુષણા કલ્પ” છે. બૌદ્ધ નામ “વરસ કે વસ્સાવાસો” (વર્ષા, કે વર્ષાવાસ) છે. આ રીતે બ્રાહ્મણ અને શ્રમણ એ બન્ને શાખાઓનાં આ સ્થિરવાસ યા પર્યુષણ કલ્પનો ખૂબ મહિમા છે અને તે કાંઈ નવોસવો નથી, પણ ઘણા પ્રાચીન સમયથી ચાલ્યો આવે છે. ભગવાન Jain Education International For Private & Persenal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy