SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૧૧૧૨. જૈનભંડારો એ કાંઈ માત્ર જૈન પુસ્તકોના જ સંગ્રહ સ્થાનો નથી. એના સ્થાપકો અને રક્ષકોએ દરેક વિષય તેમજ દરકે સંપ્રદાયનાં પુસ્તકો સંગ્રહવાનો પ્રશંસનીય પ્રયત્ન કર્યો છે. આજે કેટલાંક એવાં બહુ જૂનાં અને મહત્ત્વનાં બૌદ્ધ તેમજ બ્રાહ્મણ સંપ્રદાયનાં પુસ્તકો જૈનભંડારોમાં મળી આવે છે, જે બીજે કયાંય લભ્ય નથી. પુસ્તકો માત્ર કાગળ ઉપર જ લખાયેલા નહિ. પણ તાડપત્રનાં પણ હજારો પુસ્તકો અને તેના આખેઆખા ભંડારો સાચવી રાખવાનું પુણ્યકર્મ ગુજરાતના જૈનોએ કર્યું છે. ૧૧૧૩. વંદા, ઉધઈ અને ઉંદરો તેમજ ભેજ, શરદી અને બીજાં કુદરતી વિપ્નો જ નહિ, પણ ધર્માધ યવન સુદ્ધાંએ આ ભંડારો ઉપર પોતાનો નાશકારક પંજો ફેરવ્યો. હજારો ગ્રંથો તદન નાશ પામ્યા, હજારો ખવાઈ ગયા, હજારો રક્ષકો અને બીજાઓની બેપરવાઈથી નષ્ટ ભ્રષ્ટ થઈ ગયા, છતાં જ્ઞાનતરફની જીવતી જૈનભક્તિને પરિણામે આજે પણ એ ભંડારો એટલા બધા છે, અને તેમાં એટલું બધું વિવિધ તેમજ જૂનું સાહિત્ય છે કે તેનો અભ્યાસ કરવા માટે સેંકડો વિદ્વાનો પણ ઓછા જ છે. પરદેશના અને આ દેશના (પીટર્સન, ભંડારકર આદિ) કોડીબંધ શોધકો અને વિદ્વાનોએ આ ભંડારોની પાછળ વર્ષો ગાળ્યાં છે, અને એમાંની વસ્તુ તથા એનો પ્રાચીન રક્ષાપ્રબંધ જોઈ તેઓ ચકિત થયા છે. વર્ષો થયાં કોડીબંધ છાપખાનાંઓને જૈનભંડારો પૂરતો ખોરાક આપી રહ્યા છે, અને હજી પણ વર્ષો સુધી તેથી વધારે ખોરાક પૂરો પાડશે. ૧૧૧૪. બ્રાહ્મણ સંપ્રદાયના અને જૈન સંપ્રદાયના ભંડારો વચ્ચે એક ફેર છે, અને તે એ કે બ્રાહ્મણના ભંડારો વ્યક્તિની માલિકીના હોય છે, જ્યારે જૈનભંડારો બહુધા સંઘની માલિકીના જ હોય છે. બ્રાહ્મણો આસો મહિનામાં જ પુસ્તકોમાંથી ચોમાસાનો ભેદ ઉડાડવા અને પુસ્તકોની સારસંભાળ લેવા, ત્રણ દિવસનું એક સરસ્વતીશયન નામનું પર્વ ઉજવે છે, જ્યારે જૈનો કાર્તિક શુદિ પંચમીને જ્ઞાનપંચમી કહી તે વખતે પુસ્તકો અને ભંડારોને પૂજે છે અને એ નિમિત્તે ચોમાસામાંથી સંભવતો બગાડ ભંડારોમાંથી દૂર કરે છે. આ રીતે મૌખિક જ્ઞાનસંસ્થા ધીમે ધીમે મૂર્તરૂપે ભંડારોમાં પરિણમી; એથી પુસ્તકાલય (લાયબ્રેરી)ની પ્રથા આ દેશ માટે નવી નથી. તેનાં નામ જ્ઞાનકોશ, ચિત્કોશ, સરસ્વતીકોશ, પુસ્તકમાંડાગાર આદિ વિધવિધ પણ એક જ અર્થનાં હતાં; તેણે હવે પુસ્તકાલયો, લાયબ્રેરીઓ, જ્ઞાનમંદિરો, સરસ્વતીમંદિરો એ નામ ધારણ કર્યા છે. ૧૧૧૫. અત્યારે ભંડારોનો વારસો છતાં જમાનાને પહોંચી વળે તેવો અભ્યાસીવર્ગ ઉભો થયો નથી. પ્રાચીન અને મધ્યકાળમાં જે ભંડારોએ સિદ્ધસેન અને સમતભદ્ર, હરિભદ્ર અને અકલંક, હેમચંદ્ર અને યશોવિજયને જન્માવ્યા, તેજ ભંડારો અને તેથીયે મોટા ભંડારો વધારે સગવડ સાથે આજે હોવા છતાં, અત્યારે વિશિષ્ટ અભ્યાસીને નામે મીડું છે. ખાસ કરી ત્યાગીવર્ગ પોતાની જવાબદારી આ માટેની સમજે, અને જે જ્ઞાનની ધૂળ પૂજા થઈ રહી છે તે હવે અભ્યાસનું રૂપ ધારણ કરે તો ગૃહસ્થો પણ એ દિશામાં પ્રેરાય અને આપણો વારસો બધે સુવાસ ફેલાવે. બીજાં જે અત્યારે કેટલાક ખંડ-ભંડારો છે, એક જ ગામ કે શહેરમાં અનેક ભંડારો છે, એક જ સ્થળે એક જ વિષયનાં અનેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy