SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ ઘO૭ પારા ૧૧૦૮ થી ૧૧૧૧ શ્રમણચર્યા, જ્ઞાનભંડારો ૧૧૧૦. ભગવાનના નિર્વાણ પછી, એમના અનુભવ જ્ઞાનનો આસ્વાદ લેવા એકત્ર થયેલ, અથવા એકત્ર થનાર, હજારો માણસો એ જ્ઞાન પાછળ પ્રાણ પાથરતા. એ જ્ઞાને શ્રુત અને આગમ નામ ધારણ કર્યું, એમાં ઉમેરો પણ થયો, અને સ્પષ્ટતાઓ પણ થતી ચાલી. જેમ જેમ એ શ્રુત અને આગમના માનસરોવરને કિનારે જિજ્ઞાસુ હંસો વધારે અને વધારે આવતા ગયા તેમ તેમ એ જ્ઞાનનો મહિમા વધતો ચાલ્યો એ મહિમાની સાથે જ એ જ્ઞાનને મૂર્ત કરનાર એનાં ધૂળ સાધનોનો પણ મહિમા વધતો ચાલ્યો; સીધી રીતે જ્ઞાન સાચવવામાં મદદ કરનાર પુસ્તક પાનાં જ નહિ પણ તેના કામમાં આવનાર તાડપત્ર, લેખણ, શાહીનો પણ જ્ઞાનના જેટલો જ આદર થવા લાગ્યો, એટલું જ નહિ પણ એ પોથી પાનાંનાં બંધનો, તેને રાખવા મૂકવા અને બાંધવાનાં ઉપકરણો બહુ જ સત્કારાવા લાગ્યાં. જ્ઞાન આપવા અને મેળવવામાં જેટલું પુણ્ય કાર્ય, તેટલું જ જ્ઞાનનાં સ્થળ ઉપકરણોને આપવા અને લેવામાં પુણ્યકાર્ય મનાવા લાગ્યું. વળી જ્ઞાનપ્રાપ્તિ માટે અનેક તપો યોજાયાં. જ્ઞાનતપના ઉત્સવો અને ઉજમણાંઓ યોજાયાં-ઉજવાયાં, તેની અનેક જાતની પૂજાઓ રચાઈ, ગવાઈ અને તેને લીધે એવું વાતાવરણ બની ગયું કે, જૈનનો એકે એક બચ્ચો એમ વગર ભણે સમજવા માંડી ગયો કે કરોડો ભવનાં પાપ એક જ પદના એક અક્ષરના જ્ઞાનથી બળી શકે છે.' ૧૧૧૧. શાન-ભંડારો-જે એકવારના વ્યક્તિગત અને જાતે ઉપાડી શકાય એટલા જ સાધુઓના ખભે અને પીઠે ભંડારો લટકતા તે, બીજાં કારણો ઉપસ્થિત થતાં મોટા બન્યા અને ગામ તથા શહેરમાં દશ્યમાન થયા. એક બાજ, શાસ્ત્રસંગ્રહ અને લખાણનો વધતો જતો મહિમા, અને બીજી બાજા સંપ્રદાયોની જ્ઞાનવિષેની હરીફાઇઓ-આ બે કારણોને લીધે પહેલાની એકવારની મોઢે ચાલી આવતીમૌખિક જ્ઞાનસંસ્થા ભંડારરૂપ દેખા દેવા લાગી. દરેક ગામ અને શહેરના સંઘને એમ લાગે જ કે અમારે ત્યાં જ્ઞાનભંડાર હોવો જોઇએ. પરિણામે આખા દેશમાં જૈન જ્ઞાનસંસ્થા ભંડારરૂપે વ્યવસ્થિત થઈ. સંઘના ભંડારો સાધુના ભંડારો અને વ્યક્તિગત માલિકીના પણ ભંડારો થયા. વ્યક્તિના આખરે સંઘના કબજામાં આવે છે, તેથી જૈન સંપ્રદાયના ભંડારો સંઘની સંપત્તિ જ મનાય છે. ભંડારોની સાથે જ મોટો લેખકવર્ગ (લહઆનો વર્ગ) ઉભો થયો. લેખનકળા વિકાસ પામી અને અભ્યાસી વર્ગ પણ ભારે વધ્યો. છાપાંની કળા અહીં આવી ન હતી, ત્યારે પણ કોઈ એક નવો ગ્રંથ રચાયો કે તરત જ તેની સેંકડો નકલો થઈ જતી અને દેશના બધે ખૂણે વિદ્વાનોમાં બેંચાઈ જતી. આ રીતે જૈનસંપ્રદાયમાં જ્ઞાન-સંસ્થાની ગંગા અવિચ્છિન્નપણે વહેતી આવી છે. વ્યાપાર અને અર્થપ્રિય શ્રાવકોએ માત્ર પૈસાનો સંગ્રહ નથી કર્યો. કિન્તુ એમણે જ્ઞાનસંગ્રહ કરવામાં પણ જરાયે પાછી પાની નથી કરી. દક્ષિણ, પૂર્વ અને ઉત્તર હિંદુસ્થાનમાં એવા અનેક મોટા મોટા જૈનભંડારો છે, તે અત્ર અપ્રસ્તુત છે પણ ગુજરાતમાંકચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતના નાના મોટા દરેક જાણીતા શહેરમાં એક કે વધારે જૈનભંડારો હોય છે જ. કેટલાંક શહેરો તો જૈનભંડારોને લીધે જ જાણીતાં છે. પાટણ, ખંભાત, લીંબડી, કોડાય વગેરેનું નામ સાંભળતાં જ વિદ્વાનોના મનમાં બીજી વસ્તુ પહેલાં ભંડારો જ આવે છે. આવા સેંકડો ભંડારો ગૂજરાતે સાચવ્યા છે અને તેમાં લાખો વિવિધ પુસ્તકો સચવાયેલાં છે. Jain Education International For Private & Persenal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy