SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૧૧૦૮. શ્વેતાંબર સાધુઓનાં ચિન્હ ‘રજોહરણ’, ‘મુખવસ્ત્રિકા’, ‘લોચ’ આદિ છે. તેમનો વેષ ‘ચોલપટ્ટ’, ઓઢવાનું વસ્ત્ર, કંબલ આદિ છે. જાઓ-સ્યાદ્વાદમંજરી, પ્રવચનસારોદ્વાર ૬૦ અને ૬૧ દ્વાર. [આ વસ્ત્રો સફેદ જ હોય છે ને તેથી આખો સંપ્રદાય શ્વેતાંબર કહેવાય છે. કેટલાક સાધુઓ પીળાં વસ્ત્ર પહેરે છે તે રીવાજ અમૂર્તિપૂજક{નહીં પણ ચૈત્યવાસી} શ્વેતાંબર સાધુઓથી ભિન્ન ઓળખાવા માટે વિક્રમની અઢારમી સદીના સત્યવિજય પંન્યાસ કે તેમના શિષ્યથી પડેલો લાગે છે.] તેમનો આચાર પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ કે જે આઠ ‘પ્રવચનમાતા' ગણાય છે તે છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતવાળા ક્રોધાદિનો વિજય કરનાર દાતેંદ્રિય નિગ્રંથ ગુરુ બને છે. તેઓ હંમેશ આહાર માધુકરી વૃત્તિથી લેછે. તેઓ વસ્ત્ર અને પાત્ર રાખે છે તે સંયમના નિર્વાહ અર્થે જ છે. તેમને વંદન કરવામાં આવતાં ‘ધર્મલાભ’ એમ બોલે છે. દિગંબર સાધુઓ તદ્દન નગ્નાવસ્થામાં રહે છે, મોરની કે એવી પીંછી ચિન્હ તરીકે રાખે છે.૫૬૫ આજના જમાનામાં નગ્નપણે વિચરવું મહાકઠિન હોઈ તેવા સાધુઓ ક્વચિત જ જોવામાં આવે છે. તે નગ્ન સાધુઓક્ષપણકો દિને દિને ઉગ્ર વિહાર અને ક્રિયાની વિકટતાથી તેમજ જંગલો કપાઇ જવાથી અવિદ્યમાન થતા ગયા પણ તેને બદલે શિથિલાચારી ‘ભટ્ટારકો’ થયા. તેમના રક્ત વેશને લઇને તેમને ‘રક્તાંબરો’ અગાઉ કહેવામાં આવતા. તે ભટ્ટારકોએ પોતાની ગાદીઓ જમાવી અને તેવી ઈડરમાં હતી અને તે હા પણ વિદ્યમાન છે. તેમના ઉપદેશને લીધે ગુજરાતમાં દિગંબરોની વસ્તી છે. પણ તે શ્વેતાંબરોની અપેક્ષાએ અતિ અલ્પ છે. શ્વેતાંબર સાધુઓમાં પણ હીરવિજયસૂરિ પછીની તેમની ત્રણ ચાર પેઢી પછી થયેલ પટધરો ‘શ્રીપૂજ્ય’ કહેવાયા ને તેમણે પણ જાદે જાદે સ્થળે ગાદીઓ સ્થાપી. ૫૦૬ ૧૧૦૯. જ્ઞાનસંસ્થા-બ્રાહ્મણ અને શ્રમણ સંપ્રદાયની ગંગાધારાઓ માત્ર વિશાળ જ્ઞાનના પટ ઉપરજ વહેતી આવી છે, અને વહે જાય છે. ભગવાન મહાવીરનું તપ એટલે બીજું કાંઈ જ નહિ પણ જ્ઞાનની ઉંડી શોધ. જે શોધ માટે એમણે તન તોડયું, રાત દિવસ ન ગણ્યા અને તેમની જે ઉંડી શોધ જાણવા-સાંભળવા હજારો માણસોની મેદની તેમની સામે ઉભરાતી, તે શોધ એ જ જ્ઞાન, અને એના ઉ૫૨ જ ભગવાનના પંથનું મંડાણ છે. ૫૬૫. આ પારામાંના પારિભાષિક શબ્દનો અર્થ સમજીએઃ-૨જોહરણ એટલે રજનું હરણ કરનાર. પૃથ્વીની રજ, જીવજંતુ આદિ દૂર કરવા માટે કપડાથી વીંટેલી લાકડાની દાંડીને છેડે ઉનનો ગુચ્છો રાખેલ હોય છે તેવું ઉપકરણ. તેને ‘ઓધો’ (ગુચ્છો) પણ કહેવામાં આવે છે. શ્રાવકો સામાયિક આદિ ક્રિયામાં કપડાથી વીંટ્યા વગરની દાંડીવાળો ઉનનો ગુચ્છો રાખે છે તેને ‘ચરવળો‘ કહેવામાં આવે છે. મુખવસ્ત્રિકા-મુખપોતિકા એટલે મુખે રાખવાનું નાનું કપડુંતેને ‘મુહપત્તી’ પ્રાકૃતમાં કહેવામાં આવે છે. તેનો ઉપયોગ ઉપદેશ દેતાં કે બોલતાં મોઢા આગળ રાખવામાં કરવામાં આવે છે. અમૂર્તિપૂજક સાધુઓ તો કાન સાથે દોરાથી બાંધી મોઢા ઉપર સ્થાયી રાખે છે. ‘ચોલપટ્ટ-ચોલપટ્ટો’-કટિવસ્ત્રકેડે વીંટવાનું ટુંકું વસ્ત્ર. કંબલ એ ઉનનું ઓઢવાનું વસ્ત્ર છે, કે જે ન ઓઢવાનું હોય ત્યારે ખભે રાખવાનું આવે છે. સિમિત એટલે સમતોલપણે જેમાં ગતિ કરાય છે તેવી વિવેકપૂર્વક પ્રવૃત્તિ, ઇર્યા એટલે જવામાં-ચાલવામાં, ભાષા એટલે બોલવામાં, એષણા એટલે આહાર પાન કરવામાં, આદાનનિક્ષેપ એટલે કોઈપણ વસ્તુને લેવામાં અને તજવામાં, ઉત્સર્ગ એટલે મલમૂત્રનો ઉત્સર્ગ ક૨વામાં-સમિતિ રાખવી એમ પાંચ જાતની સિમિત કહી છે. ગુપ્તિ એટલે રક્ષવું, રોકવું-નિગ્રહ કરવો તે તે ત્રણ યોગ નામે મન, વચન અને કાયને રોકવા રૂપે ત્રણ પ્રકારની છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy