SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ ૫/૫ પારા ૧૧૦૩ થી ૧૧૦૭ શ્રમણ સંઘ સં. ખંડ ૩ અંક ૧ પૃ. ૩૦ થી ૩૪) તેમાં કેટલાક સ્થાપનાના સ્થળ પરથી, કેટલાક સ્થાપકના ગુણ પરથી યા નામ પરથી એમ વિધવિધ રીતિએ સ્થપાયા. હાલ મુખ્યત્વે શ્વે. મૂર્તિપૂજકમાં તપાગચ્છ, ખરતરગચ્છ, અને અંચલગચ્છ વિદ્યમાન છે. તે દરેકનું પરિબળ અનુક્રમે ગુજરાતમાં, મારવાડમાં અને કચ્છમાં સવિશેષ છે. આ સર્વ પરિવર્તનોનો મોટો ઇતિહાસ થાય તેમ છે.] ૧૧૦૬. સાધુઓની રહેણીકરણીમાં પણ ફેરફાર થતો ગયો. જંગલો, ટેકરીઓ, શહેરની બહારના ભાગોમાંથી સાધુગણ લોકવસતિમાં આવતો ગયો. આથી લોકસંસર્ગમાંથી નિપજતા કેટલાક દોષો આવ્યા, સાથે તે સંસ્થાએ લોકોમાં કેટલાક ખાસ ગુણો પણ દાખલ કર્યા. એકવારના ઘરોઘર માંસભોજી અને મદ્ય પીતી જનસમાજમાં જે માંસ અને મદ્ય તરફની અરૂચિ અથવા તેના સેવનમાં અધર્મબુદ્ધિ ઉત્પન્ન થઇ છે, તેનું શ્રેય કાંઈ સાધુસંસ્થાને ભાગે ઓછું નથી. લોકમાન્ય તિલકે કહેલું કે ગુજરાતના જનપ્રકૃતિની અહિંસા એ જૈનધર્મને આભારી છે અને આપણે જાણવું જોઇએ કે જૈનધર્મ એ સાધુસંસ્થાને આભારી છે. તે સંસ્થાનું અહોનિશ એક કામ તો ચાલ્યા જ કરતું કે તેઓ જ્યાં જાય ત્યાં સાત વ્યસન (ઘુત, માંસ, સુરા, વેશ્યા, શિકાર, ચોરી, પરદાસસેવા)ના ત્યાગનો શબ્દથી અને જીવનથી પદાર્થપાઠ શીખવે. માસનો તિરસ્કાર, દારૂની ધૃણા અને વ્યભિચારની અપ્રતિષ્ઠા તેમજ બ્રહ્મચર્યનું બહુમાનઃ-આટલું વાતાવરણ લોકમાનસમાં ઉતારવામાં જૈન સાધુસંસ્થાનો અસાધારણ ફાળો છે. જૈન પરંપરાએ અને બૌદ્ધ પરંપરાએ-એ બે શ્રમણ-સંસ્થાએ પેદા કરેલ અહિંસાનું વાતાવરણ મહાત્માજીને પ્રાપ્ત થયું ન હોત તો તેમના અહિંસાનો આ પ્રયોગ શરૂ થાત કે નહિ, અને શરૂ થાત તો કેટલી હદ સુધી સફળ નિવડત એ એક વિચારણીય પ્રશ્ન છે. સાત વ્યસન છોડવવાનું કામ અવિચ્છિન્નપણે સાધુસંસ્થા ચલાવે જતી, એની અસર ઝનુની અને હિંસા પ્રકૃતિના આગંતુક મુસલમાનો પર પણ થયેલી છે, અને તે બાબતનો જાણીતો દાખલો હીરવિજયસૂરિ, જિનચંદ્રસૂરિ આદિ જૈન સાધુઓના ઉપદેશના પરિણામે અકબર જહાંગીર આદિનાં ફરમાનો છે. એટલું જ નહિ પણ અત્યાર સુધી જોઇશું તો ઘણાં અહિંસાનાં કાર્યોમાં હિંદુઓ સાથે અને જૈનો સાથે મુસલમાનો પણ ઉભા રહે છે. કેટલાંક મુસલમાની રાજ્યો અત્યારે પણ એવાં છે કે જ્યાં દયાની ભૂતદયાની લાગણી બહુ જ સુંદર છે. ૧૧૦૭. જૈન સાધુઓએ માત્ર પોતાના વસતિસ્થાનમાં જ રહીને નહિ પરંતુ તેની બહાર જઇને અનેક કાર્યો કર્યાં છે. ખરા પરાક્રમી અને શક્તિશાળી તો રાજસભાઓમાં પહોંચ્યા છે, રાજમહેલમાં ગયા છે, મોટા મોટા સેનાધિપતિ અને બીજા અમલદારોને ઘેર તથા લશ્કરોની છાવણીઓમાં ગયા છે, અને સેંકડો સાધુઓ વ્યસનગ્રસ્ત લોકોની વચ્ચે પહોંચ્યા છે, અને એમણે એમ કરીને જ પોતાનો ધર્મ વિસ્તાર્યો છે. આવી હજારો વર્ષની મહત્ત્વની અને શક્તિસંપન્ન સાધુસંસ્થાને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ખાતર અને લોકોમાં માનભેર રહેવા ખાતર પણ આજની ચાલુ પ્રવૃત્તિમાં પોતાના વિશેષ ઉપયોગ વિચાર્યું જ છુટકો છે, પોતાના ધર્મનું વામનરૂપ બદલી તેમણે વ્યાપકરૂપ કરવું જ જોઈએ; નહિ તો એ વામનપણું પણ મરણને શરણ છે.પ૬૪ પ૬૪. પંડિતવર્ય સુખલાલનું વ્યાખ્યાન “સાધુસંસ્થા અને તીર્થસંસ્થા' પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો સં. ૧૯૮૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy