SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ મૂકાયલા છે. સાધુ ઉપર શ્રાવક સંઘનો, અને શ્રાવક સંઘના ૫૨ સાધુસંઘનો અંકુશ છે. પરસ્પરના સહકારથી એ બંને સંઘો એકંદર હિતકાર્ય કરતા આવ્યા છે. ૧૧૦૩. શ્રમણસંઘ-સાધુસંસ્થા-આ સંસ્થા શ્રી મહાવીર ભગવાનના કરેલા વ્યવસ્થિત બંધારણથી આજસુધી ટકી રહી છે. પણ એ સંસ્થા તો એથીયે જાની છે. ભગવતી જેવા આગમોમાં અને બીજા જાના ગ્રંથોમાં પાર્શ્વપત્ય એટલે પાર્શ્વનાથના શિષ્યોની વાતો આવે છે. કેટલાક ભગવાન મહાવીર પાસે જતાં ખચકાય છે, કેટલાક પ્રશ્નો કરે છે અને છેવટે એ પરંપરા તેમની શિષ્ય પરંપરામાં સમાઇ જાય છે. એકંદરે પાછો ભગવાનનો સાધુસંઘ નવે રૂપેજ ઉભો થાય છે અને એક સંસ્થામાં ગોઠવાય છે. સાધુના આચારના, અરસ્પરસના વ્યવહારના અને કર્રવ્યોના નિયમોમાં જોવામાં આવે છે તે ઉપરાંત તે નિયમોના કડક પાલનનો જો ભંગ થાય તો તે માટેનાં પ્રાયશ્ચિત્ત દંડરૂપે ફરમાવવામાં આવેલ છે. (વિશેષ વિસ્તાર માટે જાઓ મુનિ કલ્યાણવિજયનો લેખ ‘શ્રી શ્રમણ-સંઘકી શાસન પદ્ધતિ કા ઇતિહાસ’-‘આત્માનંદ્ર' ના મે અને જાન ૧૯૩૧ ના અંક). આ સર્વ રાજતંત્ર જેવી વ્યવસ્થા જોતાં તે બંધારણ બાંધનારની દીર્ઘદષ્ટિ અને ચતુરાઇ વિષે અતિ આદર ઉત્પન્ન થાય છે. શ્રી વીરપ્રભુના સમયમાં ચૌદ હજાર ભિક્ષુ અને છત્રીશ હજાર ભિક્ષુણી વિદ્યમાન હોવાનું કથન છે. તેમના નિર્વાણ પછી તે સંસ્થામાં કેટલો ઘટાડો કે વધારો થયો તેની ચોક્કસ વિગત મળતી નથી. છતાં એમ લાગે છે કે ભગવાન પછીની અમુક સદીઓ સુધી ઘટાડો તો નહીં પણ વધારો થયો હશે. ૧૧૦૪. સાધુસંસ્થામાં સ્ત્રીઓને સ્થાન કાંઈ ભગવાન મહાવીરે જ પહેલાં નથી આપ્યું. તેમના પહેલાં એ ભિક્ષુણીઓ જૈન સાધુ સંઘમાં હતી અને બીજા પરિવ્રાજક પંથોમાં પણ સ્ત્રીઓ હતી, છતાં એટલું તો ખરૂં જ કે મહાવીર પ્રભુએ પોતાના સાધુસંઘમાં સ્ત્રીઓને ખૂબ અવકાશ આપ્યો, અને એની વ્યવસ્થા વધારે મજબૂત કરી. એનું પરિણામ બૌદ્ધ સાધુસંઘ ઉપર પણ થયું. બુદ્ધ ભગવાન સાધુસંઘમાં સ્ત્રીઓને સ્થાન આપવા ઇચ્છતા ન હતા, છતાં પણ તેમને છેવટે આપવું પડ્યું. ૧૧૦૫. કોઈપણ સંસ્થામાં વિકૃતિઓ પ્રવેશે છે, પાછી તેને દૂર કરવાના પ્રયત્નો થતાં સંસ્કૃતિ આવે છે અને એમ અવારનવાર થયાં કરે છે. આ સાધુસંસ્થામાં પણ એમ થયું. મૂળ એક છતાં પછી દિગંબર અને શ્વેતાંબર એમ બે ભેદમાં-નવસ્ત્રા કે વસ્ત્રસહિત રહેવું એ ભેદના કારણે વહેંચાઇ. તે દરેકમાં જાદા જાદા નાનામોટા ફાંટા-ગચ્છો થતા ચાલ્યા. જૈનસમાજ વધતો ગયો-નવી નવી ભાતના લોકો દાખલ થતા ગયા, તેમ તેમ આ સંસ્થા પણ ફાલતી ગઇ. એ સંસ્થામાં જેમ અસાધારણ ત્યાગી અને અભ્યાસી થયા છે, તેમ હંમેશાં ઓછો વત્તો શિથિલાચારીનો વર્ગ પણ થતો આવ્યો છે. પાસથ્થા, કુસીલ, જહાછંદ વગેરેનાં જે અતિ જરૂનાં વર્ણનો છે તે શિથિલાચારનો પુરાવો છે. કયારેક એકરૂપમાં તો કયારેક બીજા રૂપમાં પણ હંમેશાં આચારવિચારમાં મોળો અને ધ્યેયશૂન્ય શિથિલ વર્ગ પણ સાધુસંસ્થામાં થતો જ આવ્યો છે. જ્યારે જ્યારે શિથિલતા વધી ત્યારે વળી કોઈ તેજસ્વી આત્માએ પોતાના જીવનદ્વારા એમાં સુધારો પણ કર્યો છે. ચૈત્યવાસીઓ થયા અને તેમનું સ્થાન ગયું પણ ખરૂં. વળી જતીઓ જોરમાં આવ્યા અને તેઓ આજે નામશેષ જેવા છે. [શ્વે. સાધુસમાજમાં અમુક સમૂહો અમુક ગચ્છથી ઓળખાયા. આ ગચ્છની સંખ્યા ૮૪ કહેવાય છે (તેનાં નામ માટે જાઓ જૈન સા. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy