SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૫ જૈન સંઘવ્યવસ્થા જૈન સંસ્થાઓ. सम्मदंसणवरवइरदढरूढगाढावगाढपेढस्स । धम्मवररयण मंडिय-चामीयरमेह लागस्स ॥ नियमूसियकणय-सिलायज्जुलजलंतचित्तकूडस्स । नंदणवणमणहर-सुरभिसीलगंधुद्धमायस्स ॥ जीवदयासुंदरकंदरुद्दरिय मुणिवरमंइदइन्नस्स । हे उसयधाउपगलंरयणदित्तोसहितगुहस्स ॥ संवरवरजलपगलिय-उज्झरपविरायमाणहारस्स । सावग जणपउररवंत-मोरनच्चंतकुहरस्स ॥ विणयनयपवरमुणिवरफुरंतविज्जुज्जलंतसिहरस्स । विविहगुणकप्परुक्खगफलभरकुसुमाउलवणस्स ॥ नाणवररयणदिप्पंतकंत वेरुलियविमलचूलस्स । वंदामि विणयपणओ संघ महामंदरगिरिस्स ॥ - દેવવાચક ક્ષમાશ્રમણ નંદીસૂત્ર. -સંધ સ્વરૂપ મહા મંદરગિરિ (મેરૂ પર્વત)ને વિનયપૂર્વક વંદન કરું . (કેવો તે સંઘ-મંદરગિરિ છે ?) સમ્યગ્દર્શન એ જ શ્રેષ્ઠ વજનું બનેલું, દઢ, રૂઢ ગાઢ અને અવગાઢ એવું તેનું પીઠ છે, ધર્મ એ જ તેના ઊંચા શિલાલોથી શોભનારા અને ચમકનારા ચિત્ર-વિચિત્ર કૂટો શિખરો છે; સદ્ભાવયુક્ત (સુરભિ) શીલ એ જ, તેનું સુગંધથી મહેકતું નંદનવન છે; જીવદયા રૂપી તેની સુંદર કંદરાઓ છે અને તે ઉત્સાહપૂર્ણ એવા મુનિવર રૂપી મૃગેંદ્રોથી ભરાયેલી છે; કુતર્કનો ઉચ્છેદ કરનાર એવા સેંકડો હેતુઓ એ જ તેના ધાતુ છે; સમ્યગ્દર્શન એ જ તેમાં રત્નો છે; લબ્ધિઓ એ જ ઔષધીઓવાળી ગુફાઓ છે; સંવર રૂપી શ્રેષ્ઠ જલનો વહેતો અખંડ પ્રવાહ એ જ તેનો શોભાયમાન હાર છે; શ્રાવકજન એજ પ્રચુર શબ્દ કરનાર મોર હોઈ તેમનાથી તેની ખીણો ગાજી રહી છે; વિનયથી વિનમ્ર એવા પ્રવર મુનિવરો એ જ સ્કુરાયમાન વીજળીઓથી ચમકતાં એવાં તેનાં શિખરો છે. વિવિધ પ્રકારના સગુણો એ જ ફળો અને પુષ્પોથી લચેલાં કલ્પવૃક્ષોનાં તેનાં વનો છે; અને જ્ઞાન એ જ શ્રેષ્ઠ રત્નોથી દેદીપ્યમાન અને કમનીય એવી વૈડૂર્યથી બનેલી તેની વિમલ ચૂલિકા છે. ૧૧૦૨. સંઘ સંસ્થા-ભગવાન મહાવીરે વર્ણબંધનને ઉડાડી ત્યાગના સિદ્ધાંત પર પોતાની સંસ્થાના મુખ્ય બે વર્ગ પાડ્યા. એક ઘરબાર અને કુટુંબકબીલા વિનાનો ફરતો અનગાર વર્ગ અને બીજો કુટુંબ કબીલામાં રાચનાર સ્થાનબદ્ધ અગારી વર્ગ. પહેલો વર્ગ પૂર્ણ ત્યાગી. એમાં સ્ત્રી અને પુરુષો બન્ને આવે અને તે સાધુ સાધ્વી કહેવાય. બીજો વર્ગ પૂર્ણ ત્યાગનો ઉમેદવાર, એમાં પણ સ્ત્રી અને પુરુષો બને આવે તે શ્રાવક શ્રાવિકા કહેવાય. આ રીતે ચતુર્વિધ સંઘ-વ્યવસ્થા અથવા બ્રાહ્મણ પંથના પ્રાચીન શબ્દનો નવેસર ઉપયોગ કરી ચતુર્વિધ વર્ણવ્યવસ્થા શરૂ થઈ. સાધુ સંઘની વ્યવસ્થા સાધુઓ કરે; એના નિયમો એ સંઘમાં અત્યારે પણ છે, અને શાસ્ત્રમાં પણ બહુ સુંદર અને વ્યવસ્થિત રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy