SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ કરતા નથી. જૈન સિદ્ધાંત અનુસાર સૃષ્ટિ સ્વયંસિદ્ધ છે અને જીવ પોતાનાં કર્મો અનુસાર પોતે જ સુખ દુઃખ પામે છે. ૧૦૯૯. દુનિયામાં દુઃખોથી હેરાન થતા આત્માઓ માટે તે દુઃખથી છૂટવા ભિન્ન ભિન્ન ફિલસૂફીઓ ઉત્પન્ન થઇ છે. કોઇએ એવી શોધી કે સુખદુઃખ ઇશ્વર જ આપે છે, અને તેની કૃપા વગર દુઃખ દૂર થવાનું જ નથી, કોઈએ એમ માન્યું કે દુનિયામાં દુઃખ એવી કોઈ ચીજજ નથી-એ તો મગજની ભ્રમણા છે (જો કે એમ માનવા છતાં દુઃખ પલ્લો છોડતું નથી). જૈને દુઃખના અસ્તિત્વનો સ્વીકાર કરી હિમ્મતથી કહ્યું કે દુઃખ ભલે ગમે તેવું ભયંકર હો પણ તેને જન્મ આપનાર આપણે પોતે છીએ અને એટલા માટે તેનો નાશ કરવાને પણ આપણે પૂરતી રીતે શક્તિમાનું છીએ-તે માટે કોઇ સૃષ્ટિકર્તાના આધારની જરૂર નથી, પરંતુ કેવલ પોતાના પુરુષાતન–આત્મબલની જરૂર છે. આત્મા આત્માનો ઉદ્ધારક છે–તે ઉદ્ધાર આત્મબલથી જ થશે. ૧૧૦૦. આવી-નિરંજન નિરાકાર જેવી જૈનની ઈશ્વર સંબંધી ફિલસૂફી છતાં વીતરાગ એવા જિનની મૂર્તિનો તેણે સ્વીકાર કર્યો છે, કારણ કે જૈન ધર્મમાં મૂર્તિપૂજા પ્રાચીનકાળથી પ્રચલિત છે. નિરાકારને એ રીતે સાકાર સ્વરૂપ આપી તે દ્વારા ભક્તિ, સ્તવન, પૂજા, પ્રાર્થનાને પણ સ્થાન આપ્યું છે અને એ રીતે પોતાનો અનેકાંતવાદ બતાવ્યો છે. પૂર્વે મૂર્તિપૂજા જે સ્વરૂપમાં હતી અને હાલ જે રીતે છે તે બંનેમાં ફેર છે કે નહિ અને ફેર હોય તો તેમાં અન્ય ધર્મોની ઈશ્વરપૂજાનાં અન્ય તત્ત્વોનું મિલન કરવાનો પ્રયત્ન થયો છે કે નહિ એ આખો પ્રશ્ન વિચારવામાં અત્ર સ્થાન નથી.પ૬૩ અન્ન કહેલા તેમજ બીજા સિદ્ધાંતોને ઐતિહાસિક દૃષ્ટિથી ચર્ચવા માટે જુદો જ ગ્રંથ જોઇએ. ૧૧૦૧. આવા સિદ્ધાંતો જે ધર્મના મુખ્ય છે તે જૈન ધર્મ એક બાજુ પશ્ચિમ હિન્દમાં-ગૂજરાત મારવાડ આદિમાં શ્વેતામ્બરોના પ્રભાવથી ૧૨ મા સૈકા સુધી પ્રધાનસ્થાન ભોગવતો હતો તે જ પ્રમાણે બીજી બાજુએ દક્ષિણ હિન્દમાં પણ તે સમય સુધી દિગમ્બરોના પ્રભાવથી પ્રધાનસ્થાન ભોગવતો હતો. દક્ષિણમાં દિગમ્બરોનો જાજ્વલ્યમાન ઇતિહાસ ક્રમબદ્ધ લખાવાની જરૂર છે. અત્ર શ્વેતામ્બરોનો ઇતિહાસ લિપિબદ્ધ કર્યો છે, કે જેઓ ૧૨મા સૈકા પછી પણ સારું સ્થાન ગુજરાતમાં ભોગવતા રહ્યા. મુસલમાનના કાળમાં રાજકીય સ્થાન તૂટ્યું. છતાં તેઓ ગુજરાત મારવાડમાં પોતાનું વતન રાખી સમસ્ત ભારતમાં વિસ્તરી પોતાના સંસ્કારથી, સામાજિક દરજ્જાથી અને ધનસંપત્તિથી એક વિશિષ્ટ ને નજરે ચડે તેવી સત્તા ભોગવે છે. પ૬૩. જૈન ધર્મના અનીશ્વરવાદ સંબંધે એક વિચારણીય લેખ શ્રીયુત નાથુરામ પ્રેમીએ “જૈનધર્મ અનીશ્વરવાદી હૈ' એ નામને હિંદીમાં લખેલો “જૈન જગત’ના ૧૫-૫-૧૯૩૧ના અંકમાં પ્રકટ થયો છે તે વિશેષ વિચારણા અર્થે જોઈ જવાની ભલામણ વિચારકોને કરવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy