SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૦૯૪ થી ૧૦૯૮ અનેકાંતવાદ, કર્મવાદ ૫૦૧ વિકાસક્રમમાં અબાધિત છે, કર્મની શક્તિ કાર્ય કરી રહી છે. કર્મશક્તિ એટલે કાર્યકારણની પરંપરાકારણવગર કાર્ય બને જ નહિ-એ કર્મનો કાયદો અચલિત છે. ગાંધીજી કહે છે કે “જગતમાં ચમત્કાર જેવી વસ્તુ નથી, અથવા તો જગત એજ એક ચમત્કૃતિ છે. કારણ વિના કાર્ય બનતું નથી એ અપવાદ વિનાનો સિદ્ધાંત છે.” આ સિદ્ધાંતમાં કોઇની પ્રેરણાની જરૂર નથી. - ૧૦૯૬. વૈદિક સાહિત્ય તથા બૌદ્ધ સાહિત્યમાં કર્મસંબંધી વિચાર છે, પણ તે એટલો અલ્પ છે કે તેના માટે કોઇ ખાસ ગ્રંથ તે સાહિત્યમાં નથી, જ્યારે જૈનદર્શનમાં કર્મસંબંધી વિચાર સૂક્ષ્મ વ્યવસ્થિત અને વિસ્તૃત છે તેથી તે વિચારોનાં પ્રતિપાદક શાસ્ત્ર કે જેને કર્મશાસ્ત્ર'-યા કર્મ-વિષયક સાહિત્ય' (કર્મગ્રંથ) કહેવામાં આવે છે તેણે જૈનસાહિત્યનો ઘણો મોટો ભાગ રોકયો છે. દર ૧૦૯૭. આ પ્રમાણે અહિંસાવાદ, સામ્યવાદ, અનેકાંતવાદ અને કર્મવાદ એ ચારનું સ્વરૂપ અતિ ટૂંકમાં અત્રે જણાવ્યું છે. જોકે જૈન ધર્મ અને દર્શનને તે તરીકે ચર્ચનારા પુસ્તકમાં અતિ વિશિષ્ટ અને વિશેષ સ્થાન તેનું હોઈ શકે, છતાં અત્ર ટૂંક નિરૂપણ કરવાની જરૂર એ હતી કે-સાહિત્યને ધર્મ સાથે ઘનિષ્ટ સંબંધ છે. અમુક ધર્મના સાહિત્યને સમજવા-પિછાનવા માટે તે ધર્મનાં પ્રધાન મૂળતત્ત્વોનો ટુંકો પણ ચોખ્ખો ખ્યાલ હોવો જોઇએ. તેમજ તેમ થવાથી તે ધર્મપર ભ્રમણાત્મક ખોટા આક્ષેપો થાય છે અને તે મગજમાં ઘુસી ગયા હોય છે તે દૂર થાય છે. - ૧૦૯૮. જૈન ધર્મ આત્માનું અસ્તિત્વ, પુનર્જન્મ, કર્મવાદ, આત્મા સર્વ કર્મથી મુક્ત થઇ પરમાત્મા બને છે,-એ સર્વ વાતને સ્વીકારે છે. વિશેષમાં જગત્ અનાદિથી છે ને અનંતકાળ સુધી રહેશે, તેનો રચનાર ઈશ્વર જેવી કોઇ મહાવ્યક્તિ નથી, પરમાત્માના સર્વ ગુણવાળો ઇશ્વર અવતાર લઈ શકે નહિ. વેદ તે અપૌરુષેય નથી એમ પોતે દાર્શનિક પ્રમાણથી જણાવે છે આ કારણે જૈનોને નાસ્તિક' કહેવામાં આવે છે. નાસ્તિકનો અર્થ “વેદનિન્દક અથવા વેદમાં ન માનનાર એવો કોઈ કરે તો તે અર્થમાં જૈન દર્શન વેદમાં ન માનતું હોવાથી નાસ્તિક દર્શન ગણાય. ઈશ્વર એટલે શાસક, જગત્કર્તા એવો અર્થ કોઈ કરે તો જૈન દર્શન અનીશ્વરવાદી છે. સાંખ્યદર્શનની પેઠે જૈન પણ પ્રકૃતિવાદી છે. સાંખ્ય કહે છે કે “ઈશ્વરસિદ્ધિ પ્રમાણાભાવાતુ' એટલે કે ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ થઈ શકતું નથી કારણ કે તેને માટે કોઈ પ્રમાણ નથી, તેજ પ્રમાણે જૈન દર્શન કહે છે. જે આત્માઓ મુક્ત બને તેમને સિદ્ધ-પરમાત્મા-ઈશ્વર જૈન દર્શન ગણે છે. એટલે એ રીતે તે એકેશ્વરવાદી નથી. આ મુક્તાત્માઈશ્વર સંસાર સાથે કોઈ સંબંધ રાખતા નથી, સૃષ્ટિના સંચાલનમાં તેનો કંઈ પણ હાથ નથી, તે કોઇનું ભલું કે બુરું કરતા નથી, ન કોઇ પર કદિ પ્રસન્ન કે અપ્રસન્ન થાય છે. તેની પાસે કોઇ સાંસારિક એવી વસ્તુ નથી કે જેને લીધે તે સંસાર પર સત્તા ભોગવે અને જેને એવી સત્તા બતાવનાર ઐશ્વર્ય, વૈભવ કે અધિકાર આપણે કહી શકીએ. તે કોઈનો ન્યાય કરતા નથી કે અપરાધોની શિક્ષા પ૬૨. જાઓ શેઠ કુંવરજી આણંદજીનો ‘કર્મસંબંધી જૈનસાહિત્ય' એ પર નિબંધ-ભાવનગરની સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદનો અહેવાલ. પંડિત સુખલાલજીના પહેલા કર્મગ્રંથ'ના હિન્દી અનુવાદનું પરિશિષ્ટ પૃ. ૧૨૫-૨૦૨. {જૈન સાહિત્ય કો બૃહદ્ ઇતિહાસ ભા-૪ } Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy