SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૦૯૦ થી ૧૦૯૩ ક્ષમા, અનેકાંત વાદ ૪૯૯ રાગદ્વેષની મંદતા રૂપી લક્ષણવાળો ઉપશમ આવતો નથી. જિજ્ઞાસાદિ ગુણનો યોગ હોય તો મોહના અપકર્ષથી રાગદ્વેષશક્તિના પ્રતિઘાત રૂપ ઉપશમ થાય અને તેથી સત્પ્રવૃત્તિ થાય, આગ્રહની નિવૃત્તિ થાય, અને સદર્થનો પક્ષઘાત થાય. ૧૦૯૨. ‘વળી ઇંદ્રિયોથી ઉત્પન્ન થતાં જ્ઞાનોમાં જે દોષો આવી જાય છે તેને દૂર કરવાનો પ્રયત્ન કર્યા પછી અને તર્કસાધ્ય જ્ઞાનના દોષો દૂર કર્યા પછી પણ બુદ્ધિ આગળ અનેક સામસામાં વિરૂદ્ધ જ્ઞાનો ઉત્પન્ન થઇ જાય છે; જેમાંના એકને સ્વીકારતાં બીજાનો ત્યાગ કરવો પડે છે; પણ ત્યાગ કરતી વખતે આપણને એમ લાગે છે કે આપણે કેટલાક સાચા અનુભવોને જતા કરવા પડે છે. ઉદાહરણ તરીકે જગતમાં જે વિવિધ ફેરફાર થતા દેખાય છે તે ઉપરથી આપણે એવી દૃષ્ટિ બાંધીએ કે બધું વિકારી છે, કશું સ્થિર નથી, બધું ક્ષણિક છે. પણ બીજી રીતે વિચાર કરતાં એમ લાગે છે કે મારા જ્ઞાનમાં ફેરફાર થયાં કરે છે. પણ હું જ્ઞાતા તો એક છું-એનો એ છું; અને એ જ્ઞાતાની એકતાથી આગળ વધી શેય પદાર્થોમાં પણ એકતા-સ્થિરતા દેખાય છે; નાનો છોડ મોટો થઈ ઝાડ થાય તો પણ તેનામાં એકતાનો આરોપ કરીએ છીએ. હવે પ્રશ્ન થાય છે કે જગતને વિકારી કહેવું કે અવિકારી? જે વિકારી છે તેને અધિકારી ગણતાં બુદ્ધિ હસે છે, અને છતાં એક પક્ષનો ત્યાગ કરતાં આપણી દૃષ્ટિ અધૂરી લાગ્યા કરે છે, અમુક સાચા અનુભવોને ખોટા ગણી નાંખી દેવા પડે છે. આ મુંઝવણમાંથી બુદ્ધિ એક એવો રસ્તો કાઢે છે કે બન્ને ખોટા છે; આપણે સત્ય જાણી શકતા જ નથી; તત્ત્વોપપ્લવનો લેખક જયરાશિ ભટ્ટ કહે છે તે પ્રમાણે વિષાતિરમળીયા: સર્વે વ્યવહારા માસન્તે-બધી દૃષ્ટિઓ વિચાર ન કરવાથી જ રમણીય લાગે છે, એ જાતનો અજ્ઞેયવાદ જન્મે છે; અને અજ્ઞેયવાદમાંથી તો કોઈપણ જાતનો ધર્મ ન જ જન્મી શકે ને ? જ્યારે કાંઈ સાચું નથી ત્યારે આપણે જે કરીએ તે બધું સરખું છે-અથવા એવું કહેવું પણ યોગ્ય નથી. અજ્ઞેયવાદીને સર્વત્ર મૂક રહેવું જ ઘટે. ૧૦૯૩. (૩) અનેકાંતવાદ-‘ઉપરની મુંઝવણ દૂર કરવાનો જે બીજો માર્ગ છે તે દૃષ્ટિઓને સમજીને તેમાં ભેદ શાથી ઉત્પન્ન થાય છે તેનું કારણ શોધીને, બધી દૃષ્ટિઓનો સમન્વય કરી લેવો, એ છે. પ્રત્યેક જીવાત્મા એ ભિન્ન ભિન્ન વ્યક્તિ છે; તેનામાં સંસ્કારની, રુચિની, પરંપરાની અને કેળવણીની ભિન્નતા હોય છે. તેથી નિવાર્ય બુદ્ધિદોષોને દૂર કર્યા પછી પણ વ્યક્તિઓના જ્ઞાનગ્રહણમાં ભેદ દેખાય છે. જો આપણે વ્યક્તિની મર્યાદા ઓળંગી સામા માણસની દૃષ્ટિ સમજવા જેટલી ઉદારતા કેળવી શકીએ તો તેની વાત બરાબર સમજાય, અને એ સાચો લાગે; એટલે જોકે બધી દૃષ્ટિઓ-બધાં જ્ઞાનો, છેવટે એકજ્ઞાન-એકદષ્ટિમય થઇ જાય છે તો પણ જ્યાં સુધી માણસને માણસ તરીકે વ્યવહાર કરવાનો હોય છે ત્યાં સુધી અનેક દૃષ્ટિઓથી વ્યવહાર કરવો પડે છે. આ સ્થિતિ સ્વીકારી લઇ એક દૃષ્ટિનો, એકાન્તનો આગ્રહ છોડી દેવો તેનું નામ અનેકાન્ત. આ અનેકાન્ત માણસને સંશય અને અજ્ઞેયવાદમાંથી મુક્ત કરી બુદ્ધિમાં એવી સમતા-મધ્યસ્થતા કેળવી શકે છે કે જેથી ઉપશમ શકય થાય. ઉપશમમાં બે તત્ત્વો દેખાય છે; એક કામક્રોધાદિનો અભાવ, અને બીજાં જગત તરફ સર્વગ્રાહી અનેકાન્ત દૃષ્ટિથી ઉત્પન્ન થતી પ્રજ્ઞાની સમતા. વાસ્તવિક રીતે આ બે તત્ત્વો નથી-સમજવા માટે કરેલું પૃથક્કરણ છે. આત્માની ઉપશમ સ્થિતિમાં આ બન્ને ઉપશમના પ્રમાણમાં હોય છે. એક બાજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy