SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ કરી ત્યારે બીજી બાજુ બ્રાહ્મણ પંથે તે વિષેના દૃઢ આગ્રહે જૈન પંથ ઉપર અસર પાડી; જેને લીધે એક યા બીજા રૂપે ઇચ્છાએ કે અનિચ્છાએ જૈન લોકોમાં વર્ણસંસ્કારોનું કાંઈક વાતાવરણ આવ્યું. (પં. સુખલાલજી) - ૧૦૯૦. તાત્ત્વિક દૃષ્ટિએ વિચાર કરતાં બંધુ રા. રસિકલાલ જણાવે છે કે :- “કલ્પસૂત્રમાં ४५व्यु छ जो उवसमइ तस्स अत्थि आराहणा, जो न उवसमइ तस्स नत्थि आराहणा; उवसमसारं વુિં સામનં-જે ઉપશમ પામે છે તેને આરાધના થાય છે, જે ઉપશમ નથી પામતો તેને આરાધના થતી નથી. એટલે કે ઉપશમ એ શ્રમણ્યનું–શ્રમણધર્મનું-જૈનધર્મનું પરમ ધ્યેય છે. અહીં ઉપશમ એટલે રાગદ્વેષની મંદતા, મનના વિકારોનો ઉપશમ–ક્રોધ માન માયા લોભ આદિ વિકારોનો ઉપશમ. આ ઉપશમને ધ્યાનમાં રાખી દેશકાલ પ્રમાણે જૈન મુનિઓએ પોતા માટે તેમજ શ્રાવકો માટે આચાર ઘડ્યા છે. મુનિનાં પંચમહાવ્રતો અને શ્રાવકનાં બાર અણુવ્રતોનું ધ્યેય પણ આ ઉપશમ સાધવાનું જ છે. તે વ્રતોની પાછળ પ્રધાનવૃત્તિ અહિંસા છે. બીજા શબ્દોમાં કહીએ તો અહિંસા એ ઉપશમ સાધવાનું પરમ સાધન છે અને માનસિક સૃષ્ટિમાં સાધન અને સાધ્ય એક જ પ્રક્રિયાના અંશો હોવાથી એમ કહી શકીએ કે અહિંસા એજ ઉપશમ છે, બીજાને ખંડિત કરી પોતાના આત્માને ખંડિત ન થવા દેવો–હિંસા કરવાથી પોતાની હિંસા થાય છે–એ સર્વજ્ઞ બુદ્ધિને થએલું ઉંડામાં ઉંડું દર્શન તે અહિંસાવૃત્તિ; કારણ કે ઉપરની દૃષ્ટિએ રાગદ્વેષથી–ક્રોધાદિથી પ્રેરાઈને જ્યારે આપણે બીજાને ખંડિત કરીએ છીએ ત્યારે આપણને એમ લાગે છે કે આપણે સમૃદ્ધ થયા, આપણો અર્થ સર્યો, પણ આમ થતાં આપણો આત્મા ખંડિત થયો, આપણા આત્માની હિંસા થઈ, એની આપણને ખબર નથી પડતી; ન પડે એ સ્વાભાવિક છે, કારણ આપણાં આવરણો બહુ ઘન હોય છે; જોકે આપણને આપણા કષાયના પ્રમાણમાં અહિંસાનું આ વિલક્ષણ સ્વરૂપ–પરની હિંસા કરતાં સ્વની હિંસા થઈ જાય છે એ બરાબર સમજાતું નથી. આ રીતે હિંસા નહિ કરવાના આગ્રહથી ક્રોધાદિ ડંખવિનાના થઈ જાય છે; અને એમ થતાં ચિત્તમાં ઉપશમ પેદા થાય છે. પણ એક બાજા એમ ઉપશમનો અભાવ, જેમ ક્રોધાદિએ કરાવેલી હિંસાથી હોય છે, તેમ બીજી બાજુ બુદ્ધિ જે અનેક પ્રકારનાં જ્ઞાન રજુ કરે છે. તેથી ઉત્પન્ન થતી મુંઝવણને લઇને પણ ઉપશમનો અભાવ થાય છે. તે વાત આગળ કહીએ તે પહેલાં એક બીજી દૃષ્ટિએ ઉપશમની વાતને જોઈએ. ૧૦૯૧. ઉપશમ વગર મધ્યસ્થતા આવતી નથી અને મધ્યસ્થતા વગર ધર્માહત્વ-ધર્મયોગ્યતા પ્રાપ્ત થતી નથી. શ્રી હરિભદ્રસૂરિ કહે છે કે: रत्तो दुठ्ठो मूढो पुव्विं वुग्गाहिओ अ चत्तारि । एए धम्माणरिहा धम्मे अरिहो उ मज्झत्थो ॥ -(૧) રાગવાળો-રાગી, (૨) દુષ્ટ, (૩) મૂઢ-મૂર્ખ-બુદ્ધિહીન, (૪) પૂર્વ બુઢ્ઢાહિત-પૂર્વ અભિનિવેશ (prejudice વાળો-એ ચાર, ધર્મને માટે યોગ્ય નથી. ધર્મમાં યોગ્યતાવાળા મધ્યસ્થ છે. એટલે કદાગ્રહથી જે ગ્રસ્ત હોય તે તો ધર્મ પામતો નથી. આનો તાત્પર્યાર્થ એ છે કે જેઓ વિપરીત દષ્ટિવાળા છે તેનામાં પોતાના પક્ષથી બાંધી દીધેલા મતને લઇને પ્રબલ મોહના કારણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy