SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૦૮૭ થી ૧૦૮૯ અહિંસા ૪૯૭ નિયમ જોઈ શક્યા. આત્મા આખા જગતને જીતી શકે છે, આત્માનો મોટામાં મોટો શત્રુ આત્મા જ છે, તેને જીત્યો એટલે, જગતને જીતવાનું જોર આવ્યું એવું શિક્ષણ તેઓએ આપણને બતાવ્યું. એ કાયદો ઋષિઓએ શોધ્યો તેથી તેઓ જ પાળી શકે એવું કંઇ તેઓએ જાણ્યું, જણાવ્યું કે શીખવ્યું નથી, તેઓએ જણાવ્યું કે બાળકને સારૂ પણ કાયદો તો એ જ છે અને તે તેને પાળી પણ શકે છે. એ સાધુ સંન્યાસી જ પાળે છે એમ નથી; બધા થોડે ઘણે અંશે તો પાળે જ છે અને થોડે ઘણે અંશે પાળી શકાય તે સર્વાશે પણ પળાય. x x અહિંસાનો, શાન્તિનો અર્થ નામર્દી નથી, તેનો અર્થ શુદ્ધ મર્દાનગી છે. અહિંસાનો અર્થ પરાધીનતા-દુર્બળતા નથી. શૌર્ય ત્યાં જ ક્ષમા હોઈ શકે. x ક્ષમા વીરતાનો ગુણ છે. જેનામાં વેર વાળવાની શક્તિ છે તે પ્રેમ કરી જાણે.x' યથા પિંડે તથા બ્રહ્માંડે જે વ્યક્તિને માટે ખરૂં છે તે સમાજ દેશ ને છેવટમાં સમસ્ત વિશ્વ માટે ખરૂં છે. આ અહિંસાનો ધર્મ રાજપ્રક૨ણી બાબતોમાં પણ સત્યાગ્રહ-અસહકારની શાંત-અહિંસામત યુદ્ધ-ચળવળના પિતા બની ગાંધીજીએ દાખલ કર્યો છે. તેઓ જણાવે છે કે ‘રાજપ્રક૨ણી વિષયો સાથે ધર્મને કે સંસાર સુધારાને સંબંધ નથી એ વિચાર અયોગ્ય છે. ધાર્મિક વૃત્તિથી રાજ્યપ્રકરણી વિષયનું છેવટ આપણે એક પ્રકારે લાવી શકશું. ધર્મવૃત્તિને છોડીને આવેલું પરિણામ બીજા પ્રકારનું હશે. X ધર્મમાં કોઇપણ અંશે અસત્ય ન હોય, કઠોરતા ન હોય, હિંસા ન હોય. ધર્મનું માપ પ્રેમથી, દયાથી, સત્યથી થાય છે. તેના ત્યાગથી મળેલું સ્વર્ગ પણ નિંદ્ય છે. સત્યનો ત્યાગ કરવાથી હિંદુસ્તાનને સ્વરાજ મળતું હોય તો તે નકામું છે. તેમાં છેવટે પ્રજાનો નાશ જ છે x શાંતિના પ્રયોગથી તો આપણે દુર્બળને પણ બતાવીયે છીએ કે તેના શરીરમાં જે આત્મા છે તેનું બળ ચક્રવર્તીના આત્મા જેટલું જ તે ધારે તો બતાવી શકે છે. x આપણે તો શાન્તિને દુર્બળનું જ શસ્ત્ર ગણી એ શસ્ત્રની કિંમતને પારખતા નથી ને તેને લજવીયે છીયે. એ તો મહોરને કોઈ અધેલી ગણી વાપરી નાખે એવી મૂર્ખાઇ થઇ. શાન્તિ એ બલિષ્ઠનું શસ્ત્ર છે ને તેના હાથમાં જ તે શોભે છે. શાન્તિ એટલે ક્ષમા અને એ વીરનું ભૂષણ છે.’ ૧૦૮૯. (૨) સામ્યવાદ–ઐતિહાસિક દૃષ્ટિથી અવલોકન કરીશું તો ભગવાન મહાવીરે સામ્યવાદના સિદ્ધાંત પર વર્ણબંધનનો છેદ ઉડાડી મૂક્યો અને ત્યાગના દૃષ્ટિબિંદુ ઉપર પોતાના શાસનની વ્યવસ્થા કરી ‘સંઘ’ ની સ્થાપના કરી; તેથી જૈનો બૌદ્ધો અને બીજા આજીવક જેવા શ્રમણપંથોની પેઠે વર્ણવ્યવસ્થામાં નથી માનતા; એટલે એમને વર્ણોના નામ સામે કે વિભાગ સામે વાંધો નથી, પણ એ વર્ણવિભાગને તેઓ વ્યાવહારિક કે આધ્યાત્મિક વિકાસમાં બંધનરૂપ માનવાને ના પાડે છે. બ્રાહ્મણ સંપ્રદાય વર્ણવિભાગમાં ખેંચાયલો અને બંધાયલો છે. એમાં જ્યારે વર્ણવિભાગે વ્યાવહારિક અને આધ્યાત્મિક વિકાસ સાધવામાં બંધન ઉભું કર્યું અને આર્ય માનવોના માનસિક વિકાસમાં આડ ઉભી કરી ત્યારે ભગવાન મહાવીરે એ આડ ફેંકી દેવા અને સામ્યવાદ સ્થાપવા બુદ્ધના જેટલો જ પ્રયત્ન કર્યો. તેમના અનુયાયી વર્ણબંધન તોડતા કે શિથિલ કરતા ગયા છતાં પોતાના પૂર્વજોના અને પોતાના જમાનાના બ્રાહ્મણપંથી પડોશીઓના કડક વર્ણબંધનોના સંસ્કારોથી છેક જ અલિપ્ત રહી ન શકયા; એટલે વળી બ્રાહ્મણપંથે જ્યારે જોર પકડ્યું, ત્યારે ત્યારે જૈનો એ વર્ણબંધનના સંસ્કારોથી કાંઈક રીતે અને કાંઈક લેપાયા. એક બાજુ જૈનોએ બ્રાહ્મણપંથપર વર્ણબંધન ઢીલા કરવાની અસર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy