SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ દુરાગ્રહ અને મિથ્યાગ્રહ મટી આખી હિન્દુ પ્રજા એકરસ જીવન-હાલ ઘણી રીતે એ એકરસ છે, પણ સર્વથા એકરસ-જીવન અનુભવશે, અને પાંજરાપોળ વગેરે કેટલીક સંસ્થાઓ જે અત્યારે જૈનોને ઘણે ભાગે એક હાથે ચલાવવી પડે છે તે ચલાવવામાં સમસ્ત હિન્દુ પ્રજા ટેકો દેશે.” ૧૦૮૭. (આમ કહી અહિંસાધર્મની ઐતિહાસિક દૃષ્ટિએ વેદના બ્રાહ્મણ, ઉપનિષદ, મહાભારત, ભાગવત સુધીનાં અનુક્રમે પ્રમાણો લઈ આચાર્ય આનંદશંકર કહે છે કે:-) “વેદવિહીત-યજ્ઞીય હિંસાને તોડી ઔપનિષદ, ભાગવત અને પંચયજ્ઞાનુષ્ઠાનના ધર્મે અહિંસા ધર્મને વિસ્તાર્યો પણ આ અહિંસાના માર્ગમાં વ્હેતું સૌથી મોટામાં મોટું વ્હેણ મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ પ્રવર્તાવેલા ઉપદેશ રૂપી છે. ગૌતમ બુદ્ધ હિંસા કરતાં પણ વિશાળ અનર્થરૂપ જે વાસના યા અહંબુદ્ધિ (‘આત્મવાદ')જેમાંથી સ્વર્ગની લાલસા અને સ્વર્ગાર્થે યજ્ઞ ઉત્પન્ન થાય છે તે ઉપર-મૂળમાં જ કુહાડો માર્યો અને પ્રાચીન ઔપનિષદનો વૈરાગ્ય ધર્મ ચારે વર્ણમાં વિસ્તાર્યો; આમ “આત્મવાદ' અને વાસના સાથે હિંસા પણ કાઢી. ભ. મહાવીર સ્વામીએ સંસાર અને કર્મનાં બધૂન તોડવા માટે તપનો મહિમા કહ્યો; પણ એમના આખા ધર્મને મોખરે-પંચવ્રતમાં મુખ્ય વ્રત-અહિંસાને મૂકી. આ વ્રતનો સ્વીકાર એમના પહેલાંથી ચાલતો આવ્યો હતો, પણ એમણે એનો એવો સમર્થ ઉપદેશ કર્યો કે ઔપનિષદ અને ભાગવત ધર્મની બહાર-મનુસ્મૃતિમાં વર્ણવી છે. તેવી જે વૈધીભાવની સ્થિતિ પ્રવર્તતી હતી. તેમાંથી દેશના મહોટા ભાગને તાર્યો; હજારો સ્ત્રી-પુરુષોએ ‘હિંસા પરમો ધર્મ:' એ સિદ્ધાન્તને જીવનનો મહામત્ર કર્યો, અને આજ હિન્દુસ્થાન અહિંસા ધર્મના આચાર વડે જ પૃથ્વીના સર્વ દેશોથી જે જાદો અંકાઈ આવે છે એ મહિમા ઘણે ભાગે મહાવીર સ્વામીનો છે. x x આ અવલોકનનો હેતુ અહિંસા પરત્વે આપણા દેશની ખરી ઐતિહાસિક સ્થિતિ વર્ણવવાનો છે. એ સ્થિતિ બહુધા અહિંસાપ્રધાન છેઅને એને પરિણામે બંગાલ, પંજાબ, કાશ્મીર અને સિન્ધ બાદ કરતાં હિન્દુસ્થાનના હોટા ભાગેખાસ કરી એના દ્વિજવર્ણ (બ્રાહ્મણ વણિકાદિએ)-હિંસા ત્યજી દીધી છે. એ સ્થિતિ સાધવામાં ઔપનિષદ અને ભાગવત ધર્મ તેમજ પંચ મહાયજ્ઞના અનુષ્ઠાન રૂપ સ્માર્ત ધર્મ (બ્રાહ્મણ કાળથી ચાલતો આવેલો)એઓએ ઘણો ભાગ લીધો છે; અને એ જ દિશામાં સૌથી માનવંતુ કાર્ય જૈન ધર્મ કર્યું છે. એ ધર્મ અહિંસાને આપેલું પ્રાધાન્ય સુપ્રસિદ્ધ છે એટલે જૈન ગ્રંથોમાંથી હું એ સંબંધી વચન ટાંકીને તમારો વખત લેવા માગતો નથી. આ અહિંસા ધર્મનો આપણા દેશનો ઇતિહાસ આપવામાં મારો મુખ્ય હેતુ કેવળ વ્યાવહારિક જ છે, અને તે એ સૂચવવાનો કે એ ધર્મ બ્રાહ્મણ અને જૈન બંનેનો છે-જૈનોએ એ સંપૂર્ણ જીવનમાં ઉતાર્યો છે, તો બ્રાહ્મણોએ એને ધર્મભાવના તરીકે માન્ય કર્યો છે, જોકે તેઓ એને સંપૂર્ણ અમલમાં લાવી શકયા નથી. તો હવે બ્રાહ્મણોની ફરજ છે કે તેઓએ જૈનો સાથે મળી એ ધર્મનો જીવનમાં સંપૂર્ણ સ્વીકાર કરવો જોઈએ (બીજી જીવદયા કૉન્ફરન્સના પ્રમુખ તરીકે “અહિંસા ધર્મ' પર ભાષણ કાર્તિક સં. ૧૯૭૪નું ‘વસંત'.) ૧૦૮૮. જૈનોની અહિંસા નિરપવાદ કાયદા જેવી છે. મહાપુરુષ ગાંધીજી કહે છે કે - અહિંસાનો અપવાદ વિનાનો કાયદો શોધનારા ઋષિમુનિઓ પોતે મહાન યોદ્ધા હતા. જ્યારે તેમણે આયુધબળની તુચ્છતાને જોઈ લીધી, મનુષ્ય-સ્વભાવનો સાક્ષાત્કાર કર્યો ત્યારે તેઓ હિંસામય જગતમાં અહિંસાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy