SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૦૮૨ થી ૧૦૮૬ ઐતિહાસિક દૃષ્ટ ૪૯૫ જ્યાં સુધી દયા અથવા અહિંસાની ભાવના ન હોય ત્યાં સુધી સંયમમાં પ્રવૃત્તિ નથી થતી; જ્યાં સુધી સંયમમાં પ્રવૃત્તિ ન હોય ત્યાં સુધી ત્યાગ થઇ શકતો નથી, જ્યાં સુધી ત્યાગ ન હોય ત્યાં સુધી સમાધિ થઈ શકતી નથી. આમ પૂર્વ પૂર્વના ધર્મ ઉત્તરોત્તર ધર્મનાં નિમિત્ત કારણ છે. તે માટે ધર્મમાં દયાને પહેલું સ્થાન છે. તેથી ‘ધર્મસ્ય મૂલં ત્યા’ ‘અહિંસા પરમો ધર્મ:' આદિ વાક્યો દ્વારા દયાને ધર્મનું મૂલ, અહિંસાને ૫૨મ ધર્મ’ કહેલ છે. અહિંસા ૫૨મ ધર્મ છે એટલું જ નહિ, પણ તે પરમબ્રહ્મ છે એમ શ્રી સમન્તભદ્રે બૃહત્સ્વયંભૂ સ્તોત્રમાં નૈમિજિન સ્તવનમાં પ્રકટ કર્યું છે :- अहिंसा भूतानां નતિ વિવિત બ્રહ્મ પરમં । આ પરથી જે પરમબ્રહ્મની આરાધના કરવા ઇચ્છે છે. તેણે અહિંસાની ઉપાસના કરવી જોઇએ, રાગ દ્વેષની નિવૃત્તિ, દયા, પરોપકાર અથવા લોકસેવાનાં કામોમાં મંડી પડવું જોઇએ. મનુષ્યમાં જ્યાં સુધી હિંસક વૃત્તિ રહે છે ત્યાં સુધી આત્મગુણોનો ઘાત થવાની સાથે પાપા: સર્વત્ર શંતિા: પાપી સર્વત્ર શંકિત હોય છે એ નીતિ અનુસાર તેનામાં ભયની યા પ્રતિહિંસાની આશંકાનો સદ્ભાવ રહ્યાં કરે છે. જ્યાં ભયનો સદ્ભાવ, ત્યાં વીરત્વ ન હોય, જ્યાં વીરત્વ નથી ત્યાં સમ્યક્ત્વ નથી, અને જ્યાં વીરત્વ નથી તેમજ સમ્યક્ત્વ નથી ત્યાં આત્મોદ્ધાર લેશમાત્ર થતો નથી. બીજા શબ્દોમાં કહીએ તો ભયમાં સંકોચ રહે છે, અને સંકોચ વિકાસને રોકે છે. તેથી આત્મોદ્ધાર કે આત્મવિકાસને માટે અહિંસાની ઘણી જ જરૂર છે અને તે વીરતાનું ચિન્હ છે, કાયરતાનું નહિ. કાયરતાનો આધાર પ્રાયઃ ભય પર છે, તેથી કાયર મનુષ્ય અહિંસા ધર્મનો પાત્ર નથી. તેનામાં અહિંસા સ્થિર રહી શકતી નથી અને વીરોને જ માટે અહિંસા છે, અને તેથી ભ૦ મહાવી૨ના ધર્મમાં તેને પ્રધાન સ્થાન પ્રાપ્ત થયું છે. જે લોક અહિંસા ઉપર કાયરતાનું કલંક ચઢાવે છે તેઓ ખરી રીતે અહિંસાનું રહસ્ય સમજ્યા નથી. તેઓ પોતાની નિર્બલતા અને આત્મવિસ્મૃતિનાં કારણ એવા કષાયોથી વશ થઇ કાયરતાને વીરતા અને આત્માના ક્રોધાદિ રૂપ પતનને તેના ઉત્થાન સમજી બેઠા છે.૫૫૯ ૧૦૮૬. દરેક વસ્તુનો વિચાર કરતાં તેના ઇતિહાસમાં ઉતરતાં તે સંબંધી ભારે પ્રકાશ પડે છે અને તે દ્વારા સત્ય નિર્ધાર પર આવી શકાય છે. આવી ઇતિહાસ-દૃષ્ટિ' ખાસ કેળવવાની છે. દા૦ ત∞ અહિંસાનો જ સિદ્ધાંત લઇએ. શોકની વાત છે, પણ તે આશ્ચર્યની વાત નથી કે ‘સર્વભૂતાનુકમ્પા’ એ મનુષ્યનો અસાધારણ ધર્મ-મનુષ્યનો મનુષ્યત્વમાંથી ઉત્પન્ન થતો ધર્મ-હોવા છતાં, મનુષ્ય એના આદિકાળથી એ ધર્મનું દર્શન પામી શક્યો નથી. મનુષ્ય જેમ જેમ સુધારાની ઊંચી ભૂમિકાએ ચઢતો જાય છે. તેમ તેમ એ પોતાના અન્તરનાં પડ ઉકેલતો જાય છે, અને પોતાનું મનુષ્યત્વ વધારે ને વધારે અનુભવતો જાય છે-civilisation (જનસંસ્કૃતિ) નો વિકાસ એ psychology-(માનસદૃષ્ટિ)ના વિકાસની સાથે સાથે જ ચાલે છે. સુધારાના આદિયુગમાં સર્વ પ્રજામાં માંસાહાર અને માંસ વડે દેવારાધન થતાં એ સુપ્રસિદ્ધ છે. આપણા દેશમાં આ વિષયમાં પૂર્વે શી સ્થિતિ હતી અને એમાંથી વર્તમાન સ્થિતિ શી રીતે નિષ્પન્ન થઇ એ જાણવા જેવું છે. એ યથાર્થ રીતે જાણવા-સમજવાથી બ્રાહ્મણો અને જૈનો વચ્ચે કહેવાતો મતભેદ અને આચારભેદ યર્થાથ સ્વરૂપે સમજવામાં આવશે, અને ૫૫૯. ‘વીરશાસનકી વિશેષતા' એ નામનો પં. જીગલિકશોરજીનો લેખ ‘આત્માનંત્’ જાન્યુ. ફેબ્રુ૦ ૧૯૩૧ પૃ. ૨૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy