SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૪. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૧૦૮૨. “પ્રાચીનકાળથી ચાલ્યા આવતા ધર્મ તરફ જોવાની અનેક દૃષ્ટિઓ હોય છે. આજના જમાનામાં ઐતિહાસિક દૃષ્ટિ પ્રધાનપદ ભોગવે છે. તે પ્રમાણે અમુક ધર્મ કયારે પ્રચારમાં આવ્યો, કેવા સંજોગોમાં પ્રચારમાં આવ્યો, તે કેવા સ્વરૂપમાં આગળ ચાલ્યો, તેમાં કેવા કેવા ફેરફારો કયા કયા કારણોથી થયા ઇત્યાદિ બાબતોનો વિચાર કરવામાં આવે છે, પણ એ સાથે એ પણ કબૂલ કરવું જોઇએ કે ધર્મને જોવાની આ ધાર્મિક દૃષ્ટિ નથી. ધાર્મિક દૃષ્ટિમાં આદરની મર્યાદાથી વિચાર કરવામાં આવે છે; જ્યારે ઐતિહાસિક દૃષ્ટિ આદર અનાદરને બાજુ રાખી વસ્તુસ્થિતિ તપાસવા ઇચ્છે છે.” (બંને દૃષ્ટિઓ જરૂરની છે અને તે બંનેનું મિશ્રણ થાય એટલે ઇતિહાસને આદરની મર્યાદા અપાય તો વધારે યોગ્ય, અને સુંદર પરિણામ લાવી શકાય.) ૧૦૮૩. “ભગવાન મહાવીરે સંસારમાં સુખ અને શાન્તિને સ્થિર કરવા અને જનતાના વિકાસ સિદ્ધ કરવા માટે ચાર મહાસિદ્ધાંતોની ચાર મહાસત્યોની ઘોષણા કરી છે : (૧) અહિંસાવાદ (૨) સામ્યવાદ (૩) અનેકાન્તવાદ (સ્યાદ્વાદ) અને (૪) કર્મવાદ; અને આ ચાર દ્વારા જનતાને નીચેની બાબતોની શિક્ષા આપી છે: (૧) નિર્ભય-નિર્વેર રહી પોતે જીવવું અને બીજાને જીવવા દેવું. (૨) રાગ-દ્વેષ-અહંકાર તથા અન્યાય પર વિજય મેળવવો અને અનુચિત ભેદભાવને તજવો. (૩) સર્વતોમુખી વિશાલ દૃષ્ટિ પ્રાપ્ત કરીને અથવા નય પ્રમાણનો આશ્રય લઈ સત્યનો નિર્ણય અને વિરોધનો પરિહાર કરવો. (૪) પોતાનું ઉત્થાન અને પતન પોતાના હાથમાં છે એમ સમજતા થઇને સ્વાવલંબી બની પોતાનું હિત અને ઉત્કર્ષ સાધવા તથા બીજાનું હિત સાધવામાં સહાય કરવી. ૧૦૮૪. “આ સાથે જ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્ર-એ ત્રણેના સમુચ્ચયને, મોક્ષની પ્રાપ્તિનો એક ઉપાય અથવા માર્ગ બતાવ્યો છે. આ સર્વે સિદ્ધાન્ત એટલા ઉંડા, વિશાલ અને મહાન છે અને તેની વિસ્તૃત વ્યાખ્યાઓ તથા ગંભીર વિવેચનાઓથી એટલા બધા જૈન ગ્રંથો ભરેલા છે કે તેનાં સ્વરૂપાદિ સંબંધે મોટા નિબંધો લખાવાની જરૂર છે. અહીં તો આગળ જતાં આ સંબંધી ટુંકમાં જ કહેવામાં આવશે. સ્વામી સમન્તભ યુકત્યનુશાસનમાં જિનમતની અદ્વિતીયતા-વિશેષતા નીચેના શ્લોકમાં ગાઈ છે दया-दम-त्याग-समाधिनिष्ठं नयप्रमाण प्रकृतांजसार्थम् । अधृष्यमन्यैरखिलैः प्रवादै र्जिन ! त्वदीयं मतमद्वितीयम् ॥ -એટલે જિનશાસન નય-પ્રમાણ દ્વારા વસ્તુતત્ત્વને તદન સ્પષ્ટ કરનારૂં, સંપૂર્ણ પ્રવાદીઓ દ્વારા અબાધ્ય હોવા સાથે દયા (અહિંસા), દમ (સંયમ), ત્યાગ અને સમાધિ (પ્રશસ્ત ધ્યાન) એ ચારથી ભરેલું છે તેથી-આ વિશેષતાઓથી તે અદ્વિતીય છે. ૧૦૮૫. (૧) અહિંસાવાદ-ઉક્ત શ્લોકમાં ‘દયા’ને પ્રથમ સ્થાન આપ્યું છે તે યોગ્ય જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy