SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૦૭૯ થી ૧૦૮૧ હર્મન યાકોબી વ. વિદ્વાનો ૪૯૩ ભવ પ્રપંચા કથા' તથા હરિભદ્રસૂરિરચિત પ્રાકૃત સમરાઇચ્ચ કહા (કે જેના સંક્ષેપરૂપે પ્રદ્યુમ્ન સૂરિએ સંસ્કૃતમાં રચેલા સમરાદિત્યસંક્ષેપને ૧૯૦૬માં તેમણે સંશોધી પ્રકટ કરાવ્યો હતો) સંશોધિત કરી પૂર્ણ કરી, અને ‘જૈનધર્મ પ્રસારક સભા' દ્વારા પ્રસિદ્ધ થતી ગ્રંથમાળામાં વિમલસૂરિએ પ્રાકૃતમાં રચેલા ‘પઉરિયમ્’ની આવૃત્તિ સંશોધિત કરી પ્રકટ કરાવી. (જૈનશાસન ૧૦-૧૨-૧૯૧૩ નો અંક), ને ૧૯૧૩ના ડિસેંબરમાં હિંદમાં આવ્યા. કલકત્તાની યુનિવર્સિટીમાં અલંકારશાસ્ત્ર પર વ્યાખ્યાનમાળા આપી. તે વખતના પ્રવાસ વખતે હિંદમાં જૈનધર્મ વિષે આપેલ વ્યાખ્યાનો જૈન શ્વે. કૉ. હેરેલ્ડમાં મેં પ્રકટ કરેલાં છે. પછી જર્મની ગયા. મહાયુદ્ધ થયું, જર્મનીની સ્થિતિ આખરે વિપરીત થઇ, છતાં આ વિદ્વાને અંખડ સાહિત્યસેવા ચાલુ રાખી. અપભ્રંશ કાવ્યો નામે પંચમી કહા અને હરિભદ્રસૂરિષ્કૃત નેમિનાથચરિયને સંશોધિત કરી ટિપ્પણ સહિત પ્રકટ કર્યા. હજા તે વયોવૃદ્ધ વિદ્વાન્ વિદ્યમાન છે અને બને તેટલો અભ્યાસ ચાલુ રાખી નિવૃત્તિ-નિવાસ આનંદથી ભોગવે છે. આ વિદ્વાને જૈન ધર્મના ઇતિહાસને છણીને વૈદિક-બ્રાહ્મણધર્મ તેમજ બૌદ્ધ ધર્મ સાથે તુલના કરીને જૈન ધર્મ સંબંધી જે ભ્રમણાઓ હતી તે આકાટ્ય પ્રમાણો આપી દૂર કરી છે તે માટે આખો જૈનસમાજ તેમનો અત્યંત ઋણી છે. ૧૦૮૦. આ સર્વ વિદેશી પંડિતોએ જૈનધર્મ અને સાહિત્ય માટે જે કંઇ કર્યું છે તેનો ખ્યાલ તેમનાં લખાણો અંગ્રેજી ભાષામાં પ્રાપ્ત થતાં આવી શક્યા છે. અંગ્રેજીમાં સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ જેવા અનેક ઇતિહાસ પ્રકટ થયા છે; અંગ્રેજી શિક્ષણને લઇને આવો ઇતિહાસ આ સ્વરૂપે આલેખવાની આ લેખકને પ્રેરણા મળી છે અને તે પ્રેરણાને પ્રતાપે સમગ્ર કાલપર દૃષ્ટિ ફેંકી સર્વ સામગ્રી એકઠી કરી કાલાનુક્રમે તેને યથાસ્થિત યથામતિ બન્યો તેટલો અને તેવો ગોઠવી પ્રજા સમક્ષ તે ધરી શકાયો છે. ૧૦૮૧. ઇતિહાસ રચવા જતાં ઇતિહાસકારને સ્વાભાવિક કલ્પના એ સૂઝે કે પ્રાચીન ગ્રંથ લેવા, એને કાલક્રમમાં ગોઠવવા અને એ ગ્રંથોના પૌર્વાપર્ય પ્રમાણે એમાં વર્ણવેલી વસ્તુસ્થિતિનું પૌર્વાપર્ય માનવું. આ પ્રમાણે આ પુસ્તકમાં કાલક્રમે ગ્રંથોને ગોઠવેલ છે; અને તે ઉ૫૨થી વસ્તુસ્થિતિના પૌર્વાપર્ય માનવામાં સગવડ મળે છે, છતાં એ યાદ રાખવાનું કે કેટલીક વખત પ્રાચીન ભારતના ઇતિહાસકારને આ સરલ માર્ગ પણ ખોટાં અનુમાન ઉપર પણ ઉતારે. એ ઇતિહાસકારની મોટી વિષમતા એ છે કેકેટલીક વાર પાછળના ગ્રંથોમાં વર્ણવેલી સ્થિતિ પૂર્વના ગ્રંથો કરતાં પણ પૂર્વ તર હોય છે, અમુક ગ્રંથમાં સ્વસમયનું ચિત્ર પણ કેટલીક વાર હોતું નથી, અમુક રિવાજ બંધ થઈ ગયા છતાં પણ પુસ્તકમાં રહે છે, એક જ ગ્રંથમાં એક બીજાથી ઉલટાં પ્રતિપાદનો પણ જોવામાં આવે છે. આ વિષમતા નીપજવાનાં ઘણાં કારણો છે ઃ હિન્દુસ્થાન મોટો દેશ હોઈ એમાં ઉંચી નીચી ભૂમિકાનો સુધારો એકી વખતે જુદા જુદા ભાગમાં પ્રવર્તો છે. દા૦ ત૦ આર્ય અને અનાર્ય બંને લોકોને એક જનતામાં સંગ્રહવાની જરૂર પડતાં, એક જ સ્મૃતિ ગ્રંથમાં બંનેના રીત રિવાજો સંગ્રહવા પડ્યા છે. આટલી મુશીબત છતાં, ઇતિહાસકાર શાન્તિથી, ધીરજથી, વિશાળ અવલોકનથી, અને નિષ્પક્ષપાત-સઐકનિષ્ઠદૃષ્ટિથી નિર્ણય ઉપર આવવા યત્ન કરે તો તે યત્ન થોડો ઘણો પણ સફળ થાય એવો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy