SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ પ્રવેશતે પ્રવેશતે, પ્રાચીનથી અનુક્રમે જે જે પગથિયે થઈને એ ધર્મ અર્વાચીનમાં ઉતરી આવ્યો તે સૌ પગથિયાંનાં દર્શન થશે અને એ ધર્મના દૂરના પ્રવાહમૂળથી તે આજસુધીના જીવન ઉપર દૃષ્ટિ નાખી શકાશે.” (ગ્લાસ્નાપના જૈન ધર્મમાંથી પ્ર0 જૈન ધ૦ પ્ર૦ સભા.) ૧૦૭૯. હર્મન યાકોબી-ની જે સેવા છે તે જૈનો ભૂલી શકે તેમ નથી, તેથી તેમનું ટુંક જીવન અત્ર કહીએ:-જર્મનીના કૉલોનમાં જન્મ ૧૬-૨-૧૮૫૦. બર્લિન એ બૉનના વિદ્યાપીઠોમાં ૧૮૬૮ થી ૭૨ સુધીમાં સંસ્કૃત અને તુલનાત્મક ભાષાશાસ્ત્રનો વેબર અને ગોલ્ડમસ્ટર જેવા પ્રોફેસરો નીચે અભ્યાસ કર્યો. ૧૮૭૨ માં ભારતીય જ્યોતિષશાસ્ત્ર સંબંધી નિબંધ લખી “ૉક્ટર ઑફ ફિલોસોફી'ની ડીગ્રી મેળવી. લંડનમાં બ્રિટિશ મ્યુઝિયમ તથા ઇડિયા ઓફિસમાંના હસ્તલિખિત પ્રતોના સંગ્રહની મદદથી પ્રાચીન શોધખોળમાં એક વર્ષ ગાળ્યું. ૧૮૭૪ માં હિંદમાં આવ્યા; ને રજપૂતાનાની અંદર પ્રવાસ કરતી વખતે જેસલમેરના પ્રખ્યાત જૈન ભંડારના શોધખોળના કાર્યમાં ડૉ. બુલરને મદદ કરી. તે વિદ્વાન દ્વારા જૈનધર્મ અને સાહિત્ય વિષે વિશેષજ્ઞ થયા. તે વખતે યુરોપિયન સંસ્કૃત સ્કોલરોને તેનું જ્ઞાન ઘણું અપૂર્ણ હતું. તેમને તેના અભ્યાસની તક મળી તેથી તેમણે તે સાહિત્યની સંપૂર્ણ શોધ કરવા માટે નિશ્ચય કર્યો. બોન પાછા ફર્યા પછી ૧૮૭૫માં ત્યાં “પ્રાઇવેટ ડોસેટ' તરીકે એક વર્ષ કામ કરી મશ્કરની પાઠશાળામાં સંસ્કૃત અને તુલનાત્મક ભાષાશાસ્ત્રના અસામાન્ય પ્રોફે) ની પદવી પર ચઢ્યા. ૧૮૮૫માં કીલમાં સંસ્કૃતના સામાન્ય પ્રોફે), અને ૧૮૭૯માં બૉનમાં પણ તેના પ્રોફે૦ થયા. જૈનધર્મનો અભ્યાસ શરૂ કર્યો. તે પહેલાં કલ્પસૂત્રની રોમન લિપિમાં સંશોધિત મૂલની આવૃત્તિ તૈયાર કરી. તેની પ્રસ્તાવનામાં તેમણે સિદ્ધ કર્યું કે તે વખતે સામાન્ય રીતે મનાતું તેમ જૈનધર્મ તે બૌદ્ધધર્મની શાખા નથી. પણ એક સ્વતંત્ર ધર્મ છે અને શ્રી મહાવીર શ્રી બુદ્ધના સમકાલીન હતા. તે ૧૮૭૯માં પ્રકટ થતાં તે હકીકત સામે સ્કૉલરોએ થોડો વિરોધ પ્રકટ કર્યો. પણ અંતે તેમાં બતાવેલ અભિપ્રાયો સામાન્ય રીતે સર્વત્ર સ્વીકારાયા. પછી “બિબ્લિઓથેકા ઇંડિકા'માં શ્રી હેમચંદ્ર કૃત પરિશિષ્ટ પર્વ પ્રકટ કર્યું અને ધ સેક્રેડ બુકસ ઑફ ધ ઈસ્ટ'માં વૉલ્યુમ ૨૨ માં આચારાંગ અને કલ્પસૂત્રના અને દશ વર્ષે વો. ૪૫ માં ઉત્તરાધ્યયન અને સૂત્રકૃતાંગનાં અંગ્રેજી અનુવાદ પ્રકટ કર્યા. આ બે વૉલ્યુમની વિદ્વત્તાભરી પ્રસ્તાવનામાં જૈનધર્મના ઇતિહાસના સામાન્ય પ્રશ્નો ચર્ચા. જૈનધર્મ ઉપરાંત ભારતીય ભાષાશાસ્ત્રની વિવિધ શાખાઓમાં છંદ શાસ્ત્ર, ફિલસૂફી, સાલવારી બનાવનો સંગ્રહકાલક્રમનો ઇતિહાસ, હિંદી પંચાંગ, વીરરસ કાવ્ય, અલંકાર આદિમાં અભ્યાસપ્રવૃત્તિ કરી. જર્મન વિદ્યાર્થીઓ માટે ૧૮૮૬માં એક પ્રાકૃત માર્ગોપદેશિકાની રચના કરી અને ઇંડિયન ઍન્ટિકવરી અને “એપિગ્રાફિઆ ઈડિકા'માં હિંદુ તિથિઓનાં કોષ્ટકોનું પ્રકાશન કર્યું, રામાયણ અને મહાભારતનું પૃથક્કરણ ૧૮૯૩ અને ૧૯૦૩માં કર્યું, ધ્વન્યાલોક અને રૂકના અલંકાર-સર્વસ્વ વગેરે વગેરેના અનુવાદ કર્યા. સન ૧૮૯૩માં તેમણે યુરોપીય સ્કોલરો જ્યાં સુધી માનતા હતા તે કરતાં પણ વધારે પ્રાચીન વૈદિક સંસ્કારિતા છે તેવું સિદ્ધ કરનારી મજબૂત દલીલો નામાંકિત વિદ્વાન-લોકમાન્ય તિલકથી સ્વતંત્ર રીતે શોધી કાઢી. નિશ્ચિત પરિણામ વગરની લાંબી ચર્ચા ચાલી. પરંતુ વૈદિક સંસ્કૃતિના ઉદયની વધુ પ્રાચીનતા સ્વીકારવામાં સામાન્ય મત બંધાયો. ‘બિબ્લિઓથેકા ઇંડિકા'માં સિદ્ધર્ષિક્ત “ઉપમિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy