SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૦૭૩ થી ૧૦૭૮ વિદેશી વિદ્વાનો ૪૯૧ ૧૦૭૬. શરૂઆતથીજ સંશોધકોએ સાહિત્યો એકઠાં કરવામાં અને તેનો ઉપયોગ કરવામાં માત્ર સંતોષ માન્યો નહિ, પણ જૈન ધર્મના ઐતિહાસિક સ્થાનનો નિર્ણય કરવાના પ્રયત્નો કર્યા. એ વિષે પ્રથમ કરેલા નિર્ણય માત્ર કલ્પનાજનિત અને ભૂલ ભરેલા હતા અને એ રીતે, રોમનદેવ જનુસ (Janus) અથવા તો યાહુદી પુરાણ પ્રસિદ્ધ મિસરી જાદુગર જન્નસ (Jannes) ના નામ સાથે જૈન શબ્દને સંયોજવાની કલ્પના થઇ; મહા પ્રખ્યાત જૈન તીર્થ પાલીતાણાના નામને પેલેસ્ટાઈન નામ સાથે સંબંધ છે એવી પણ કલ્પના થઈ, અને એવી એવી વિચિત્ર અનેક કલ્પનાઓ થઈ. વળી એ પંડિતોએ જૈન અને બૌદ્ધ ધર્મનો સંબંધ કંઇક વધારે સંભવનીય દેખાવાથી અરસ્પરસ જોડવાના પ્રયત્ન કર્યા. આ દિશામાં કંઈક પ્રબળ પ્રયત્નો પણ થયા. (કોલબ્રૂક જેવા) કેટલાકે એમ માન્યું કે બૌદ્ધ ધર્મનો જન્મ જૈન ધર્મમાંથી થયો છે, અને ત્યારે વિલ્સન, લાસન અને વેબર જેવા અનેકે એમ માન્યું કે બૌદ્ધ ધર્મમાંથી જૈન ધર્મનો જન્મ થયો છે. પણ અંતે સન ૧૮૭૯માં યાકોબીએ બતાવી આપ્યું કે ‘આ છેવટની કલ્પના તો માત્ર નિરર્થક દેખાવ ઉપરથી અને આકસ્મિક સમાનતા ઉપરથી જ કરી લેવામાં આવી છે.' યાકોબીએ નિશ્ચિત સાબિત કરી દીધું છે કે જૈન અને બૌદ્ધ એ બે એક બીજાથી સંપૂર્ણ રીતે સ્વતંત્ર ધર્મસંઘ છે અને મહાવીર તથા ગૌતમબુદ્ધ એ બે સમકાલિન ભિન્ન મહાપુરુષો હતા.' ૧૦૭૭. અનેક પંડિતોના સમર્થ પ્રયત્નને પરિણામે જૈનધર્મનાં ઇતિહાસ અને પુસ્તકો વિષેનું જ્ઞાન તો ખૂબ વિસ્તાર પામ્યું, પણ છતાંયે એ ધર્મના હૃદય-તેના સિદ્ધાન્તો-સંબંધનું જ્ઞાન તેના શુદ્ધ સ્વરૂપમાં ઘણા વખત સુધી યુરોપમાં પ્રકટ થયું નહિ. આનું મુખ્ય કારણ એ કે ઘણા ખરા સંશોધકોનો ઝોક તત્ત્વજ્ઞાન અને સંસ્કૃતિ તરફ કરતાં પુરાતત્ત્વ અને ભાષાતત્ત્વ પ્રત્યે વધારે હતો, અને વળી વધારે સબળ કારણ એ કે શરૂઆતના સંશોધકોએ જૈન ધર્મના સિદ્ધાન્તોનું જ્ઞાન પ્રતિસ્પર્ધી બ્રાહ્મણ ધર્મનાં પુસ્તકોમાંથી કંઈક અંશે અને જૈન ધર્મના ગ્રન્થોમાંથી કંઇક અંશે પ્રાપ્ત કરવાના પ્રયત્ન કર્યા; પણ બ્રાહ્મણ ગ્રંથોમાં અસ્પષ્ટ અને જૈન ગ્રંથોમાં અવ્યવસ્થિત હકીકતો હોવાથી એ પ્રયત્નો સફળ નિવડેલા નહિ. તથાપિ સન ૧૯૦૬ માં આ અનિશ્ચિત સ્થિતિનો અંત આવ્યો. એ વર્ષમાં યાકોબીએ પછીના કાળના જૈન સિદ્ધાંતના વ્યવસ્થિત ગ્રંથનો-ઉમાસ્વાતિજીના તત્ત્વાર્થાધિગમ સૂત્રનો-અનુવાદ કર્યો અને નિશ્ચિત જ્ઞાનક્ષેત્રમાં એક પગલું આગળ ભર્યું. આ પુસ્તકે પ્રથમ જ વાર જૈન સિદ્ધાન્તોના સમગ્ર ક્ષેત્ર ઉપર સ્વચ્છ અને સંપૂર્ણ દૃષ્ટિ આપી અને ત્યાં સુધી અંધારામાં રહેલા ઘણા મહત્ત્વના પ્રદેશો વિષેના જ્ઞાનની ગાંઠ ખોલી આપી. યાકોબીના શિષ્યોએ પોતાના ગુરુને માર્ગે ચાલી અનેક દિશાઓમાં પ્રયાણ કર્યું છે, જેવા કે હાલમાં કિલ, ગ્લાસ્નાપ છે. તે ઉપરાંત શુમ્બિંગ, હર્ટલ, ગેરિનો આદિ બીજા અનેક સ્કૉલરો વિવિધ રીતે કાર્ય કરી રહ્યા છે. ભારતવર્ષમાં ભગવાનલાલ ઈંદ્રજી, ભાઉદાજી, ભાંડારકર, સતીશચંદ્ર વિદ્યાભૂષણ, ચિમનલાલ ડાહ્યાભાઇ દલાલ વગેરેએ જૈન ધર્મને સાહિત્ય સંબંધી શોધખોળ કરી સારો ફાળો આપ્યો. ૧૦૭૮. જૈન ધર્મના વર્તમાન સ્વરૂપને સંપૂર્ણ રીતે સમજવા અને વિશ્વાસપાત્ર રૂપે આંકવા માટે પૂર્વ અને પશ્ચિમ પોતાના શ્રમમાં સહકારે જોડાશે ત્યારે જ જાણ્યામાંથી ધીરે ધીરે અજાણ્યામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy