SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૮. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ બુદ્ધિથી પર નથી. બધાં શાસ્ત્રોનું તાત્પર્ય એ છે કે ઈશ્વરભક્તિ કરી જ્ઞાન મેળવવું અને તે વડે મોક્ષ મેળવવો. જે શાસ્ત્ર મદિરાપાન, માંસભક્ષણ, પાખંડ ઇત્યાદિ શીખવે તે શાસ્ત્ર ન કહેવાય. ૧૦૬૯. સર્વ પ્રવચનના સાર રૂપ સમ્યક્ત્વ-સમ્યગ્દર્શન મેળવી સંસારના દુઃખથી મોક્ષ મેળવવાનો છે એવી અગાઉ ગાથા કહી છે. બીજી રીતે કહીએ તો જ્ઞાન કે વિદ્યા તેજ કે જેનાથી મુક્તિ મળે- સા વિદ્યા યા વિમુક્તયે. મુક્તિ બે પ્રકારની છે. એક મુક્તિ દેશને પરાધીનતામાંથી છૂટો કરવાની છે. એ થોડા વખતને માટે હોય. બીજી મુક્તિ સદાને સારૂ છે. મોક્ષ કે જેને પરમધર્મ કહીયે તે મેળવવો હોય તો દુન્યવી મુક્તિ પણ હોવી જોઇએ જ. અનેક ભયમાં રહેલો માણસ નિરંતરનો મોક્ષ નથી પ્રાપ્ત કરી શકતો. નિરંતરનો મોક્ષ મેળવવો હોય, ૫૨મ પુરુષાર્થ પ્રાપ્ત કરવો હોય તો નજીકનો મોક્ષ પ્રાપ્ત કર્યે જ છુટકો છે. જે વિદ્યાથી આપણી મુક્તિ દૂર થાય છે તે વિદ્યા ત્યાજય છે, અધર્મ છે.’ ૧૦૭૦. ‘ગુરુ વિના જ્ઞાન ન હોય’ એ સુવર્ણ વાક્ય છે. પણ ગુરુ મળવા જ દોહેલા છે, ને સદ્ગુરુને અભાવે ગમે તેને ગુરુ કરી બેસીને આપણે સંસારસાગરની વચ્ચોવચ ડૂબવું યોગ્ય નહિ ગણાય. ગુરુ તે કે જે તારે. પોતે તરી ન જાણે તો બીજાને શું તારે ? એવા તારા આજકાલ હોય તો પણ તે એકાએક જોવામાં આવતા નથી.' (ગાંધીજી.) આચાર્ય આનન્દ્રશંકર વિશેષ સ્ફુટતાથી સમજાવે છે કે ‘આટલું ખરૂં છે કે ગુરુ દ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાન કદાચ વિશેષ પરિષ્કૃત અને બલવાહી હોવા સંભવ છે, કેમ કે મનુષ્ય-આત્મામાં એવું સામર્થ્ય રહેલું છે કે આત્મા આત્માની સમીપ આવતાં માત્ર મુખાકૃતિ, દૃષ્ટિ કે વાણીથી એ એવી વિલક્ષણ અસર ઉત્પન્ન કરી શકે છે કે જે સહસ્ર ગ્રન્થથી પણ થઇ શકતી નથી. પણ આ વાત અસાધારણ આત્મા પરત્વે જ ખરી છે. હાલના સમયમાં યોગ્ય ગુરુ મળવો કઠિન છે એમ શોકોદ્ગાર જો કે ઘણીવાર સાંભળવામાં આવે છે, છતાં આમ ખેદ દર્શાવનારા, પામર જનોમાંથી જ કેટલાક ગમે તેવા મિથ્યા સંન્યાસી યોગી કે શાસ્ત્રીને ગુરુ કરી માને છે. તથા એવા પુરુષો પાસે જ વેદાન્તનું અને અન્ય શાસ્ત્રનું રહસ્ય હોય છે એમ અન્ય શ્રદ્ધા રાખી વૃથા ભ્રાન્તિમાં ભમે છે. પણ ખરૂં જોતાં તો વર્તમાન સમયમાં આવા અલૌકિક પુરુષો મળવા અશક્ય છે એટલું જ નહિ, પણ ઇતિહાસમાં પણ આવા જનોનો આવિર્ભાવ વિરલકાળે અને વિરલ સ્થળે જ દૃષ્ટિગોચર થાય છે. ત્યારે આ જોતાં, આપણે હાલમાં નક્કી કરવાનો પ્રશ્ન એ રહે છે કે કેવળ સાધારણ વર્ગના પુરુષ પાસેથી પ્રત્યક્ષ ઉપદેશ લેવો એ ઠીક, કે અસાધારણ પુરુષ પાસેથી એના ગ્રન્થોદ્વારા જે પરોક્ષ ઉપદેશ મળે એ ઠીક ? આ પ્રશ્નનો એક જ ઉત્તર ઘટે છે. અસાધારણ પુરુષો પોતાના અનુપમ આત્માને પોતાના ગ્રન્થમાં કેવી સારી રીતે સંક્રાન્ત કરી શકે છે એ વાત જો ધ્યાનમાં લેવામાં આવે તો સહજ સમજાય એમ છે કે આ બીજો માર્ગ જ ઉત્તમ છે.’ (‘આપણો ધર્મ’ પૃ. ૧૫ અને ૧૬) ૧૦૭૧. ‘ધર્મનો વિષય વિશાલ છે, અને તદનુરૂપ અસંખ્ય ગ્રન્થોમાં જ્ઞાન આવિર્ભૂત થાય છે, પરંતુ એનો વિષયવિભાગ પાડી અભ્યાસવામાં આવે તો માર્ગ સકલ થઈ શકે એમ છે. વિષય વિભાગ કાંઈક આ રીતે કરી શકાય : (ક) તત્ત્વચિન્તન (Philosophy), એટલે પદાર્થના ભાસમાન સ્વરૂપથી પર તત્ત્વભૂત સ્વરૂપ શું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy