SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૦૬૪ થી ૧૦૬૮ ભાષા, લિપી, સદ્ગુરુ ४८७ ૧૦૬૫. લિપિનો અર્થ પુસ્તક આદિમાં અક્ષરવિન્યાસ કરવામાં આવ્યો છે. તે અઢાર પ્રકારની આદિતીર્થકર શ્રી ઋષભદેવે સ્વસુતા બ્રાહ્મીને બતાવી તેથી તે લિપિને બ્રાહ્મી કહેવામાં આવી છે; અને તેને ખુદ આગમમાં આ રીતે નમસ્કાર કરવામાં આવ્યો છે કે “નમો જંપીશ ત્રિવીણ'; વળી કહ્યું છે કે તૈ૬ તિવવિદા ના વંમી તાહિરે' એટલે લેખ તે જિને દક્ષિણ હાથથી બ્રાહ્મી વડે કરેલ લિપિવિધાન છે. (જુઓ ભગવતી સૂત્ર પ્રથમ ઉદેશક.) લિપિને નમસ્કાર કરવાથી સમગ્ર સાહિત્ય-વાડ્મય પ્રત્યે પૂજ્યભાવ બતાવવામાં આવ્યો છે. આ પરથી એવો ભાવાર્થ આચાર્યો કરે છે કે ભગવતીસૂત્રના આરંભ કરતાં પૂજ્યપાદ ગણધરોએ પણ લિપિને-લિખિત પુસ્તકને પૂજ્યતમ હોવાના કારણે નમસ્કાર કરેલ છે. તેથી કોઇએ લિખિત પુસ્તકાદિની પાદસ્પર્શઆદિથી આશાતના-અવગણના કરવી નહિ, તેમ કરવું સંસારકારણ બને છે. (કીર્તિવિજયકૃત વિચારરત્નાકર પત્ર ૪૪) ૧૦૬૬. જૈન શ્રુતનો બહુ મોટો ભાગ નાશ પામ્યો છે. તે નાશનાં અનેક કારણો છે. પણ આજે તેનો જેટલો અને જે ભાગ સચવાઈ રહ્યો છે. તેનું ફક્ત એક જ કારણ છે અને તે જૈનસંઘની શ્રુતભક્તિ. જૈન જનતા જ્ઞાન માત્રને પૂજે છે, પણ શ્રત પ્રત્યે એની ભક્તિ એટલી જાગરૂક છે કે નહિ તે વિષે લખવા જતાં તેનો મનોરમ ઇતિહાસ તૈયાર થાય. માત્ર મોટી વયનાં સ્ત્રી-પુરુષો જ નહિ. પણ નાનાં કુમાર-કુમારિકાઓ સુદ્ધાં શાસ્ત્રજ્ઞાન આરાધવા તપ કરે છે, એનાં નજેવાં સાધનોની આદરપૂર્વક પૂજા કરે છે અને એ માટે પોતાનું સર્વસ્વ આપી દેવા તૈયાર રહે છે. ચારિત્ર પૂજાનું જૈનસંઘમાં મોટું સ્થાન છે. પણ તે જ્ઞાનના એક ભાગ તરીકે. ચારિત્ર એ જ્ઞાનનો છેલ્લો ને પરિપક્વ અંશ જ છે. તીર્થપૂજા હોય કે ગુરુ. પૂજા હોય એ બધી વિવિધ પૂજાઓની પાછળ જ્ઞાનભક્તિ જ રહેલી છે. એ બધામાં સત્યજ્ઞાન પ્રાપ્ત કરવાનો એક જ હેતુ મુખ્ય છે. આજે વિશિષ્ટ રીતે જૈન દર્શન જીવિત હોય તો તે એક શ્રતને આભારી છે, અને શ્રુત જીવિત હોય તો તે જ્ઞાનભક્તિને આભારી છે. આગમ ગ્રંથોની પ્રતિષ્ઠા ભગવાનની પ્રતિષ્ઠાનો એક ભાગ જ છે. ૫૮ ૧૦૬૭. જિનનાં વાક્યોને લખાવનાર કદિ પણ દુર્ગતિ પામતો નથી, મૂંગાપણું કે જડસ્વભાવ, અંધપણું તેમજ બુદ્ધિહીનપણું પ્રાપ્ત કરતો નથી એ વાત નીચેના શ્લોકથી આચાર્યોએ જણાવી અને તેથી શ્રુતભક્તિ જીવંત રહી : न ते नरा दुर्गतिमाप्नुवन्ति न मूकतां नैव जडस्वभावम् ।। न चान्धतां बुद्धिविहीनतां च ये लेखयन्तीह जिनस्य वाक्यम् ॥ ૧૦૬૮. જૈનધર્મ અહિંસા-દયા, સંયમ-ત્યાગ, તપ, વીતરાગતા પર રચાયો છે; તેનાં ધર્મશાસ્ત્રો એ તત્ત્વોનું પ્રતિપાદન કરે છે. કોઈ પણ ધર્મશાસ્ત્ર વાંચવાની-સમજવાની ચાવી એ છે કે જે શાસ્ત્રવચન સત્યનું, અહિંસાનું, બ્રહ્મચર્યનું વિરોધી હોય તે ગમે ત્યાંથી મળ્યું હોય છતાં તે અપ્રમાણ છે. શાસ્ત્ર ૫૫૮. પં. સુખલાલ અને પં. બેચરદાસને લેખ ‘સન્મતિ તર્ક અને તેનું મહત્ત્વ'-જૈન'નો રીપ્ય મહોત્સવ અંક પૃ. ૧૦૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy