SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૦૬ ૨ થી ૧૦૬૩ જૈન સંઘ ૪૮૫ ઉપર છે. તેથી જેમ લાભ થયા છે તેમ ગેરલાભ પણ થયા છે. હવે જે લાભ છે તેથી ગુજરાતનું સાર્વજનિક જીવન વધારે ખીલે અને ગેરલાભો દૂર થાય એવી વાંછના પ્રગટવી જોઇએ. જૈન કોને પોતાને પ્રશ્ન કરવો જોઈએ કે ગુજરાતની પ્રગતિ માટે એમણે શું કરવું જોઇએ ? પ્રો. બ. ક. ઠાકોર કહે છે કેળવણીવાળા સર્વે પ્રાંતોમાં ગુજરાત પાછળ છે'-ગુજરાતમાં કેળવણીનો પ્રચાર જેવો તેવો નથી પણ કેળવણીના પ્રમાણમાં સાર્વજનિક જીવન જોઇએ તેવું ઉજજ્વળ નથી. મહારાષ્ટ્ર બંગાળા, પંજાબની જેવી પ્રતિષ્ઠા હિન્દુસ્તાનમાં અને હિન્દુસ્તાન બહાર છે તેવી આપણા ગુજરાત પ્રાંતની અને આપણા ગુજરાતી લોકોની છે ? નથી તો શી રીતે લાવી શકાય ? જે પ્રાંતોની પ્રતિષ્ઠા છે તે પ્રતિષ્ઠાનાં કારણો વિચારી તે આપણે ત્યાં પ્રવર્તમાન થાય એવા સંજોગો ઉભા કરવા આપણે કટિબદ્ધ થવું જોઇએ. ત્રીજું જૈનો રાજદ્વારી કાર્યોમાં રસ લેતા થાય અને પોતાનાં શક્તિ, અનુભવ અને સાધનોથી એ પ્રદેશમાં ગુજરાતની કીર્તિ વધારે એવો પ્રસંગ લાવવા હવે શરૂઆત થવી જોઇએ. ટુંકમાં જૈન સભાઓનું ત્રણ દૃષ્ટિબિન્દુ પ્રત્યે લક્ષ ખેંચ્યું છે.૫૫૬ “આપણી ઘણીખરી બધી સંસ્થાઓને વિષે આપણે વણિકવૃત્તિ વિશેષે જોઇએ છીયે. આ વૃત્તિને ગૌણ રાખી ક્ષત્રિય (સાહસિક) વૃત્તિને બ્રાહ્મણ (દીર્ઘદૃષ્ટિની) વૃત્તિને અને મુખ્યત્વે કરીને શુદ્ર (સેવા) વૃત્તિને પ્રધાનપદ આપવાની આવશ્યકતા છે.૫૫૭ કે એમનો “ગાંડી ગુજરાત'વાળો લેખ વાંચવા સર્વે ગુજરાતીઓને મારી ખાસ ભલામણ છે. -૨. મહેતા ૫૫૬. મારી વિનતિથી સાક્ષર વિવેચક સ્વ. શ્રી રણજીતરામ વાવાભાઈ મહેતાએ લખેલો લેખ “શ્રી મુંબઈ માંગરોળ ૨૫ વર્ષના કાર્યવત્તાંત વાંચવાથી ઉપજેલા વિચાર'-જાઓ તે સભાનો રજત મહોત્સવનો વિશેષાંક સં. ૧૯૭૩ પ્ર. ૬૮ થી ૭૯-જૈન શ્વે. કો. હેરેલ્ડ શ્રાવણ સં. ૧૯૭૩નો અંક પૃ. ૨૪૭ થી ૨૫૧. પપ૭. મહાત્મા ગાંધીજીનો “અનાથ આશ્રમ વિષે બે બોલ' એ લેખ જૈન છે. કૉ. હેરેલ્ડ-શ્રાવણ સં. ૧૯૭૩નો અંક પૃ. ૨૪૭નો છેલ્લો પારા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy