SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ ४८४ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ અલગપણાનો નથી તેમ ભૂતકાળ પણ નહોતો અને ભવિષ્ય પણ નહીં રહે. હિન્દુ, મુસલમાન, પારસીની માફક જૈનો પણ હિન્દુસ્તાનમાં વસે છે. તેઓ જૈનો છે તે ઉપરાંત હિંદીઓ છે. જૈનો તરીકેના ધર્મો છે તો હિંદી તરીકેના ધર્મ પણ તેમણે પાળવાના છે. જૈનોના ઉત્કર્ષ માટે જે જે પ્રયાસો, હિલચાલ થાય તે તે સર્વે એવી પણ સાથે સાથે હોવી જોઈએ. જેથી તેમનું હિંદીપણું પણ વિકાસ પામે. તેમના હિંદીપણાને અણઉઘડ્યું રાખે અથવા નાશ કરે એવી હિલચાલને કોઇપણ રીતે ઉત્તેજન ન મળવું જોઈએ. x x હાલ જેટલી જેટલી કોમી હિલચાલો ચાલે છે તેમાં પોતાનું પોતાના જ માટે નહિ પણ બીજાને માટે પણ થોડુંક વાપરવું ઘટે એ) ભાવનાનો અભાવ હોવાથી એવી કોમોની નીતિને નુકશાન થવાનો સંભવ છે. કોમના કલ્યાણ માટે થયેલા પ્રત્યેક દાનનો અમુક ભાગ સાર્વજનિક કલ્યાણનો રાખવાનો સંપ્રદાય હવે (જૈન કે જૈનેતર કોમે) શરૂ કરવાની જરૂર છે. ૧૦૬૨. “પોતાની કોમની ઉન્નતિ કરવી છે પણ તે દેશમાં રહેતા બીજા લોકોના સ્નેહ, સ્વભાવ, સહકાર્ય, કદર, એખલાસ આદિ વગર કદી ટકશે નહિ એ પણ લક્ષમાં રાખવા જેવું છે. બીજી કોમોથી તદન અલાહિદા જીવન ગાળવાનો જે પવન વાયો છે, તે દેશને હાનિકારક છે. એથી અભિમાન જન્મશે; બીજાઓની અવગણના, તિરસ્કાર કરવાની વૃત્તિ થશે, પોતાના દોષથી વાકેફ રહેવાશે નહીં; ગેરસમજ થશે; સભ્યતા-વિવેક-સુજનતા આદિ સગુણોનો હ્રાસ થશે, અને પ્રગતિ થવા કરતાં શિથિલતા અને સ્તબ્ધતા આવવાનો સંભવ થશે. જીંદગીના વ્યવહારમાં અનેક પરકોમો સાથે (સંબંધમાં) આવ્યા વિના છૂટકો નથી ત્યારે ઉછેર અલગ કરવો એ કેવી રીતે શ્રેયસ્કર નીવડશે ? કોમી હિલચાલને દેશહિત અને પરકોમના સહકાર્યની આવશ્યકતાના દૃષ્ટિબિંદુથી વિમુખ ન રાખવા માટે એવી (જૈન કે જૈનેતર) હિલચાલોના સૂત્રધારોને આગ્રહ છે. ૧૦૬૩. “બીજ જૈનની વસ્તી આખા હિન્દુસ્તાનમાં છૂટક છૂટક પુષ્કળ છે. આપણા ગુજરાતમાં વસ્તી સારા પ્રમાણમાં છે. એકંદર સ્થિતિ દ્રવ્ય સંબંધે સારી છે. વિદ્યાનું પ્રસારણ ઓછું હોવાથી સાર્વજનિક સેવાના પ્રદેશોમાં જોઈએ તેટલી પ્રતિષ્ઠા-દ્રવ્ય અને સંખ્યાના પ્રમાણમાં હોવી જોઇએ તેટલી નથી. ગુજરાતના ઇતિહાસ ઉપર અને વર્તમાન જીવન ઉપર જૈન સંસ્કૃતિનો સબળ પ્રભાવ છે. બીજા પ્રાંતોમાં વિદ્યાનુરાગી બ્રાહ્મણોનો જે પ્રભાવ છે તેવો પ્રભાવ ગુજરાતમાં ગુજરાતી બ્રાહ્મણોનો નથી. બીજા પ્રાંતોમાં બ્રાહ્મણો અને બ્રાહ્મણેતરો (શુદ્રો) સિવાય બીજા વર્ષે નથી હોતા. પરંતુ ગુજરાતમાં બ્રાહ્મણો, વૈશ્યો અને શુદ્રો એ ત્રણ વર્ષો છે. બ્રાહ્મણ અને શુદો વચ્ચે મોટું અંતર બીજા પ્રાંતોમાં છે તે આપણા પ્રાંતમાં નથી. બ્રાહ્મણો અને બ્રાહ્મણેતરો વચ્ચે તીખાશ મહારાષ્ટ્ર કે મદ્રાસ ઇલાકામાં છે તેવી આપણે ત્યાં નથી. ગુજરાતમાં સમાજના થર અન્યોન્ય સાથે ગાઢ સંબંધવાળા છે; તેમની વચ્ચે વિશાળ અવકાશ નથી. એક ઘરમાંથી બીજા ઘરમાં જવાની અમુક રીતે સુગમતા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અનુકૂળતાએ વૈશ્ય થઈ શકે છે. ઘર ઘર વચ્ચે અણરાગ, વિરોધ કે શત્રુતા નથી. આ સર્વ શુભ સ્થિતિનું કારણ કેટલેક અંશે જૈન વેપારી કોમ (વૈષ્ણવ વેપારી કોમોમાંની પણ ઘણી પૂર્વે જૈન હોવાનો સંભવ લાગે છે એટલે તેમની અલાહિદી ગણત્રી નથી કરી) નું અસ્તિત્વ છે. આમ વૈશ્યોનો જે પ્રભાવ ગુજરાતના જીવન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy