SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૦૫૧ થી ૧૦૫૬ બાબુ ધનપતસિંહ ૪૮૧ ૧૦૫૩. જૈન ધર્મ પ્રસારક સભા-નાં મૂળ ભાવનગરમાં સં. ૧૯૩૯માં સમવ્યસન ત્યાગાદિ પાંચ નિયમો ધારી બનેલા ૧૧ સભ્યોએ જૈન ધ0 પ્ર૦ મંડળી સ્થાપી નાંખ્યા. સં. ૧૯૪૦માં નિબંધો લખી છપાવવાની યોજના થઈ અને તેને અંગે સં. ૧૯૪૧ ચૈત્રમાં “જૈન ધર્મ પ્રકાશ” એ માસિકનો ઉદ્ભવ થયો. ૧૯૪૨માં સંસ્કૃત પાઠશાળા સ્થાપી ને ત્યાર પછી ધર્મ પુસ્તકોનાં ભાષાંતર શાસ્ત્રી પાસે કરવાની પ્રવૃત્તિ ચાલુ થઇ. પુસ્તકાલય ઉભું કર્યું અને મૂળ સંસ્કૃત પ્રાકૃતાદિ પુસ્તકોના પણ પ્રકાશનનો પ્રબંધ કર્યો. ઉક્ત માસિક અને પુસ્તકપ્રકાશનનું કાર્ય હજુ સુધી ચાલુ છે અને તેથી અનેક લેખો, નિબંધો, પુસ્તકો પ્રકટ થયાં છે જે પૈકી મળી શકયાં તેની નોંધ આ ઇતિહાસમાં લેવાઈ છે. [વિશેષ હકીકત માટે જાઓ તે સભાના રજતોત્સવનો ખાસ અંક. જૈન સાહિત્ય સંશોધક પુ. ૩, અંક ૧ પૃ. ૬૮-૭૮] ૧૦૫૪. જૈન ધર્મ પ્રકાશ” એ માસિક પહેલાં નીકળેલ સં. ૧૯૩૨માં શા છગનલાલ ઉમેદચંદની કાર્યવાહી નીચે અમદાવાદમાં “જૈન દિવાકર” થોડા વર્ષ સુધી અને સં. ૧૯૩૩માં રા. કેશવલાલ શિવરામ તરફથી નીકળેલું જૈન સુધારસ માસિક એક વર્ષ સુધી ચાલ્યું. સં. ૧૯૪૧ના માઘમાસમાં અમદાવાદમાં જૈન નાટકકાર ડાહ્યાભાઈ ધોળશાજીની કાર્યવાહી તળે “જૈન ધર્મ પ્રવર્તક સભા' તરફથી બે વર્ષ સુધી સ્યાદ્વાદ સુધા પ્રકટ થયું હતું અને તેના પછી ૧૯૪૧ના વૈશાખમાં ભાવનગરમાં “જૈન હિતેચ્છુ સભા તરફથી પ્રકટેલું જૈન હિતેચ્છુ એક વરસ ચાલ્યું. સં. ૧૯૪૫માં સ્થાનકવાસીઓ તરફથી અમદાવાદના વિસલપુરના રા. મોતીલાલ મનસુખલાલના અને તેમના પછી તેમના વિદ્વાન વિચારક પુત્ર રા. વાડીલાલ મોતીલાલ શાહના તંત્રી પણ નીચે ઘણાં વર્ષો સુધી “જૈન હિતેચ્છુ” નામનું માસિક ચાલ્યું. ૧૯૪૬-૪૭માં લીંબડીમાં સ્થાનકવાસી ભાઇઓ તરફથી શરૂ થયેલું “જૈન ધર્મોદય’ બે ત્રણ વરસનું આયુષ્ય ભોગવી આથમ્યું. ૧૦૫૫. સં. ૧૯૪૮માં મુંબઇમાં શ્રી માંગરોળ જૈન સંગીત મંડળીની સ્થાપના થયા પછી તેણે સંગીત સાથે પ્રભુભક્તિનાં પદો-ગાયનોની તાલીમ આપવા ઉપરાંત જ્ઞાનશાળા ખોલી ધાર્મિક જ્ઞાન જૈન બાળકોને આપ્યું ને વકતૃત્વ શક્તિ ખીલવવા અર્થે ભાષણશ્રેણીઓ શરૂ કરી, કે જે હજા સુધી ચાલુ રહી. સં. ૧૯૫૩માં તેનું નામ શ્રી માંગરોળ જૈન સભા પડ્યું. તેણે અનેક સામાજિક કાર્યો ઉપાડ્યાં ને સાહિત્યમાં પણ થોડો ફાળો આપ્યો. મુંબઈના જૈનોમાં ચેતન રેડનાર આ સંસ્થા છે, કે જે સં. ૧૯૬૫થી શ્રી મુંબઈ માંગરોળ જૈન સભા એ નામથી હજા કાર્ય કર્યું જાય છે. ૧૦૫૬. સં. ૧૯૫૨માં આત્મારામજી મહારાજ સ્વર્ગસ્થ થયા તેને બીજે માસે તેમના ભક્તકેટલાક ભાઇઓએ શ્રી જૈન આત્માનંદ સભાની ભાવનગરમાં સ્થાપના કરી. જૈનોમાં જ્ઞાનપ્રચાર તથા ધર્મનાં પુસ્તકોનું પ્રકાશન વગેરે કરવાનો ઉદેશ રાખી પુસ્તકાલય સ્થાપી, સં. ૧૯૫૮માં “આત્માનંદ પ્રકાશ” નામનું માસિક પ્રકટ કરી, તથા ઉજમબાઈ કન્યાશાળા ઉઘાડી, અનેક મૂળ તેમજ સાનુવાદ પુસ્તકો પ્રકટ કરી સારી સેવા કરી છે અને તેને શ્રી આત્મારામજીના શિષ્યમંડળનો વિશેષ ટેકો રહેવાથી કાર્ય વિસ્તાર વિશેષ પ્રમાણમાં કરી શકી છે. સાહિત્યનાં પ્રકાશનમાં સારો ફાળો આપ્યો છે ને તેણે પ્રકટ કરેલ ગ્રંથો પૈકી લબ્ધ થયા તેની નોંધ આ પુસ્તકમાં લેવાઈ છે. Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy