SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૧૦૫૭. ભગુભાઈ ફત્તેહચંદ કારભારી-મૂળ વતન પેથાપુર. તેમણે અંગ્રેજી શિક્ષણ લઈ ગ્રંથ આદિ બહાર પાડવામાં ચિત્ત દોડાવ્યું. લંડન રાજયરહસ્ય બે ભાગ, લંગડો જરવાસ, ગૂજરાતી અંગ્રેજી ડિક્ષનેરી, અંગ્રેજી-ગુજરાતી ડિક્ષનેરી, કુમુદા બહાર પાડ્યાં. સ્વામી વિવેકાનંદકૃત વ્યાખ્યાનમાળા શરૂ કરી કર્મયોગનું ગૂ. ભાષાંતર સં. ૧૯૫૩ માં પ્રકટ કર્યું. વળી તે એક પત્રકાર હતા. અમદાવાદમાં “પ્રજાબંધુ' છાપખાનું કાઢી પછી “પ્રજાબંધુ' પત્ર કાઢ્યું. સં. ૧૯૫૪. સવાવર્ષ તે પત્ર કાઢી રા. ઠાકોરભાઈ ઠાકોરને સોંપ્યું તે અત્યાર સુધી ચાલુ છે. આ ઉપરાંત “સમાલોચક” પત્રના ઉત્પાદક પણ તેઓ હતા; સં. ૧૯૫૯માં “જૈન” નામનું જૈનકોમમાં પહેલું અઠવાડિક પત્ર પહેલ વહેલું (૧૨-૪-૧૯૦૩ના દિને) અમદાવાદમાં પછી મુંબઈ લઈ જઈ પોતાના સ્વર્ગવાસ સુધી (લગભગ સં. ૧૯૬૦ સુધી) ચલાવ્યું ને પછીથી શેઠ દેવચંદ દામજી કુંડલાકર અત્યાર સુધી ભાવનગરમાં ચલાવી રહ્યા છે. તે પત્રે સમાજની અનેકવિધ સેવા કરી છે. આ પત્ર સાથે અંગ્રેજી અઠવાડિક નામે “Patriot' પણ કાઢી કેટલાંક વર્ષ સુધી ચલાવી બંધ કર્યું હતું. તેઓ જેવા સારા પ્રયોજક હતા તેવા સારા વ્યવસ્થાપક નહોતા, આથી તેમનાં કેટલાંક સુંદર પુસ્તકોનો લાભ બુકસેલરોને મળ્યો. “જૈન” પત્ર ચલાવવામાં અનેક મુશ્કેલીઓ આવી હતી. પરંતુ તે તેમણે સર્વભોગે ચલાવ્યું રાખ્યું તે માટે તેમને ધન્યવાદ છે. તેમણે જૈન જે. કૉન્ફરન્સને તેની ઉત્પત્તિથી તે પોતાના સ્વર્ગવાસ સુધી જોસ, ઉત્તેજના અર્પેલ હતાં. ૧૦૫૮. જૈન શ્વેo કૉન્ફરન્સ-સં. ૧૯૫૮માં ફલોધીમાં શ્રી ગુલાબચંદ ઢઢા M. A.ના પ્રયાસથી જૈન શ્વે) કૉન્ફરન્સનો જન્મ થયો; બીજે વર્ષે સં. ૧૯૫૯માં મુંબઈમાં મોટા દબદબા સહિત તેનું બીજુ અધિવેશન થતાં તેનાં દઢ મૂળ નંખાયાં અને અત્યાર સુધી તેનાં ૧૩ અધિવેશન જાદાં જુદાં સ્થળોએ ભરાયાં- (૩) વડોદરા સ. ૧૯૬૧ (૪) પાટણ સં. ૧૯૬૨ (૫) અમદાવાદ સં. ૧૯૬૩ (૬) ભાવનગર સં. ૧૯૬૪ (૭) પૂના સં. ૧૯૬૫, (૮) મુલતાન સં. ૧૯૬૯ (૯) સુજાનગઢ સં. ૧૯૭૧ (૧૦) મુંબઈ સં. ૧૯૭૨ (૧૧) કલકત્તા સં. ૧૯૭૪ (૧૨) સાદડી સં. ૧૯૭૬ (૧૩) જૂન્નર સં. ૧૯૮૬. પરિણામે શ્વે. સમાજમાં વિદ્યા-જ્ઞાનનો પ્રચાર, સાહિત્યનું પ્રકાશન, જાના સાહિત્યનો શિલાલેખોનો અને મંદિરોનો ઉદ્ધાર, સમાજિક કુપ્રથાઓનો નાશ, નવીન વિચારોનું પ્રબળ આંદોલન, સુશિક્ષિત અને શ્રીમંતોનો સુયોગ, ધાર્મિક ખાતાઓની તપાસણી વગેરે અનેક કાર્યો થઈ સમાજમાં પ્રબલ જાગ્રતિ આવી છે. સં. ૧૯૫૯માં પોતાના મુખપત્ર તરીકે જૈન શ્વે) કૉન્ફરન્સ હેરેલ્ડ એ નામનું માસિક ૧૪ વર્ષ સુધી કાઢયું; કે જેના માનદ તંત્રી તરીકે આ ગ્રંથના લેખકે તેનાં છેલ્લાં સાતેક વર્ષ સુધી કાર્ય કર્યું હતું, ને પછી સુષુપ્ત રહી સં. ૧૯૮૧ ના ભાદ્રપદથી “જૈનયુગ' નામનું માસિક પાંચવર્ષ સુધી પ્રસ્તુત લેખકના જ તંત્રીપણા નીચે પ્રકટ કર્યું ને ચાલુ વર્ષ સં. ૧૯૮૭માં પાક્ષિક તરીકે શરૂ થયું છે. આ પત્ર દ્વારા અનેક ઐતિહાસિક બાબતો પર પ્રકાશ પડ્યો છે ને વિવિધ વિષયોની છણાવટ કરવામાં આવી છે. સં. ૧૯૬૫ માં સંસ્કૃત પ્રાકૃતાદિ ગ્રંથોના-જૈનગમ, ન્યાય, ફિલૉસોફિ, ઔપદેશિક, ભાષા સાહિત્ય અને વિજ્ઞાનએ વિષયો પરત્વે ભાગ પાડી ગ્રંથ ને ગ્રંથકારનાં નામો ઉપરાંત તે કયા ભંડારમાં મળે છે તે પ્રાપ્તિસ્થાન સહિત વિગત આપતો જૈનગ્રંથાવલી નામનો સૂચિગ્રંથ બહાર પાડેલ છે. આ ઉપરાંત જેલમેર, પાટણ અને લીંબડી એ ત્રણેના મોટા જ્ઞાનભંડારોમાંના ગ્રંથોની ટીપો કરાવી છે, જૈન શ્વે. મંદિરાવલી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy