SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ભાઇને આયુષ્ય વિશેષ યારી આપી હોત, તો તે ખચીત જૈન કોમ ઉપર વિશેષ ઉપકાર કરી શકત. તેઓનો દેહ છૂટ્યા પછી પણ તેમની પેઢી તરફથી યોગશાસ્ત્ર, હરિભદ્રાષ્ટકાદિ પુસ્તકો મૂળ અને અનુવાદ સહિત બહાર પડ્યાં છે. વળી તેમણે ગુજરાતી રાસ ચોપાઈઆદિ પણ પ્રકટ કર્યા છે. ૧૦૫૧. રાય ધનપતસિંહ બહાદુર-દુગડગોત્રી વૃદ્ધ શાખા વીરદાસ સં. ૧૮૨૦માં પૂર્વ દેશમાં ગયા. તેના પુત્ર બુધસિંહ ને તેના પ્રતાપસિંહ. પ્રતાપસિંહે અને તેમની ધર્મપત્નિ મહતાબકુંવરે સંતતિ થયા પછી ચતુર્થ વ્રત સ્વીકાર્યું હતું ને મહતાબકુંવરે બાર વ્રત ધાર્યા હતા. તેમનાથી બે પુત્ર થયા-એક લક્ષ્મીપતિસિંહ અને બીજા ધનપતિસિંહ. બંગાલ-અજીમગંજના-મકસુદાબાદના આ ધનપતિસિંહને ૪૫ આગમોને છપાવી બહાર પાડવાનો વિચાર થયો. સં. ૧૯૩૩માં એ વિચારાનુસારે છપાવેલ પ્રશ્ન વ્યાકરણની ટૂંક પ્રસ્તાવનામાં બાબુહિંદીમાં જણાવ્યું છે કે : કે પુસ્તક છપાવણેકા કારણ એ છે કે સર્વ જૈન ધર્માવલંબિ સાધવી શ્રાવક શ્રાવિકા કે પઢણે સે જ્ઞાનકી વૃદ્ધી હોગા ઈસ ખાતર ૪૫ આગમસૂત્ર ઔર ટીકા ઔર બાલાવબોધ સહિત ૫૦૦ પુસ્તક છપાકે ૫૦૦ ઠીકાને ભંડાર કીયા ઈસે મહાન જ્ઞાનકા વૃદ્ધી હોગા ઔર પંડત જનોએ એવી પ્રાર્થના છે કે અચ્છી તરેસે પઢે પઢાવે શુણે શુણાવે જયણા કરકે ઔર વિનય કરકે રખે ઔર યહ શ્રી સિદ્ધાન્ત પંચાંગી પ્રમાણ, સંગ્રહ કયા ઔર ઈસમે ચરમ ચક્ષુ કરકે ભુલચુક રહ ગયા હોય તો મિચ્છામિ દુકડ દેતા હુ ઔર શ્રીસંઘકો યહ વિનતિ હે કી જીસ વખત વાચે ઉસ વખત જો ભુલચુક નીકસે તો પંડત જનોએ સંશોધન કરાય લેવે મેરે પર કૃપા કરકે ઈહ પ્રાર્થના અંગીકાર કરના ઔર ભંડાર કરી ભઈ પુસ્તક કોઈ વેચના નહિ કોઈ ખરીદ કરે નહીં, કરે તો ૨૪ તીર્થકર) કા ગુનેગાર સંઘના ગુનાગાર હોગા બડા પરિશ્રમસે સંશોધન કરાયા હે ઓર શ્રી (બુટેરાયજી શિ૦) ભગવાનવીર્જજીને સંશોધન કરા.” ૧૦૫૨. આમ ૪૫ આગમ છપાવી પ્રસિદ્ધ કરવાના ઉદ્યમ ચાલુ કરવા માટે ધનપતિસિંહ બહાદૂરને ધન્યવાદ છે. ૧૯૩૩માં અભયદેવસૂરિની ટીકાઓ સહિત ઉક્ત પ્રશ્નવ્યાકરણ અને જ્ઞાતાધર્મકથા, સં. ૧૯૩૬માં વિવારસૂત્ર (અભયદેવસૂરિની ટીકા ને લોંકાગચ્છના અમૃતચંદ્રસૂરિના બાલાવબોધ સહિત), અનુયોગ દ્વાર (મલધારી હેમચંદ્રસૂરિ કૃત ટીકા અને જીવાઋષિ શિ૦ શોભા ઋષિના શિ૦ મોહનકૃત બાલા) સહિત), નંદીસૂત્ર (મલયગિરિની ટીકા અને તેના પર બાલા) સહિત), આચારાંગસૂત્ર (શીલાંગસૂરિની ટીકા, જિનહિંસસૂરિની દીપિકા, ને પાચંદ્રસૂરિના બાલા) સહિત), સૂયગડાંગસૂત્ર (શીલાંગસૂરિની ટીકા, હેમવિમલસૂરિના શિષ્ય હર્ષકુલ ગણિની સં. ૧૫૮૩ની દીપિકા ને પાર્જચંદ્રસૂરિના બાલા) સહિત) છપાવ્યાં. છેલ્લે ભીમસી માણેક દ્વારા નિર્ણયસાગરમાં છપાવ્યું. અન્ય સર્વ કલકત્તાનાં પ્રેસમાં બાબુનાગરી લિપિમાં છપાવેલ છે. પછી સં. ૧૯૩૭માં ઠાણાંગ અને સમવાયાંગ (અભયદેવસૂરિ કૃત ટીકા અને મેઘરાજ ગણિના બાલા સહિત), ૧૯૩૮માં ભગવતી (અભયદેવસૂરિની ટીકા, રામચંદ્રગણિનો સં. અનુવાદ અને મેઘરાજના બાલા) સહિત), ૧૯૪૬માં જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ (શાંતિચંદ્ર કૃત ટીકા ને ઋષિ ચંદ્રભાણજીના બાલા સહિત) અને સં. ૧૯૪૭માં અણુત્તરોપપાતિક દશા (અભયદેવસૂરિની ટીકા અને ઋષિ કૃષ્ણલાલના સં. અનુવાદ તથા બાલા) સહિત) પ્રકટ કરવામાં આવ્યાં. અજીમગંજની જૈન બુક સોસાયટી માટે તેના સં. ૧૯૩૩ના પત્રથી દામથી વેચવા માટે પાંચસો નકલ વધુ કાઢવામાં આવતી હતી ને તેથી પછીથી દરેક પર કિંમત આચારાંગસૂત્રથી મૂકવાનું રાખ્યું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy