SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૦૪૮ થી ૧૦૫૦ ભીમશી માણેક ૪૭૯ અન્ય સહાયતા આપી હતી. ને આં. મુનિ મહિમાસાગરે અને વિવેકસાગરસૂરિએ તથા સુરતના મુનિ હુકમચંદે, શાંતિસાગરજીએ, વિજયધરશેંદ્રસૂરિએ ઉત્તેજના આપી આશ્રય અપાવ્યો હતો. ૧૦૪૯, ભીમશીએ ૧૯૩૩ના પોષમાં અને ૧૯૩૪ના પોષમાં પ્રકરણ રત્નાકર બીજો અને ત્રીજો ભાગ અનુક્રમે “નિર્ણયસાગરમાં જ છપાવી પ્રસિદ્ધ કર્યા. તેનો ચોથો ભાગ સં. ૧૯૩૭માં પ્રગટ કર્યો. પણ તે પહેલાં પાંડવ ચરિત્રનો બાલાવબોધ, સાર્થ પ્રતિક્રમણ સૂત્ર, વિવિધ પૂજાસંગ્રહ, સમ્યત્વમૂલ બારવ્રતની ટીપ તથા રાયધનપતિસિંહજી તરફથી સૂયગડાંગ સૂત્ર મૂલ તથા દીપિકા ટીકા અને ટબા સહિત છપાવી નાંખ્યાં. પુસ્તક છપાવવામાં જ્ઞાનની આશાતના થાય છે એ જાતનો વિચાર સાધુ અને શ્રાવકોના મોટા સમૂહમાં પ્રવર્તતો હતો તેવા કાળે છપાવવાની પહેલ કરવી એ સાહસ હતું; છતાં તેમ કરવામાં પોતાનો નમ્રભાવ અને પોતાનો ઉચ્ચ ઉદેશ પોતે નીચેના જે રૂપમાં પ્રકટ કર્યો તે ધ્યાન ખેંચે તેવો છે - ‘હાલના સમયમાં ગ્રંથોનો જીર્ણોદ્ધાર કરવાના જેવાં સાધનો મળી આવે છે તેવાં આગળ કોઈ વખતે પણ નહોતાં. પહેલાં પ્રથમ ગ્રંથોનો જીર્ણોદ્ધાર તાલપત્ર ઉપર થએલો દેખાય છે, ને ત્યાર પછી કાગળ ઉપર થયો છે તે અદ્યાપિ સિદ્ધ છે. પરંતુ તે હસ્તક્રિયા વિના યંત્રાદિકની સહાયતાથી થએલો નથી. ને હાલ તે મુદ્રાયંત્રની અતિ ઉત્કૃષ્ટ સહાયતા મળી આવે છે, તેનો ઉપયોગ કરવાનું મૂકી દઇને આળસ કરી બેસી રહેશું તો ગ્રંથો કેમ કાયમ રહેશે ? હાલ વિદ્યાભ્યાસ કરીને નવા નવા ગ્રંથોની રચના કરવી તો એક કોરે રહી, પણ છતી શક્તિયે પુરાતન ગ્રંથોની રક્ષા કરવાનો યત્ન નહીં કરશું તો આપણે જ જ્ઞાનના વિરોધી ઠરશું. કેમ કે જે જેની રક્ષા કરે નહીં તે તેનો વિરોધી અથવા અહિતકર હોય છે. એ સાધારણ નિયમ આપણી ઉપર લાગુ પડશે. ‘શ્રાવક ભાઇયો, પુરાતન, ગ્રંથોનો જીર્ણોદ્ધાર કર્યાથી તે ગ્રંથોનું અવલોકન થશે, પ્રયાશ વિના કેટલા એક વિદ્યાભ્યાસ થશે, રસ ઉત્પન્ન થઇને જ્ઞાનસંપાદન કરવાની અંતઃકરણમાં ઉત્કંઠા થશે. શુદ્ધ ધર્મ ઉપર પ્રીતિ વધશે, પુનઃ પુનઃ જ્ઞાન મેળવવાની ઇચ્છા થશે, અને ઉદ્યોગ પ્રમુખ સર્વ જ્ઞાનનાં સાધનો તો (તો) સહજ પ્રાપ્ત થશે. ઉદ્યોગ એ સર્વ પદાર્થ મેળવવાનું અથવા વૃદ્ધિ કરવાનું મુખ્ય સાધન છે; પરંતુ અમસ્તા ઉદ્યમથી જ કાંઈ થઈ શકતું નથી. તેની સાથે દ્રવ્યની પણ સહાયતા જોયે છે. દ્રવ્ય જે છે તે સર્વોપયોગી પદાર્થ છે. માટે દ્રવ્યવાન પુરુષોએ અવશ્ય એ કામ ઉપર લક્ષ દેવો જોયે છે. કેમ કે તેઓની એ ફરજ છે કે, જેમ બને તેમ જ્ઞાનની વૃદ્ધિ કરવી જોયે છે. તે આ પ્રમાણે :સારા સારા પંડિતોની મારફતે પ્રાચીન ગ્રંથો સુધારી લખાવી અથવા છપાવીને પ્રસિદ્ધ કરવા. તેનો ભાવિક લોકોને અભ્યાસ કરાવવો. ઇત્યાદિક શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે સર્વ પ્રકારે જ્ઞાનની વૃદ્ધિ કરવી. એવા હેતુથી જ મેં આ ગ્રંથો છ કામ હાથમાં લીધું છે.” (પ્રકરણ રત્નાકર ભાગ ૨, પ્રસ્તાવના.) ૧૦૫૦. વિશેષમાં છપાયેલા ગ્રંથો વિશેષ લોકપ્રિય બને તે માટે શાસ્ત્રી લિપિ રાખી સુંદરમાં સુંદર ટાઈપમાં મોટા સુવાચ્ય વર્ણોમાં પાક્કા પુંઠા વાળા દળદાર આકારમાં પ્રકરણ રત્નાકર ચાર ભાગ, સૂયગડાંગ આદિ આગમો પણ, જૈનકથા રત્નકોષના કરવા ધારેલા પંદર ભાગો પૈકી આઠ ભાગ-એ સર્વ લોકો સમજી શકે તેવી ભાષામાં કરેલા અનુવાદ સહિત બહાર પાડ્યું ગયા. પરિણામ ધારેલું આવ્યું. બહોળો પ્રચાર થયો, ધર્મજ્ઞાન લોકોમાં વધતું ગયું. આ રીતે આ શ્રાવક ભાઇએ સાહિત્યવૃદ્ધિ કરી લોકોપકાર કર્યો છે. કારણ કે વર્તમાન જૈનોમાં કાંઇક પણ જાગૃતિ-બોધ આપવાની શરૂઆત કરનાર એમના છપાવેલા ગ્રંથો ગણી શકાય. તેઓ સં. ૧૯૪૭ ના જેઠ વદ ૫ ગુરુને રોજ સ્વર્ગસ્થ થયા. એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy