SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ખર્ચે પ્રકરણરત્નાકર ચાર ભાગમાં છાવાની યોજના કરી. તેનો પ્રથમ ભાગ સં. ૧૯૩૨ જેઠ સુદ ૨ ગુરુએ ‘નિર્ણયસાગર’ નામના મુંબઇના પ્રસિદ્ધ મુદ્રાયંત્રમાં છપાવી પ્રસિદ્ધ કર્યો. પ્રસ્તાવનામાં એ પણ જણાવ્યું કે ‘એવા વખતમાં (કાલાંતરે લખવાની મહેનતને લીધે ગ્રંથો લખવાનો વ્યાપાર ઓછો થવા લાગ્યો તે સમયમાં) વર્તમાન-કાલાશ્રિત યુક્તિપૂર્વક જ્ઞાનરક્ષા અથવા વૃદ્ધિનાં જે જે સાધનો હોય, તેઓનું ગ્રહણ કરીને તેના ઉપયોગ વડે એ શુભ કૃત્ય કરવામાં કાંઇપણ પ્રમાદ કરવો નહીં. ચાલતા સમયમાં જ્ઞાનવૃદ્ધિનું સર્વોત્કૃષ્ટ સાધન મુદ્રાયંત્રકલા છે. એ કલાનો મૂલ પાયો જો પણ (કે) યુરોપ દેશમાં અન્ય ધર્મીઓના હાથથી પડયો છે, તો પણ તે સર્વ લોકોને અતિ ઉપયોગ હોવાથી તેનો તિરસ્કાર ન કરતાં, સર્વ જ્ઞાનની વૃદ્ધિની ઇચ્છા કરનારા મનુષ્યોયે અંગિકાર કરવો જોયે. હરેક સર્વોપયોગી વસ્તુની ઉત્પત્તિ ગમે ત્યાં થઈ હોય, તો પણ તેને નિષ્પક્ષપાતથી ગ્રહણ કરી લેવી એ નીતિ છે. માટે પુસ્તક મુદ્રિત કરવાની અતિ ઉત્કૃષ્ટ અને સહુથી સહેલી રીતને ન ગ્રહણ કરવાને લીધે જ્ઞાનની ન્યૂનતારૂપ મહાહાની કરી લેવી નહીં. પણ જેમ બને તેમ જ્ઞાનની વૃદ્ધિનાં સાધનોને ઉપયોગમાં આણીને તે ઉદ્યોગનો આરંભ કરવો, તેમાં કાંઇ દોષ નથી પણ મહોટો પુણ્યાનુબંધી પુણ્ય છે. કેમ કે સૂક્ષ્મ દૃષ્ટિયે વિચાર કરીએ તો એથી જ્ઞાનનો વિનય થાય છે; કારણ કે મહોટા શ્રમેથી પરોપકાર બુદ્ધિથી પૂર્વાચાર્યોયે જે ગ્રંથો કરેલા છે, તેને અપમાન આપી કોઇને ઉપયોગમાં પણ ન આવે એવી રીતે છાના રાખી મૂકવા કરતાં તે ગ્રંથો પ્રસિદ્ધ કરી તેનો લાભ હરેક પ્રાણીને આપવો એ કરતાં બીજું વધારે રૂડું કામ કોઇપણ જણાતું નથી. મારા વિચાર પ્રમાણે તો જે તે પ્રકારે ગ્રંથો છપાવીને પ્રસિદ્ધ કરવા જોયે, જેથી અનેક ભવ્યજીવો જ્ઞાનને પામે અને જ્ઞાનની વૃદ્ધિ થાય કેમ કે એક વખત છપાઇ ગયેલો ગ્રંથ હમેશ કાયમ રહે છે; તેનો ઘણા કાલસુધી વિચ્છેદ થતો નથી, કારણ કે જે ગ્રંથની ઘણી પ્રતો પ્રસિદ્ધ થઈ હોય, તે બધી ઘણા કાળ સુધી નાશ થાય નહીં. તેમ છતાં જે અલ્પબુદ્ધિવાલા, અવિચારિઓ એ કૃત્યનો ધિક્કાર કરે છે તેઓ મૂર્ખ, જ્ઞાનના દ્વેષી, અને અજ્ઞાની જાણવા. એવા મનુષ્યોની કાંઇપણ પરવા ન કરતાં મેં આ મોટું પુસ્તક છાપવાનો આરંભ કરીને તેનો પહેલો ભાગ સમાપ્ત કર્યો છે, અને બાકીના ત્રણ ભાગ પણ જ્ઞાનીની કૃપાથી કોઇ વિઘ્ન ન પડતાં સમાપ્ત થાઓ તથાસ્તુ.’ ૧૦૪૮. આ છપાવવામાં શેઠ કેશવજી નાયકે મુખ્યપણે અને રાવબહાદુર લક્ષ્મીપતિસિંહજીએ તથા વાણિયો અને એક પારસી છે. સં. ૧૮૮૬માં મુંબઈ સ૨કા૨ તરફથી મુદ્રાલય નીકળ્યું. સુરતમાં રૂસ્તમજીએ સીસાના બીબાનું મુદ્રાલય સં. ૧૮૯૮માં અને અંગ્રેજ મિશનરીઓએ સુરત મિશનપ્રેસ સં. ૧૯૦૧માં કાઢ્યું. સં. ૧૯૨૩માં મુંબઈમાં પચીસેક મુદ્રાલયો હતાં. તેમાં દેશીઓ હસ્તક ચાલતાં મુખ્ય મુદ્રાલયોમાં ગણપત કૃષ્ણાજીનું, ઓરીયેન્ટલનું, ‘ઈન્દુપ્રકાશ’નું, ‘જામેજમશેદ' નું વગેરે હતાં. સૌથી મોટી અને જાની ટાઇપફાઉન્ડરી (બીબાં બનાવવાનું કારખાનું) સ્વ. જાવજી દાદાજીએ નિર્ણયસાગર નામની કાઢેલી. ૧૯૪૨માં સુરતના ઘેલાભાઈ અને કીકાભાઇએ ટાઈપ ફાઉન્ડરી કાઢી. સીસાનાં બીબાં ઓટી અક્ષર બનાવી છાપવાનું આ રીતે કાર્ય શરૂ થયું તે પૂર્વે શિલાછાપથી છાપવાનું કામ ચાલતું હતું. મુંબઈમાં બાપુ હર્ષદ દેવલેકરનું શિલાછાપનું મોટું છાપખાનું હતું. ગણપત કૃષ્ણાજીનું પ્રેસ પણ શિલાછાપમાં વખણાતું હતું. સુરતમાં જદુરાયનું અને અમદાવાદમાં બાજીભાઈ અમીચંદનું સં. ૧૮૯૮ માં શિલાછાપનું છાપખાનું સ્થપાયું. (જાઓ ‘ગુજરાતી'નો સં. ૧૯૬૮ ના દીવાળી ખાસ અંકમાં પહેલો લેખ ‘ગુજરાતી મુદ્રણકળાની શતવર્ષિ.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy