________________
૪૭૬
જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ એ ગ્રંથમાં તત્ત્વજ્ઞાનનાં ઝરણો વહ્યા કરે છે, એ ગ્રંથ કોઈ ધર્મનો વિરોધી નથી, કારણ કે તેની શૈલી બહુ ગંભીર પ્રકારની છે.” (વઢવાણ રાજચંદ્ર જયંતી વખતે પ્રમુખ તરીકેના ભાષણમાંથી)
૧૦૪૬. મહાત્મા ગાંધીજી પર રાજચંદ્રના સમાગમ, વિચારોની જબરી અસર થઈ છે તે ઉપરાંત તેમની ગુજરાતી ભાષાની શૈલીપર પણ પ્રભાવ પડયો છે. આચાર્ય આનંદશંકરના શબ્દોમાં ગાંધીજી x X એક સાદા પત્રકાર છે. પણ પત્રકાર તરીકે એમણે ગુજરાતી ભાષામાં સાદી સીધી અને સચોટ, છતાં તળપદી નહિ કિંતુ આત્મ-સંસ્કારની સાદી શોભા ધરાવતી એવી, કોઈક અવર્ણનીય શૈલી દાખલ કરી છે, જે વિદ્વાન અને અવિદ્વાન સર્વને સરખી રીતે મુગ્ધ કરી મૂકે છે.' એવી ગાંધીજીની શૈલી કરતાં રાયચંદભાઇની શૈલી વધુ પ્રૌઢ, સંસ્કૃત, મિત અને સચોટ-અનુભવના અમૃતમય છે-કોઈ અપૂર્વ શૈલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org