SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ બીજાં પુસ્તકોમાં પંચીકરણ, મણિરત્નમાલા, યોગવાસિષ્ટનું વૈરાગ્યપ્રકરણ, કાવ્યદોહન પહેલો ભાગ અને પોતાની મોક્ષમાળા વાંચવાનું સૂચવ્યું હતું. ૧૦૪૧. “રાયચંદભાઇ ઘણી વેળા કહેતા કે જૂદા જૂદા ધર્મ એ તો વાડાઓ છે તેમાં મનુષ્ય પૂરાઈ જાય છે. જેણે મોક્ષ મેળવવો એક જ પુરુષાર્થ માન્યો છે તેને કોઈ ધર્મનું તિલક પોતાને કપાળે લગાડવાની આવશ્યકતા નથી. સૂતર આવે ત્યાં તું રહે, જ્યાં ત્યમ કરીને હરિને લહે -એ જેમ અખાનું તેમ રાયચંદભાઇનું પણ સૂત્ર હતું. ધર્મના ઝઘડાથી તેમને હમેશાં કંટાળો આવતો, તેમાં ભાગ્યે જ પડતા. બધા ધર્મોની ખૂબીઓ પૂરી જોઈ જતા ને તે તે ધમની પાસે મૂકતા. દક્ષિણ આફ્રિકાના મારા પત્રવ્યવહારમાં પણ મેં તેમની પાસેથી એ જ વસ્તુ મેળવી હતી. (જૈ. સા, સં. ખંડ ૩ અંક ૧ પૃ. પર થી પ૫) ૧૦૪૨. “x પણ શ્રીમદ્ રાજચંદ્ર અસાધારણ વ્યક્તિ હતા. તેમનાં લખાણ એ તેમના અનુભવનાં બિંદુ સમાં છે. તે વાંચનાર વિચારનાર અને તે પ્રમાણે ચાલનારને મોક્ષ સુલભ થાય, તેના કષાયો મોળા પડે, તેને સંસાર વિષે ઉદાસીનતા આવે, તે દેહનો મોહ છોડી આત્માર્થી બને શ્રીમન્નાં લખાણ અધિકારીને સારૂ છે. બધા વાંચનાર તેમાં રસ નહિ લઈ શકે. ટીકાકારને તેની ટીકાનું કારણ મળશે. પણ શ્રદ્ધાવાન્ તો તેમાંથી રસ જ લૂંટશે. તેમનાં લખાણોમાં સત નીતરી રહ્યું છે એવો મને હમેશાં ભાસ આવ્યો છે. તેમણે પોતાનું જ્ઞાન બતાવવા સારૂ એક પણ અક્ષર નથી લખ્યો. લખનારનો હેતુ વાંચનારને પોતાના આત્માનંદમાં ભાગીદાર બનાવવાનો હતો. જેને આત્મફ્લેશ ટાળવો છે, જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે તેને શ્રીમનાં લખાણોમાંથી બહુ મળી રહેશે, એવો મને વિશ્વાસ છે, પછી ભલે તે હિંદુ હો કે અન્યધર્મી. (પૃ. ૪૯) ૧૦૪૩. મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકામાં હતા. ત્યારે જ તેમણે જણાવ્યું હતું કે તેમનાં જીવન અને વચનોનો હું ફરી ફરી અભ્યાસ કરું છું તેમ મને તેઓ ખરેખર તેમના સમકાલિન હિંદીઓમાં સર્વોત્કૃષ્ટ લાગે છે. ધર્મબોધમાં મને તેઓ ટૉલ્સ્ટૉય કરતાં ઘણા ચઢતા જણાય છે. એ કવિ અને ટૉલ્સ્ટૉય-બંને પુરુષોનાં ઉપદેશ અને વર્તન અવિસંવાદી છે.પપ૩ ગાંધીજીના જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક મનુષ્યો ત્રણ છે. રાયચંદભાઈએ તેમના જીવંત સંસર્ગથી, ટૉલ્સ્ટૉયે તેના “વૈકુંઠ તારા હૃદયમાં છે.' નામના પુસ્તકથી (અને તેમની સાથેના થોડા પત્રવ્યવહારથી) ને રસ્કિને “Unto this last” “સર્વોદય' નામના પુસ્તકથી મને ચકિત કર્યો (આત્મકથા ખંડ ૧, પૃ. ૧૪૩) સં. ૧૯૭રની અમદાવાદની રાજચંદ્ર જયંતી પ્રસંગે મહાત્માજીએ જણાવ્યું હતું કે “મારા જીવન પર શ્રીમદ્ રાજચંદ્રભાઇનો એવો સ્થાયી પ્રભાવ પડ્યો છે કે હું તેનું વર્ણન કરી શકતો નથી. તેમના વિશે મારા 443. The more I consider his life and his writing, the more I consider him to have been the best Indian of his times. Indeed, I put him and much higher than Tolstoy in religious perceptin, Both Kavi and Tolstoy have lived as they have preached. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy