SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૦૩૭ થી ૧૦૪૦ ગાંધીજી પર રાજચંદ્રની અસર ૪૭૩ તુટેલી છે, અથવા શબ્દની પસંદગીમાં ખોડ છે. પપર આ વર્ણન સંયમીને વિષે સંભવે. બાહ્યાડંબરથી મનુષ્ય વીતરાગી નથી થઈ શકતો. વીતરાગતા એ આત્માની પ્રસાદી છે. અનેક જન્મના પ્રયત્ન મળી શકે છે એમ હરકોઈ માણસ અનુભવી શકે છે. રાગોને કહાડવાનો પ્રયત્ન કરનાર જાણે છે કે રાગરહિત થવું કેવું કઠિન છે. એ રાગરહિત દશા કવિને સ્વાભાવિક હતી એમ મારી ઉપર છાપ પડી હતી. આમ અપવાદો છતાં વ્યવહારકુશળતા અને ધર્મપરાયણતાનો સુંદર મેળ જેટલો મેં કવિને વિષે જોયો એટલો બીજામાં નથી અનુભવ્યો. ૧૦૩૯. ‘અમુક હદ પછી શાસ્ત્રો મદદ નથી કરતાં, અનુભવ મદદ કરે છે તેથી રાયચંદભાઇએ ગાયું છે : જે પદ શ્રી સર્વશે દીઠું જ્ઞાનમાં, કહી શકયા નહિ તે પદ શ્રી ભગવંત છે, એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર પણ હાલ મનોરથરૂપ જો. એટલે છેવટે તો આત્માનો મોક્ષ દેનાર આત્મા જ છે. આ શુદ્ધ સત્યનું અપૂર્વ નિરૂપણ રાયચંદભાઈએ ઘણી રીતે પોતાનાં લખાણોમાં કર્યું છે. રાયચંદભાઈએ ઘણાં ધર્મપુસ્તકોનો સરસ અભ્યાસ કર્યો હતો. તેમને સંસ્કૃત માગધી ભાષા સમજતાં જરાએ મુશ્કેલી નહોતી આવતી. વેદાંતનો અભ્યાસ તેમણે કરેલો, તેમજ ભાગવતની અને ગીતાજીનો. જૈન પુસ્તકો તો જેટલાં તેમને હાથ આવતાં તે વાંચી જતા. તેમની તે ગ્રહણ કરવાની શક્તિ અથાગ હતી. એક વખતનું વાંચન તે તે પુસ્તકોનું રહસ્ય જાણી લેવાને સારૂ તેમને પૂરતું હતું. કુરાન, છંદ અવસ્તા ઇ. નું વાંચન પણ અનુવાદો મારફતે તેમણે કરી લીધું હતું. ૧૦૪૦. “તેમનો પક્ષપાત જૈન દર્શન તરફ હતો એમ તેઓ મને કહેતા. તેમની માન્યતા હતી કે જિનાગમમાં આત્મજ્ઞાનની પરાકાષ્ટા છે. પણ રાયચંદભાઇને બીજા ધર્મ પ્રત્યે અનાદર ન હતો. વેદાંત પ્રત્યે પક્ષપાત પણ હતો. વેદાંતીને તો કવિ વેદાંતી જ જણાય. મારી સાથે ચર્ચા કરતાં મને કોઈ દિવસે તેમણે એવું તો કહ્યું જ નહિ કે મારે મોક્ષ મેળવવા સારૂ અમુક ધર્મને અવલંબવો જોઈએ. મારો આચાર વિચારવાનું જ તેમણે મને કહ્યું. પુસ્તકો કયાં વાંચવાં એ પ્રશ્ન ઉઠતાં મારૂં વલણ ને મારા બચપણના સંસ્કાર વિચારી તેમણે મને ગીતાજી વાંચતાં તેમાં ઉત્તેજન આપેલું, અને ૫૫૨. ગુજરાતી માતૃભાષાદ્વારા જ કેળવણી લેવી જ જોઈએ એ વિષે મહાત્માજીએ બીજી ગુજરાત કેળવણી પરિષદના પ્રમુખ તરીકે જે નીચેના શબ્દો કહ્યા હતા તેમાં પણ રાયચંદ કવિની ભાષા સંબંધીના મિત શબ્દો નોંધવા જેવા છેઃ નરસિંહ મહેતાની જે ભાષા છે, જેમાં નંદશંકરે પોતાનો કરણઘેલો લખ્યો, જેમાં નવલરામ, નર્મદાશંકર, મણિલાલ, મલબારી વગેરે લેખકો લખી ગયા છે, જે બોલીમાં મરહુમ રાજચંદ્ર કવિએ અમૃતવાણી સંભળાવી છે, જે ભાષાની સેવા કરી શકે એવી હિંદુ, મુસલમાન ને પારસી જાતિઓ છે. જેના બોલનારામાં પવિત્ર સાધુ થઈ ગયા છે, જે વાપરનારામાં ધનાઢ્યો છે, જેમાં પરદેશ ખેડનારા વહાણવટીઓ થઇ ગયા છે, જેમાં મુળુ માણેક ને જોધા માણેકના શૂરાતનના પડઘા આજ પણ બરડા ડુંગરમાં સંભળાય છે તે ભાષાની મારફતે ગુજરાતીઓ કેળવણી ન લેય તો તેઓ બીજું શું ઉજાળશે ? આ પ્રશ્નને વિચારવો પડે છે. એ જ ખેદ છે.' (વસંત કાર્તિક સં. ૧૯૭૪ પૃ. ૫૮૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy