SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ હતો. જોકે મારો તેમની સાથે સંબંધ વ્યાવહારિક કાર્યને જ અંગે થયેલો તો પણ તેમણે મારા આત્માના કલ્યાણ અર્થે ચિંતા કરવા માંડી. મારૂં એક કર્તવ્ય હું સમજી શકયો. જ્યાં સુધી હિંદુ ધર્મનું રહસ્ય હું પૂરું ન જાણી લઉં અને તેનાથી મારા આત્માને અસંતોષ ન થાય ત્યાં સુધી મારા જન્મનો ધર્મ મારે નજ તજવો જોઈએ. તેથી મેં હિંદુ અને બીજા ધર્મપુસ્તકો વાંચવાં શરૂ કર્યા. ખ્રિસ્તી, મુસલમાની પુસ્તકો વાંચ્યાં. લંડનમાં થયેલા અંગ્રેજ મિત્રોની સાથે પત્રવ્યવહાર ચલાવ્યો. તેમની આગળ મારી શંકાઓ મૂકી, તેમજ હિંદુસ્થાનમાં જેઓ ઉપર મારી કંઈપણ આસ્થા હતી તેમની સાથે પત્રવ્યવહાર ચલાવ્યો. તેમાં રાયચંદભાઈ મુખ્ય હતા. તેમની સાથે તો મને સરસ સંબંધ બંધાઇ ચૂકયો હતો. તેમના પ્રત્યે માન હતું, તેથી તેમની મારફતે જે મળી શકે તે મેળવવા વિચાર કર્યો. તેનું પરિણામ એ આવ્યું કે હું શાંતિ પામ્યો. હિંદુધર્મમાં મને જે જોઇએ તે મળે એમ છે, એવો મનને વિશ્વાસ આવ્યો. આ સ્થિતિને સારૂ રાયચંદભાઇ જવાબદાર થયા એટલે મારૂં માન તેમના પ્રત્યે કેટલું વધ્યું હોવું જોઇએ તેનો ખ્યાલ વાંચનારને કંઈક આવશે. (રાયચંદભાઇનાં કેટલાંક સ્મરણો જૈ. સા. સં. ૩, ૧, પૃ. ૫૦ તથા શ્રીમદ્ રાજચંદ્રની ત્રીજી આવૃત્તિની ભૂમિકા). x x સ્વસ્ત્રી પ્રત્યે પણ બ્રહ્મચર્યનું પાલન કરવું એ મને દક્ષિણ આફ્રિકામાં જ સ્પષ્ટ સમજાયું.’ x એટલું સ્મરણ છે કે એમાં રાયચંદભાઇની અસરનું પ્રાધાન્ય હતું.' (આ બે પ્રસંગ માટે જુઓ ગાંધીજીની આત્મકથા ખંડ ૧ પૃ. ૨૧૪ ૩૧૭) આ ઉપરાંત શંકા વગેરેનું સમાધાન આદિ અર્થે કવિએ ગાંધીજી પર લખેલ પત્રો (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૪૪૭, ૪૧૨, ૬૪૭) નોંધવા યોગ્ય છે. ૧૦૩૭. વળી પોતાનાં સ્મરણોમાં ગાંધીજીએ વિશેષ કરી જણાવ્યું છે કેઃ- ‘તેમનાં લખાણોની એક અસાધારણતા એ છે કે પોતે જે અનુભવ્યું તેજ લખ્યું છે. તેમાં કયાંયે કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારૂ એક લીટી સરખી પણ લખી હોય એમ મેં નથી જોયું. તેમની પાસે હમેશાં કંઇક ધર્મપુસ્તક અને એક કોરી ચોપડી પડેલાં જ હોય. એ ચોપડીમાં પોતાના મનમાં જે વિચાર આવે તે લખી નાખે. કોઇ વેળા ગદ્ય ને કોઇ વેળા પદ્ય. એવી રીતે જ ‘અપૂર્વ અવસર' પણ લખાયેલું હોવું જોઇએ. (તેનાં પ્રથમ બે પદ ટાંક્યાં છે કેઃ) અપૂર્વ અવસર એવો કયારે આવશે, ક્યારે થઇશું બાહ્યાન્તર નિગ્રન્થ જો, સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, ક્વ મહત્પુરુષને પંથ જો ? ૧ સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય જો, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહિં, દેહે પણ કિંચિત્ મૂર્છા નવ જોય જો. ૨ ખાતાં, બેસતાં, સુતાં, પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તો હોય જ. કોઇ વખત આ જગતના કોઇ પણ વૈભવને વિષે તેમને મોહ થયો હોય એમ મેં નથી જોયું. ૧૦૩૮. ‘ x x ભાષા એટલી પરિપૂર્ણ હતી કે તેમને પોતાના વિચારો બતાવતાં કોઈ દિવસ શબ્દ ગોતવો પડયો છે એમ મને યાદ નથી. કાગળ લખવા બેસે ત્યારે ભાગ્યે જ શબ્દ બદલતાં મેં તેમને જોયા હશે; છતાં વાંચનારને એમ નહિ લાગે કે કયાંએ વિચાર અપૂર્ણ છે કે વાક્યરચના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy