SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૧ પારા ૧૦૩૨ થી ૧૦૩૬ ગાંધીજી અને રાજચંદ્ર પણ એ વસ્તુ તેમનો વિષય ન હતી. તેમનો વિષય તેમનો પુરુષાર્થ-તો આત્માઓળખ-હરિદર્શન હતો. પોતાની પેઢી ઉપર બીજી વસ્તુ હોય યા ન હોય પણ કોઈને કોઈ ધર્મપુસ્તક અને રોજનીશી હોય જ. વેપારની વાત પૂરી થઈ કે ધર્મ પુસ્તક ઉઘડે અથવા પેલી નોંધપોથી ઉઘડે. તેમના લેખોનો જે સંગ્રહ પ્રગટ થયો છે. તેમાંનો ઘણો (કેટલોક ભાગ તો આ નોંધપોથીમાંથી લેવાયેલો છે. જે મનુષ્ય લાખોના સોદાની વાત કરી લઇને તુરત આત્મજ્ઞાનની ગૂઢ વાતો લખવા બેસી જાય જાય તેની જાત વેપારીની નહિ પણ શુદ્ધ જ્ઞાનીની છે. તેમનો આવી જાતનો અનુભવ મને એક વેળા નહિ પણ અનેક વેળા થયેલો. મેં તેમને કદી મૂર્શિત સ્થિતિમાં નથી જોયા. મારી જોડે તેમને કશો સ્વાર્થ ન હતો. તેમના અતિ નિકટ સંબંધમાં હું રહ્યો છું. હું તે વેળા ભિખારી બારીસ્ટર હતો. પણ જ્યારે હું તેમની દુકાને પહોંચે ત્યારે મારી સાથે ધર્મવાર્તા સિવાય બીજી વાર્તા ન જ કરે. આ વેળા જો કે મેં મારી દિશા જોઈ ન હતી, મને સામાન્ય રીતે ધર્મવાર્તામાં રસ હતો એમ ન કહી શકાય, છતાં રાયચંદભાઈની ધર્મવાર્તામાં મને રસ આવતો. ઘણા ધર્માચાર્યોના પ્રસંગમાં હું ત્યાર પછી આવ્યો છું, દરેક ધર્મના આચાર્યોને મળવાનો પ્રયત્ન મેં કર્યો છે, પણ જે છાપ મારા ઉપર રાયચંદભાઈએ પાડી તે બીજા કોઈ નથી પાડી શકયા. તેમનાં ઘણાં વચનો મને સોંસરાં ઉતરી જતાં. તેમની બુદ્ધિને વિષે મને માન હતું. તેમની પ્રામાણિકતા વિષે તેટલું જ હતું. તેથી હું જાણતો હતો કે તેઓ મને ઇરાદપૂર્વક આડે રસ્તે નહિ દોરે ને પોતાના મનમાં હશે એવું જ કહેશે. આથી મારી આધ્યાત્મિક ભીડમાં હું તેમનો આશ્રય લેતો.” (ગાંધીજીની આત્મકથા-ખંડ ૧ પૃ. ૧૩૯-૧૪૨) ૧૦૩૫. આવી રીતે આશ્રય લેવાનો પ્રસંગ ધર્મશોધ અર્થે થયેલા હૃદયમંથન વખતે ગાંધીજીએ લીધો હતો “જેમ ખ્રિસ્તી મિત્રો મારા ઉપર અસર કરવા મથી રહ્યા હતા તેમ મુસલમાન મિત્રોનો પણ પ્રયત્ન હતો x મારી મુસીબતો રાયચંદભાઈ આગળ મૂકી. હિંદુસ્તાનના બીજા ધર્મશાસ્ત્રીઓ સાથે પણ પત્રવ્યવહાર ચલાવ્યો. તેમના જવાબ ફરી વળ્યા. રાયચંદભાઈના પત્રથી મને કંઈક શાંતિ થઈ. તેમણે મને ધીરજ રાખવા ને હિંદુધર્મનો ઊંડો અભ્યાસ કરવા ભલામણ કરી. તેમના એક વાક્યનો ભાવાર્થ આ હતો; “હિંદુધર્મમાં જે સૂક્ષ્મ અને ગૂઢ વિચારો છે, આત્માનું નિરીક્ષણ છે, દયા છે, તેવું બીજા ધર્મમાં નથી એવી નિષ્પક્ષપાતપણે વિચારતાં મને પ્રતીતિ થઈ છે.' x કવિની સાથે તો છેવટ સુધી પત્રવ્યવહાર ટક્યો. તેમણે કેટલાંક પુસ્તકો મોકલ્યાં તે પણ મેં વાંચ્યાં. તેમાં પંચીકરણ, મણિરત્નમાળા, યોગવશિષ્ઠનું “મુમુક્ષુપ્રકરણ', હરિભદ્રસૂરિનું ‘પદર્શન સમુચ્ચય' ઇ૦ હતાં' (આત્મકથા ખંડ ૧ પૃ. ૨૧૪-૨૧૫) ૧૦૩૬. આ સંબંધમાં વિશેષ સ્પષ્ટતાથી અન્ય પ્રસંગે ગાંધીજી જણાવે છે કે હિંદુ ધર્મમાં મને શંકા પેદા થઈ તે સમયે તેના નિવારણમાં મદદ કરનાર રાયચંદભાઈ હતા. સને ૧૮૯૩ (સં. ૧૯૪૯) ની સાલમાં દક્ષિણ આફ્રિકામાં હું કેટલાક ખ્રિસ્તી સજ્જનોના ખાસ સંબંધમાં આવેલો. તેમનું જીવન સ્વચ્છ હતું. તે ધર્મચુસ્ત હતા. બીજા ધર્મવાળાને ખ્રિસ્તી થવા સમજાવવા એ તેમનો મુખ્ય વ્યવસાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy