SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ આવૃત્તિ પૃ. ૬૨૨ માં) પણ ઉદયકાળ તેવો ન આવ્યો. તેમણે સત્સંગ, ગુરુ-જ્ઞાનીનો પરિચય એ પર બહુ ભાર મૂકયો છે. પોતાની આત્મદશા માટે જણાવે છે કે દશ વર્ષે ધારા ઉલ્લસી, સં. ૧૯૪૧ માં અપૂર્વનો અણસાર આવ્યો, ૧૯૪૨માં સમ્યકત્વ થયું. સત્ય ધર્મનો ઉદ્ધાર કરવાનો નિર્ધાર થયો વગેરે.” પોતાને લાગ્યું કે વર્તમાનમાં જૈનદર્શન એટલું બધું અવ્યવસ્થિત અથવા વિપરીત સ્થિતિમાં જોવામાં આવે છે. * જૈન માર્ગમાં પ્રજા પણ થોડી રહી છે અને તેમાં સેંકડો ભેદ વર્તે છે, એટલું જ નહિ પણ મૂળમાર્ગ (પૃ. ૫૫૧) ની સન્મુખની વાત પણ તેમને કાને નથી પડતી. x x સર્વસંગ પરિત્યાગ થયે તે કાર્યની પ્રવૃત્તિ સહજ સ્વભાવે ઉદયમાં આવે તો કરવી એવી માત્ર કલ્પના છે' (પૃ. ૪૮૯) આવો ‘ઉદય’ આવ્યો નહિ અને તે માત્ર કલ્પના' તે કલ્પના માત્ર રહી. ૧૦૩૨. મહાત્મા મોહનદાસ ગાંધી પર રાજચંદ્રનો પ્રભાવ પડયો છે અને તેને લીધે જૈન ધર્મની ચોખ્ખી અને સુરેખ અસર તેમના અંતરાત્મા પર અહિંસા અને સત્યની ઉંડી ઝીણવટપૂર્વક થઈ છે. તેથી ગાંધીજીએ રાજચંદ્ર વિષે જે વક્તવ્ય કર્યું છે. તે અત્ર આપવું પ્રસ્તુત ગણાશે. ૧૦૩૩. સન ૧૮૯૭ ના જુલાઈમાં વિલાયતથી પાછા ફરી પોતે મુંબઈ પહોંચ્યા તેજ દિવસે ગાંધીજીને રાયચંદભાઈ સાથે ઓળખાણ થઇ. પોતાની આત્મકથા પહેલા ભાગમાં જણાવે છે કે: “એક (ઓળખાણ) નોંધ્યા વિના નજ ચાલે. તે તો કવિ રાયચંદ અથવા રાજચંદ્રની. તેમની ઉમ્મર તે વેળા ૨૫ વર્ષ ઉપરની નહોતી. છતાં તે ચારિત્રવાન અને જ્ઞાની હતા એતો હું પહેલી જ મુલાકાતે જોઈ શકતો. તે શતાવધાની ગણાતા હતા. શતાવધાનની વાનગી જોવા દા. મહેતાએ મને સૂચવ્યું. મેં મારા ભાષાજ્ઞાનનો ભંડોળ ખાલી કર્યો ને કવિએ મેં કહેલા શબ્દો જે નિયમમાં કહ્યા હતા તેજ નિયમમાં કહી સંભળાવ્યા ! (હું રાજી થયો. ચકિત થયો અને કવિની સ્મરણશક્તિ વિષે મારો ઉંચો અભિપ્રાય બંધાયો-“રાયચંદભાઈનાં સ્મરણો') આ શક્તિની મને અદેખાઈ થઈ પણ હું તે ઉપર મુગ્ધ ન થયો. જેના ઉપર હું મુગ્ધ થયો તે વસ્તુનો પરિચય મને પાછળથી થયો. એ હતું તેમનું બહોળું શાસ્ત્રજ્ઞાન, તેમનું શુદ્ધ ચારિત્ર અને તેમની આત્મદર્શન કરવાની ભારે ધગશ. આત્મદર્શનને જ ખાતર તે પોતાનું જીવન વ્યતીત કરતા હતા એમ મેં પાછળથી જોયું હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે; મુકતાનંદનો નાથ વિહારીરે, ઓધા ! જીવનદોરી અમારી રે. એ મુક્તાનંદનું વચન તેમને મોઢે તો હતું જ. પણ તે તેમના હૃદયમાંયે અંકિત હતું (સ્મરણ શક્તિ ઘણાની તીવ્ર હોય, તેથી અંજાવાની શી જરૂર નથી. શાસ્ત્રજ્ઞાન પણ ઘણાને જોવામાં આવે છે. પણ જો તે સંસ્કારી ન હોય તો તેમની પાસેથી ફુટી બદામ પણ નથી મળતી. સંસ્કાર સારા હોય ત્યાં જ સ્મરણ શક્તિ અને શાસ્ત્રજ્ઞાનનો મેળાપ શોભે અને જગતને શોભાવે. કવિ સંસ્કારી જ્ઞાની હતા. (સ્મરણો જૈ. સા. સં. ૩, ૧ પૃ. ૫૧) ૧૦૩૪. “પોતે હજારોના વેપાર ખેડતા, હીરા મોતીની પારખ કરતા, વેપારના કોયડા ઉકેલતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy