SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૦૨૮ થી ૧૦૩૧ શ્રી મદ્ રાજચંદ્ર ૪૬૯ જાદા પ્રશ્રકારોને અને જિજ્ઞાસુઓને લખેલા ઉપયોગી પત્રકો શ્રીમદ્ રાજચંદ્ર એ નામના પુસ્તકમાં તેમના ભાઇ મનસુખલાલે ૫૫૧ સંગ્રહીત કરી પ્રકટ કરાવેલ છે. તેમાં અનુભવ, પ્રેરણા, ઉપયોગ, રાજયોગ આદિથી ઉદ્ભવતા ઉદ્ગારો જણાય છે. દેહોત્સર્ગ માત્ર ૩૩ વર્ષની વયે રાજકોટમાં સં. ૧૯૫૭ ચૈત્ર વ. ૫ દિને થયો. ૧૦૨૯. પોતે “કવિ' તરીકે ઓળખાયા પણ ખરી રીતે પ્રધાનપણે કવિ નહિ, પણ ફિલસૂફ હતા. તેમણે જણાવ્યું છે કે “કવિતા કવિતાર્થે આરાધવા યોગ્ય નથી. સંસારાર્થે આરાધવા યોગ્ય નથી. ભગવદ્ભજનાર્થે આત્મકલ્યાણાર્થે જો તેનું પ્રયોજન થાય, તો જીવને તે ગુણની ક્ષયોપશમતાનું ફળ છે. જે વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટ્યો નહીં, વિવેક આવ્યો નહીં, કે સમાધિ થઈ નહીં, તે વિદ્યાને વિષે રૂડા જીવે આગ્રહ કરવો યોગ્ય નથી.” (પત્રાંક ૩૯૬). “કાવ્યસાહિત્ય કે સંગીત આદિ કળા જો આત્માર્થે ન હોય તો કલ્પિત છે. કલ્પિત એટલે નિરર્થક, સાર્થક નહિ તે, જીવની કલ્પના માત્ર. ભક્તિપ્રયોજનરૂપ કે આત્માર્થે ન હોય તે બધું કલ્પિતજ.” (પૃ. ૭૨૫ પત્ર ૮૦૫) ખરું જ્ઞાન ગ્રંથોમાં ભાષામાં કે કવિ-ચાતુરીમાં નથી પરંતુ જ્ઞાનીઓ-આત્મજ્ઞોમાં રહ્યું છે - નહિ ગ્રંથમાંહિ જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિ કવિ-ચાતુરી નહિ મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિ ભાષા ઠરી નહિ અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળો જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૧૦૩). જૈન ધર્મમાં પડેલા મતમતાંતરોથી રહિત ગ્રંથો ગુંથવાનો વિચાર કર્યો. “એવા સાત ગ્રંથો રચવાનો વિચાર હતો. લાલિયુક્ત પ્રેરણાવાળી ઉપદેશ તરંગથી છલકાતી મોક્ષમાળા રઆ ઉપરાંત નિમિરાજ નામે એક સંસ્કૃત મહાકાવ્યના નિયમાનુસારે શાંતિરસ પ્રાધાન્ય રાખીને નવરસાત્મક પાંચ હજાર શ્લોકના પુરનો ગ્રંથ દિવસમાં રચ્યો હતો, કે જેમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચતુર્વર્ગ સંબંધી ઉપદેશ કરી ફળમાં મોક્ષમાર્ગ મૂકી દીધો છે. તેમાં કવિત્વશક્તિના લાલિત્યનું ભાન થાય છે. એક સાર્વજનિક સાહિત્યનો એક હજાર શ્લોકનો ગ્રંથ એક દિવસમાં રચ્યો છે.” (સાક્ષાત સરસ્વતી નામનું ચોપાનિયું) આ છેલ્લા બે ગ્રંથો અનુપલબ્ધ છે. ૧૦૩૧. જૈન ધર્મનો-માર્ગનો ઉદ્ધાર કરવા સંબંધી નાની વયે જિજ્ઞાસા વર્તતી હતી. (જુઓ હાથનોંધ ૧૪ અને ૧૫ પત્રાંક ૪૬૪ બીજી આવૃત્તિ અને તે પણ સર્વસંગપરિત્યાગ કરીને બીજી ૫૫૧. મનસુખલાલ સં. ૧૯૮૦માં સ્વર્ગસ્થ થયા, ત્યારે ગાંધીજીએ લખ્યું કે “ભાઈ મનસુખલાલને હું નાનપણથી ઓળખતો અને ત્યારથી જ એની ચંચળ બુદ્ધિને પણ હું ઓળખતો થયો હતો. ભાઈ મનસુખલાલ અત્યંત ઉત્સાહી હોઈ તેણે અનેક પ્રવૃત્તિઓમાં હાથ ઘાલ્યો હતો. પણ મારી એવી માન્યતા છે કે શ્રીમદ્ રાયચંદભાઈનાં લખાણોનો સંગ્રહ કરવાનો અને આ ઉતાવળીયા યુગમાં ઉતાવળીયા માણસોને રચી શકે તેમ તેમનાં વચનો ગોઠવી પ્રગટ કરવાનો ઉદ્યમ કરવાને સારુ તેનું સ્મરણ લાંબા કાળ સુધી રહેશે. x x' અગસ્ટ ૧૯૦૫માં “સનાતન જૈન” નામનું માસિક કાઢી ચારેક વર્ષ ચલાવ્યું. તેમાં સ્વતંત્ર અને નિડર લેખો લખતા. તેમાં તેમનું ધ્યેય એ હતું કે જૈનો મતમતાંતર-પ્રત્યેક મતભેદ દૂર કરી એકતાપૂર્વક સનાતન જૈન આમ્યાયથી વર્તવાની અગત્ય સિદ્ધ કરવી. ૧૯૦૭ના માર્ચ માસથી હું તેમની સાથે ઉપસંપાદક તરીકે જોડાયો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy