SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ સંબંધી ચમત્કારો સાંભળ્યા હતા, જેથી મને ભક્તિની સાથે તે અવતારોમાં પ્રીતિ થઈ હતી; અને રામદાસજી નામના સાધુની સમીપે મેં બાળલીલામાં કંઠી બંધાવી હતી. x પ્રવિણસાગર નામનો ગ્રંથ તેવામાં મેં વાંચ્યો હતો. x ગુજરાતી ભાષાની વાંચનમાળામાં જગત્કર્તા સંબંધી કેટલેક સ્થળે બોધ કર્યો છે તે મને દઢ થઈ ગયો હતો, જેથી જૈન લોકો ભણી મારી બહુ જુગુપ્સા હતી; બનાવ્યા વગર કોઈ પદાર્થ બને નહીં માટે જૈન લોકો મૂર્ખ છે, તેને ખબર નથી. તેમજ તે વેળા પ્રતિમાના અશ્રદ્ધાળુ લોકોની ક્રિયા મારા જોવામાં આવી હતી, જેથી તે ક્રિયાઓ મલિન લાગવાથી હું તેથી બીતો હતો, એટલે કે તે મને પ્રિય નહોતી. જન્મભૂમિકામાં જેટલા વાણિયાઓ રહે છે, તે બધાની કુળશ્રદ્ધા ભિન્ન ભિન્ન છતાં, કાંઈક પ્રતિમાના અશ્રદ્ધાળુને જ લગતી હતી, એથી મને તે લોકોનો જ પનારો હતો. ૪ પણ હળવે હળવે મને તેમનાં પ્રતિક્રમણ સૂત્ર ઇત્યાદિક પુસ્તકો વાંચવા મળ્યાં; તેમાં બહુ વિનયપૂર્વક સર્વ જગતને જીવથી મિત્રતા ઇચ્છી છે તેથી, મારી પ્રીતિ તેમાં થઈ; અને પેલામાં પણ રહી; હળવે હળવે આ પ્રસંગ વધ્યો, છતાં સ્વચ્છ રહેવાના તેમજ બીજા આચાર વિચાર મને વૈષ્ણવના પ્રિય હતા; અને જગત્ કર્તાની શ્રદ્ધા હતી. તેવામાં કંઠી તુટી ગઇ, એટલે ફરીથી મેં બાંધી નહીં, તે વેળા બાંધવા-ન બાંધવાનું કંઈ કારણ મેં શોધ્યું નહોતું. આ મારી તેર વર્ષની વયની ચર્ચા છે. પછી હું મારા પિતાની દુકાને બેસતો દુકાને મેં નાના પ્રકારની લીલાલ્હેર કરી છે; અનેક પુસ્તકો વાંચ્યાં છે. રામ ઇત્યાદિકનાં ચરિત્રો પર કવિતાઓ રચી છે; સંસારી તૃષ્ણાઓ કરી છે. છતાં કોઇને મેં ઓછો અધિકો ભાવ કહ્યા નથી, કે કોઈને મેં ઓછું અધિકું તોળી દીધું નથી, એ મને ચોક્કસ સાંભરે છે.” (શ્રીમદ્ રાજચંદ્ર લેખાંક ૬૩ બીજી આવૃત્તિ, ૬૪ છેલ્લી આવૃત્તિમાંથી.) ૧૦૨૮. ૧૪-૧૫ વર્ષ વયે અષ્ટાવધાન, પછી સોળ બાવન અને અંતે સો અવધાન ૧૯ વર્ષની વયે મુંબઇમાં ક્યાં (કે જે કર્યા પહેલાં સુરતમાં જ “સાક્ષાત સરસ્વતિ' એ નામની ૩૮ પાનાની ચોપડી બહાર પડી કે જે પરથી અવધાનોમાં ખ્યાતિનો હેતુ સ્પષ્ટ ભાસે છે.) આ શતાવધાન જોઈ સ્વ૦ મલબારી જેવા વિદ્વાન સુધારક નેતાએ તેમને “બુદ્ધિ અને સ્મરણશક્તિ અદ્ભુત રીતે ધરાવનાર (prodigy of intellect and memory) કહ્યા. આ કવિએ ૧૬ વરસ અને પાંચ માસની ઉમ્મરે ત્રણ દિવસમાં (શ્રી રા૦ પૃ. ૭૧૪) જૈન દર્શનમાં પ્રાથમિક ચંચપ્રવેશ કરાવનાર શિક્ષાપાઠોની વાંચનમાળા-વીતરાગ માર્ગપ્રવેશિકા એવી મોક્ષમાળા રચી હતી. “જૈનમાર્ગમાં યથાર્થ સમજાવવા તેમાં પ્રયાસ કર્યો છે. જિનોક્ત માર્ગથી કાંઈ પણ ન્યૂનાધિક તેમાં કહ્યું નથી. વીતરાગમાર્ગ પર આબાલવૃદ્ધની રુચિ થાય, તેનું સ્વરૂપ સમજાય, તેનું બીજ હૃદયમાં રોપાય તેવા હેતુએ બાલાવબોધ રૂપ યોજના તેની કરી છે.” (શ્રી રા૦ પૃ. ૭૧૫) “એ છપાતાં વિલંબ થયેલ તેથી ગ્રાહકોની આકુળતા ટાળવા ભાવનાબોધ ત્યાર પછી (૧૭માં વર્ષે) રચી ઉપહારરૂપે ગ્રાહકોને આપ્યો હતો. સં. ૧૯૫૨માં પદ્યમાં નડીઆદ મુકામે આત્મસિદ્ધિ શાસ્ત્રપ૫૦ એ નામની કૃતિ રચી. તે સર્વે કૃતિઓ તેમજ તેમણે જુદા ૫૫૦. આનું અંગ્રેજી ભાષાંતર મહાત્મા ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી કરી સ્વ. મનસુખલાલ રવજી પર મોકલી આપ્યું હતું. પણ તે દરકારના અભાવે ગુમાઈ ગયું. ઇંદોર હાઈકોર્ટના જજ રાય જનમંદિરલાલ જેની બૅરિસ્ટરે તેનું અંગ્રેજી ભાષાંતર કરેલું તે તેની પ્રસ્તાવના સહિત The Self Realisation એ નામથી સને ૧૯૨૩માં પ્રસિદ્ધ થયું છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy