SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ ૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૪. ડાપણ હારૂં જાણ્યું રે ડાહ્યા ! ડાહ્યો તું થા મા જ્ઞાન સુધારસ મુકી આખર માયા વિષ્ટા આ મારંગરાગથી રીઝે ઘડીમાં ઘડી વૈરાગે ઝઝે તાણા તાણથી પાપી ચેતન ! રઘવાયા તું થા મા-ડા'પણ૦ x x x મનજી મિત્ર ! ઘડી માફ રાખને બાપ ! પગે પડી વિનવું. છોડય નાડયને હવે અનાડી પાતક-પારો પા મા-ડાપણ૦ અલખ નિરંજન ચિઘનસંગી ચેતન આતમરામી રે પાપે ડૂબી ગંગા મૂકી વૈતરણીમાં હા મા-ડા'પણ૦ - ડાહ્યાભાઈએ મરણ ઘડીએ બનાવેલ ભજનો. ૧૦૨૧. આ જૈન નાટકકાર અમદાવાદના વતની સં. ૧૯૨૩ ફા. શું. ૧૪ ને દિને જન્મ પામી સં. ૧૯૬૮ ચૈત્ર વ. ૮ દિને માત્ર ૩૫ વર્ષની નાની વયે સ્વર્ગસ્થ થયા. તેમણે સફળ અને ઉત્તમ નાટકાર તરીકે અનેક નાટકો રચ્યાં; તે સર્વનાં ગાયનો તેમનું ઉંચી કક્ષાનું કાવ્યત્વ રજુ કરે છે. આ કાવ્યત્વને તે સર્વ નાટકોની સુંદર વસ્તુ સંકલનાથી સુઘટિત કરેલાં નાટકો પોતાની સ્થાપેલી શ્રી દેશી નાટક સમાજ દ્વારા ગુજરાતી પ્રજા સમક્ષ ભજવી બતાવ્યાં ને તેથી ગુજરાતી નાટય કલામાં જાદી જ ભાત પાડી તેમાં ઉત્ક્રાન્તિ કરી. ૧૦૨૨. કૉલેજમાં કરેલા અધ્યાયથી તેમને સંસ્કૃતિનું સારું જ્ઞાન હતું અને અમદાવાદની મિશન હાઇસ્કુલમાં સંસ્કૃત શિક્ષક તરીકે કામ કર્યું. પછી નાટકપ્રયોગ રચી તેને ગુજરાતની રંગભૂમિમાં ભજવવાનો-નાટકનો પવિત્ર ધંધો હાથ ધર્યો તેમાં તેમનો આશય ઉચ્ચ હતો. “નાટકોમાં જો ઉંચી ભાવના દાખલ થાય, માત્ર હલકી પ્રતિના પ્રેક્ષકોના વિનોદાર્થે નહિ પણ જનસમૂહની વૃત્તિ અને નીતિ ઉચ્ચતર કરવાના સ્તુત્ય અને પ્રશંસનીય હેતુથી જ માત્ર તે લખાય અને ભજવાય તો બેશક ધીરે ધીરે પ્રેક્ષકોની રૂચિ પણ ઉંચી થાય તેમજ લેખકોની દૃષ્ટિ પણ સર્વદા ઉચ્ચ લક્ષ તરફ જ રહે. ડાહ્યાભાઈનો નાટકના સાહિત્યની ઉન્નતિ કરવાનો પ્રયાસ સારી રીતે જાણીતો છે. તેમનું નાની વયમાં મૃત્યુ થવાથી તેમનો પ્રયાસ અટકી પડયો' (સાઠીના સાહિત્યનું દિગ્દર્શન પૃ. ૧૧૪.). ૧૦૨૩. તેમનાં રચેલાં નાટકો-૧. મ્યુનિસિપાલ ઇલેકશન ૨ કેસર કિશોર સં. ૧૯૫૧ ૩ સતી સંયુક્તા આવૃત્તિ ચોથી સં. ૧૯૫૨, ૪ મદનમંજરી સં. ૧૯૫૩ ૫ સતી પાર્વતી ૬ અશ્રુમતી આ. ૨ સં. ૧૯૫૨, ૮ રામવિયોગ આ૦ ૪ થી સં. ૧૯૫૫, ૮ સરદારબા આ. ૬ સં. ૧૯૫૭, ૯ ભોજકુમાર, આ. ૨ સં. ૧૯૫૫ ૧૦ ઉમાદેવડી આ. ૪ સં. ૧૯૫૫ આ૦ ૫ સં. ૧૯૫૭, ૧૧ વિજયાવિજય, ૧૨ વીણાવેલી આ. ૧ સં. ૧૯૫૫, ૧૩ ઉદયભાણ આ. ૪ સં. ૧૯૫૮, ૧૪ મોહિનીચંદ્ર, ૧૫ સતિ પમિની-આ પ્રમાણે ૧૫ કુલ નાટકો છે. બધાંનો રચના સંવત નિર્ણત થઈ શકયો નથી, છતાં પૌર્વાપર્ય ક્રમ રચનાના અનુક્રમે પ્રાયઃ છે એમ ભાસે છે. પવિત્ર લીલાવતી નામનું નાટક તેમની મંડળીએ ભજવેલું તે બહુ લોકપ્રિય થયું હતું. તેની વસ્તુ ઉદયરત્નના લીલાવતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy