SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૦૧૯ થી ૧૦૨૦ શેઠ પ્રેમચંદ રાયચંદ ૪૬૩ છે એજ મારા ખરા મિત્ર છે હું જે આપું છું તેજ મારૂં છે ને રાખું છું તેના માલિક તો બીજા જ છે.' તેમની મહાન્ ઉદારતાનો સ્મરણસ્તંભ તો પોતાની માતુશ્રી રાજબાઇના નામથી ‘રાજબાઇ ટાવર’ હાલ મુંબઈની યુનિવર્સિટીના મકાન સાથે બેકબે દરિયાનું અવલોકન કરતો ઉભેલો છે. તે માટે બે લાખ રૂ. આપતાં કોઈપણ જાતની સરત કરી નહિ. જૈન ધર્મમાં તેમજ ન્યાત જાતના તફાવત વગરનાં સાર્વજનિક ધર્માદા કાર્યોમાં તેમણે છુટે હાથે નાણાંની રકમો ભરી આપી પોતાની સમૃદ્ધિનું સાર્થક કરેલું છે. એમ કોઈ પણ વ્યક્તિ પ્રસન્ન અંતઃક૨ણે વિના સંકોચે કહેશે જ. આ છતાં એક પણ સ૨કા૨ી ટાઇટલ તેમણે સ્વીકારેલ-પ્રાપ્ત કરેલ નથી; અને કીર્તિની કે નામની ઇચ્છા રાખી નથી. મહાન્ કુશળ વ્યાપારી પુષ્કળ સંપત્તિ મેળવી તેનો સદુપયોગ કર્યાં જ કરી સ્વભાવે રહીને ૭૬ વર્ષનું લાંબું આયુષ્ય ભોગવી સં. ૧૯૬૨ના ભાદ્ર. શુ. ૧૨ શુક્ર છે એ ગુર્જર જૈન દાતાને૫૪૮ વર્તને સાદા અને શાંત દિને સ્વર્ગસ્થ થયા. ધન્ય ૧૦૨૦, સં. ૧૯૨૦ થી મુંબઇથી અમદાવાદ સુધી રેલ્વે ચાલતી ૧૯૨૬ ને ૨૮ વચ્ચે અમદાવાદથી વઢવાણ સુધી, ૧૯૨૯થી વીરમગામથી ખારાઘોડા સુધી, ૧૯૩૬માં વઢવાણથી ભાવનગર સુધીને ૧૯૩૫માં અમદાવાદથી ઉત્તરમાં રાજપૂતસ્થાન તરફ આગગાડી ચાલવા માંડી. નાટકકાર ડાહ્યાભાઈ ધોળશાજી. ૧. શંકર ! શિવંકર ! ચિન્તા પરિહર ભૂતાદિનાથ ! જગનાથ ! હે જિનવર !-શંકર ! ચિન્તામણિ ચરણ શરણ છે ચિત્ત વિષે ત્રાતા ! નિવાર તાપત્રય ભયંકર-શંકર !-શંકર ! ઘટઘટ પ્રગટ તું પોતે સદા રહે કૈવલ્યશાલી ભજીએ દિગંબર-શંકર ! ૨. ૩. - તેમના વીણાવેલી નાટકનું મંગલાચરણ ડગલે ડગલે ડુંગરા, વિકટ પ્રેમનો પંથ; કૃપા કરે શ્રી રામ તો, સંત પામતા અંત. વીણાવેલી. ગોથાં ખાય છે શિદને હજુ જગનાથને ભજને X X X ડા'પણ દરિયો વાત વિસામો માણેક મિત્ર ! કયાં મળશો રે. જજો જહાંનમમાં રાજ્ય જગતનું વાતવિસામો ન ટળજો-હજ ુ Jain Education International - X X X પતિત પાવન ! અધમ ઉધારણ ! નવીન પાતકી હારો રે નાથ ! કૃપા કરી પાપ-ઘાણીથી પીલાતો ઉગારો રે-હ ૫૪૮. જાઓ ‘ગુજરાતી'નો સં. ૧૯૬૮નો દીવાળીનો ખાસ અંક પૃ. ૮૭-૮૮; (સ૨) દિનશા એદલજી વાછાનું Premchand Roychand એ નામનું સને ૧૯૧૩માં બહાર પડેલું અંગ્રેજી પુસ્તક. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy