SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ સં. ૧૯૧૭-૨૨ સુધીમાં આણી દીધી હતી. કરોડાધિપતિ થયા ને તે વખતે ધર્મ, કોમ, જાતિનો ભેદ રાખ્યા વગર સખાવતો કર્યે જ રાખી. સ્થિતિના ઉછાળા આવ્યા છતાં ધીરજ ડગી નહિ. આ સર્વમાં ઉતરવું અત્ર પ્રસ્તુત નથી. જેવા ચંચલ બુદ્ધિશાલી ને ઉદ્યોગશીલ વેપારી તેવા જ ઉદાર. લક્ષ્મી મળતી ગઈ તેમ તેનો ઉદારતાથી વ્યય થતો જ ગયો. કેળવણીના કાર્યમાં મદદ ક૨વા માટે તેમણે મુંબઈ અને કલકત્તાની યુનિર્સિટીઓને સવા છ લાખ અને સવાચાર લાખ રૂ.ની મદદ આપી.૫૪૭ સુરત, ભરૂચ, અમદાવાદ અને બીજે ઘણે ઠેકાણે નિશાળો અને કન્યાશાળાઓ ઉભી કરી આપી. જૈનોને મદદ કરવા માટે અને ખાવાનું પુરું પાડવા પોતાના પિતાના નામની વીશી મુંબઇમાં ખોલી તેમાં પાંચ લાખ, સુરતમાં સ્વામીવાત્સલ્ય માટે દશ હજાર, ગિરનાર તીર્થની ધર્મશાલા ને ભાતા માટે ચાલીશ હજાર આપ્યા. અમદાવાદ ટ્રેનિંગ કૉલેજ તેમના નામની ચાલે છે. તેમાં એંશી હજાર, ગૂજરાત વર્નાકયુલર સોસાયટીને વીશ હજાર, સુરતમાં ધર્મશાળા માટે પાંસઠ હજાર, ફીયર ફલેચર કન્યાશાળાને સાઠ હજાર, સ્કૉટિશ ઑર્ફનેજને પચાસ હજાર, સુરત રાયચંદ દીપચંદ કન્યાશાળામાં વીસ હજાર, એલેકઝાંડ઼ા કન્યાશાળામાં દશ હજાર, ભરૂચની રાયચંદ દીપચંદ લાયબ્રેરીમાં પાંત્રીશ હજા૨, આણંદમાં ધર્મશાળામાં વીસ હજાર-આમ પોતાની હયાતી દરમ્યાન કરેલી સખાવતોની સત્તાવાર જાણીતી સખાવતો કુલ ૬૦ લાખ રૂ.ની થાય છે. તે ઉપરાંત મુંબઇના જે. એન. પીટિટ ઇન્સ્ટિટયુટ, રૉ. એ. સોસાયટી, નેટીવ જન૨લ લાયબ્રેરીમાં, તારંગાની ધર્મશાળામાં કેટલીક રકમો આપી, ગૂજરાત અને કાઠિયાવાડના ૭૬ ગામોમાં ધર્મશાળાઓ, કુવાઓ, તળાવોના જીર્ણોદ્ધારની અંદર લગભગ છ લાખ, જૈન દેરાસરોના જીર્ણોદ્વારમાં ૮ થી ૧૦ લાખ, વિદ્યાર્થીઓને ભણવા માટે તથા નાની નાની શાળાઓ તથા લાયબ્રેરીઓને પૈસા તથા પુસ્તકોની મદદમાં અઢી લાખ આપ્યા હતા. ગરીબ ગુરબાંને હંમેશની ખેરાતસારા વખતમાં દરમાસે આઠ હજારની અને પાછળથી ઓછામાં ઓછી ત્રણ હજારની હતી એમની ખાનગી સખાવત તેમના કુટુંબીઓથી કરી શકાય તેવી ગણત્રીથી ૪૦ લાખ રૂ.ની થાય છે. કુલ એક કરોડ કરતાં તેમની સખાવત વધી જાય છે. પ્રેમચંદ શેઠ પોતાનાં ધર્માદાય કાર્યો વિષે કહેતા ‘હું એવાં કાર્યો કરતા ભૂલ્યો નથી, પણ તે વિષે સુચના કરનારાઓ ભૂલ્યા હશે. મને સૂચવેલા માર્ગે મેં યથાશક્તિ ધર્માદા કરેલું જ છે. + + મારા સુભાગી વખતમાં જેઓ મને સત્કર્મ કરવાની સૂચના કરે ૫૪૭. વાછાના પુસ્તકમાં જણાવેલું છે કે મુંબઈ યુનિવર્સિટીને બે લાખ ૬-૧૦-૧૮૬૪ના પત્રથી મોટા ઘડીઆળવાળું ટાવર બાંધવાને તથા તા. ૨૭-૮-૧૮૬૪ના પત્રથી બે લાખ તે યુનિવર્સિટીની લાયબ્રે૨ી માટે કંઈ પણ સરત વગર આપ્યા. કલકત્તાની યુનિવર્સિટીને પણ બે લાખ રૂ. સને ૧૮૬૪-૬૫માં પ્રેમચંદ રાયચંદ સ્કૉલરશિપો એ નામથી પાંચ વાર્ષિક સ્કૉલરશિપો આપવા માટે કંઇ પણ શરત વગર આપ્યા હતા. અમદાવાદની ગુજરાત વર્નાકયુલર કોલેજને (પ્રે. ૨. મેઇલ ટ્રેનિંગ કોલેજને) ૨૯ હજાર, પોતાના પિતાના નામથી કન્યાશાલા સુરતના નિભાવ માટે દશ હજાર, સ્કોટિશ ઓર્ફનેજ માહિમના મકાન માટે સાઠ હજાર, ફ્રીઅર ફલેચર સ્કૂલના મકાનમાં પાંચ હજાર, અમદાવાદ કોલેજને સ્કોલરશિપો માટે વીસ હજાર, ‘બંગાલા સાઇકલોન રીલીફ ફંડ'માં પચીસ હજાર, અમદાવાદ રિલીફ ફંડમાં પાંચ હજાર, મુંબઈની જ્યોગ્રાફિકલ સોસાયટીને પાંચ હજાર આપવા ઉપરાંત અમેરિકન મિશન, ઇંડો-બ્રિટિશ ઇન્સ્ટિટયુશન, હેમાભાઇ ઇન્સ્ટિટયૂટ, નેટિવ જનરલ લાયબ્રેરી, એશિયાટિક લાયબ્રેરી તથા બીજી સંસ્થાઓને પણ પોતાનો સખાવતનો લાભ આપ્યો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy