SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૧ પાશ્ચાત્ય કેળવણીનો ઉદય-વીસમી સદી. I regard English as the language of inter-national commerce and diplomacy, and therefore consider its knowledge on the part of the some of us as essential As it contains some of the richest treasures of thought and literature, I would certainly encourage its careful study among those who have linguistic talents and expect them to translate those treasures for the nation in its vernaculars.-Mahatma Gandhi. - હું અંગ્રેજીને આંતરપ્રજાકીય વ્યાપાર અને કુનેહની ભાષા ગણું છું અને તેથી આપણામાંના કેટલાક માટે તેનું જ્ઞાન આવશ્યક ગણું છું. તેનામાં વિચાર અને વાડ્મયના અતિશય સમૃદ્ધ કેટલાક ખજાનાઓ છે. તેથી જેઓમાં ભાષાવિષયક બુદ્ધિ છે તેમાં તેની કાળજીપૂર્વક અભ્યાસ થાય એવું ચોક્કસ ઉત્તેજન આપું અને સાથે ઈચ્છું કે તેઓ પ્રજાને આ ખજાનાઓનું ભાષાંતર તેની લોકભાષાઓમાં કરે. દાનવીર પ્રેમચંદ રાયચંદ. 'The gentle mind by gentle deeds is known, For a man by nothing is so well betrayed, As by his manners in which plain is shewn Of what degree and what race he is grown,' -આર્ય-સભ્ય હૃદય સભ્ય કાર્યોથી જણાય છે, કારણ કે મનુષ્યમાં જે તત્ત્વ ગુપ્ત રહ્યું છે તે તેની રીતભાત પરથી જે સ્પષ્મણે પ્રકટ થાય તે પરથી ઝટ પકડાઈ આવે છે, અને તે કેવા દરજજાનો અને કેવી જાતિના વિકસેલ છે, તે જણાઈ આવે છે. ૧૦૧૯. પ્રેમચંદ શેઠ-સુરતના દશા ઓશવાળ શ્રાવક વાણીઆ. જન્મ સં. ૧૮૮૭. “ગરીબ માત પિતાને પેટે જન્મી, આત્મ બુદ્ધિબળથી વધી, સટ્ટાની દુનિયામાં “શેર સટ્ટાના રાજા' તરીકે પ્રસિદ્ધિ પામનાર-આખા હિંદને એક ચકવે ચડાવનાર પુરુષ-અન્ય શબ્દમાં કહીએ તો મહાપુરુષ હતા અને આસ્માની સુલતાનીના ચક્રમાંથી પસાર થવા છતાં, સારૂં નામ-સવારનું નામ પ્રાપ્ત કરનાર, દેશવિદેશમાં સુવિખ્યાત, આખી અણીએ-સર્વ પ્રકારના માન સાથે મરણ પામનાર મુંબઈ ઇલાકામાં આ એક જ પુરુષ હતા-અને તે એક ગુજરાતી જૈન. “આજે ભાવ આ છે ને કાલની વાતો પ્રેમચંદભાઈ જાણે એવી સ્થિતિ તેમણે ૩૫ થી ૪૦ વર્ષ સુધી મુંબઇનાં નાણાં બજાર પર એક સરખો કાબુ રાખ્યા પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy