SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ પણ જીવે છે ને જૈનધર્મ પાળે છે. ૧૦૧૭. સમુદ્રગમન કરી પરદેશ જવા માટે જૈનોનો વિરોધ હતો તે તેમને માન આપવાની સભામાં ખુરશીઓ ઉછળી હતી તે પરથી આબાદ જણાયો સુભાગ્યે તે વિરોધ લાંબા કાળ સુધી ટક્યો નહિ. સં. ૧૯૫૧ (સને ૧૮૯૫ જાન) માં મુંબઈ આવીને “હેમચંદ્રાચાર્ય અભ્યાસવર્ગ સ્થાપી જૈનદર્શનનું શિક્ષણ આપવાની યોજના કરી, ને તે સંબંધી વ્યાખ્યાનમાળા થઈ. બીજી સંસ્થાઓમાં જઈ પોતે જૈનધર્મ પર વ્યાખ્યાનો આપ્યાં. અમેરિકાથી આમંત્રણો આવતાં પુનઃ (સને ૧૮૯૬માં) ત્યાં જઈ થોડા મહિના રહી પછી ઈંગ્લાંડમાં થોડા માસ પોતાની વ્યાખ્યાનમાલા આપી. વિલાયતમાં સાથે સાથે બારિસ્ટરનો અભ્યાસ ચાલુ રાખ્યો. જૈન સમાજના હિતની એક અપીલ વિલાયત થતાં તેની ખાસ માહિતી મેળવવા હિંદમાં આવી બેત્રણ અઠવાડીયા રહી વિલાયત જઈ અપીલમાં વિજય મળતાં હિંદ પાછા ફર્યા. ત્રીજી વખત સને ૧૮૮૯માં અમેરિકા ગયા. ને પછી વિલાયત થઈ હિંદમાં આવ્યું બે અઠવાડીયા થયાં ત્યાં સં. ૧૯૫૭ના પ્ર0 શ્રા. વ. ૮ (૭-૮-૧૯૦૧) ને દિને મુંબઇમાં સ્વર્ગસ્થ થયા. ૧૦૧૮. આ પૂર્વે જૈન ધર્મનો પ્રસાર અમેરિકા-ઈગ્લાંડ-પરદેશ કરવા માટે કોઈ નહોતું ગયું. તેથી વિદેશમાં જૈનધર્મનો પરિચય કરાવનારનું પ્રથમ માન આ યુગમાં થયેલ આ વિદ્વાન જૈન ગૃહસ્થનેશ્રાવકને ઘટે છે. શ્રી વીરચંદભાઈ જે ધર્મ પરિષદમાં ચીકાગો ગયા ત્યાં વિવેકાનંદ પણ પહેલાં પ્રથમ આર્ય વેદાંત તત્ત્વજ્ઞાન સમજાવવા આવ્યા હતા. તેઓ માંસાહારી હતા. જ્યારે વીરચંદ ધર્મચુસ્ત જૈનનું જીવન ગાળનાર નિર્દોષ અન્નાહારી હતા. બંને ભારતનાં રત્નો, લોકપ્રિય વ્યાખ્યાનકાર અને અમેરિકાના શ્રોતાઓને આકર્ષનાર, તથા પોતાના વિચારોની છાપ પાડનાર હતા. બંને સ્વદેશમાં ટુંકા જીવન ગાળી વિદેહ થયા-વિવેકાનંદ ૪૦ વર્ષની વયે સને ૧૯૨૦માં બેલુરના મઠમાં અને વીરચંદ તેમની પહેલાં એક વર્ષ ૧૯૦૧માં ૩૭ વર્ષની ઉમરે મુંબઈમાં. એકના વિચારોની પ્રબલ અસર નિજ શિષ્યમંડળે રામકૃષ્ણ સોસાયટી આદિ અનેક સંસ્થાઓ સ્થાપી જ્વલંત અને ચિરસ્થાયી રાખી, જ્યારે સ્વ. વીરચંદના વિચારોની અસર કોઈ પણ જૈન તરફથી જારી રહી નથી. તેમનાં અંગ્રેજી વ્યાખ્યાનોનો સંગ્રહ સુભાગ્યે “જૈન” પત્રના આદ્ય તંત્રી (સ્વ.) ભગુભાઈ ફત્તેહચંદ કારભારીએ સંપાદિત કરેલ ત્રણ પુસ્તકો- jaina Philosophy અને દેવ લાવ ને બીજી આવૃત્તિ આ. સ. તરફથી પ્રકટ થયેલ Yoga Philosophy અને Karma Philosophy એ નામનાં ત્રણ પુસ્તકોમાં ઘણોખરો જળવાયો છે. પ૪૬ પ૪૬. વિશેષ માટે વાંચો મારો લેખ નામે “શ્રીયુત સ્વ૦ વીરચંદભાઈનું જીવન અને કાર્ય -જૈન છે. કૉન્ફરન્સ હેરલ્ડ અકટો૦ નવેંબર ૧૯૧૪નો શ્રીમદ્ મહાવીર સચિત્ર દીવાળી ખાસ અંક પૃ. ૫૪૫-૫૬૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy