SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૦૧ર થી ૧૦૧૬ વીરચંદ રાઘવજી ગાંધી ૪૫૫ સુરસિંહજી મરણ પામતાં તેની ગાદીએ આવેલા માનસિંહજી સાથે સં. ૧૯૪૩ (૧૮૮૬)માં રૂ. ૧૫ હજારની ઉચક રકમ ૪૦ વર્ષ સુધી આપવાનો કરાર થયો. તે વર્ષમાં સોલિસિટર થવાનો અભ્યાસ શરૂ કર્યો. સં. ૧૯૪૮ (સને ૧૮૯૧) માં એક અંગ્રેજે પવિત્ર સમેતશિખરપર ચરબી બનાવવાનું કારખાનું ઉઘાડતાં જૈન સમાજની થયેલી ક્ષુબ્ધ લાગણીને અંગે તેની સામેના મંડાયેલા કેસમાં આખરે અપીલમાં મહા મહેનત લઈ વીરચંદભાઇએ વિજય મેળવ્યો ને તીર્થ પરનો અત્યાચાર દૂર કરાવ્યો. ૧૦૧૫. સં. ૧૯૫૦ (સને ૧૮૯૩)માં ચીકાગોમાં ભરાનારી વિશ્વધર્મ પરિષદ્ (Parliament of Religions)માં જૈનધર્મના પ્રતિનિધિ તરીકે આચાર્યશ્રી આત્મારામજી પર આમંત્રણ આવતાં, જૈનસાધુ સમુદ્રોલંઘન અપવાદ સિવાય ન કરી શકે એમ માન્યતા હોવાને કારણે તેઓ જઈ શકે તેમ નહોતું. વીરચંદભાઈને પ્રતિનિધિ તરીકે મોકલવાનું ઠરતાં તેમણે આત્મારામ સૂરિ પાસે જૈન તત્ત્વજ્ઞાનનું ઉંડું અધ્યયન કરી લીધું અને પોતે પરિષદમાં જવા ઉપડી ગયા. ત્યાં હિન્દુ ધર્મના પ્રતિનિધિ તરીકે પ્રસિદ્ધ વિવેકાનંદ આદિ આવ્યા હતા. બંનેએ સારી છાપ ત્યાંના લોક પર પાડી. વીરચંદે જૈનધર્મનું સ્વરૂપ-નીતિ અને તત્ત્વજ્ઞાન બંને એવી ઉત્તમ રીતે પરિષદ્ સમક્ષ મૂકહ્યું કે અમેરિકાના તે વખતના એક વજનદાર પત્રે જણાવ્યું કે : - પાર્લામેંટમાં પ્રતિષ્ઠિત હિંદુ વિદ્વાનો, તત્ત્વજ્ઞાનીઓ અને ધર્મોપદેશકોએ હાજર થઈ ભાષણો આપ્યાં હતાં તેમાંના કેટલાંક તો એવા હતા કે જેમને વિદ્વત્તા. વકતૃત્વકલા અને ધર્મભક્તિમાં કોઈપણ પ્રજાની ઉચ્ચમાં ઉચ્ચ વ્યક્તિઓ સાથે સમાનપદ પર મૂકાય તેમ છે; પરંતુ એટલું તો નિર્ભયતાથી કહી શકાય તેમ છે કે પૌર્વાત્ય પંડિતોમાંથી જૈન સમાજના યુવક ગૃહસ્થ પોતાના વર્ગની નીતિ અને તત્ત્વજ્ઞાન સંબંધી આપેલ ભાષણ શ્રોતાઓએ જે રસથી સાંભળ્યું હતું તે કરતાં વધારે રસથી કોઈપણ પૌર્વાત્ય પંડિતનું તેમણે સાંભળ્યું નહોતું. ૪૪ - ૧૦૧૬. આને લીધે તેમને તે પરિષ ઉત્પાદક અને એકત્રિત વિદ્વભંડળે રૌપ્ય પદક અર્પણ કર્યો. પછી અમેરિકાના મોટાં શહેરો નામે બોસ્ટન, ન્યૂયોર્ક, વોશિંગ્ટન વગેરેમાં જૈનધર્મ પર વ્યાખ્યાનો આપી તેનું રહસ્ય, તેની વ્યાપકતા-સુંદરતા સમજાવ્યાં. કાસાડોગા શહેરના નાગરિકોએ તો સુવર્ણપદક સમર્પો. તદુપરાંત ત્યાં “ગાંધી ફિલોસૉફિકલ સોસાયટી” સ્થાપી કે જે દ્વારા જૈન તત્ત્વજ્ઞાનનો પરિચય અમેરિકાને મળ્યાં કરે. ત્યાં કેટલોક કાલ રહી એ રીતે કાર્ય કરી ઈગ્લાંડમાં આવી વ્યાખ્યાનમાલા આપવી શરૂ કરી, અને તેના પરિણામે ઘણાએ જૈનધર્મ સંબંધી જિજ્ઞાસા બતાવી, તેથી તેમના માટે એક શિક્ષણવર્ગ ખોલ્યો. આવા તે વર્ગના વિદ્યાર્થી જિજ્ઞાસુ પૈકી એક નામે હર્બર્ટ વૉરન ૪૫ હજુ 488. A number of distinguished Hindoo Scholars, Philosphers, and Religious Teachers attended and addressed the Parliament; some of them taking rank with the highest of any race for leaning, eloquence, and piety. But it is safe to say that no one of the Oriental Scholars was listened to with greater interest than was the young layman of the Jain community as he declared the Ethics and Philosophy of his people. ૫૪૫. આ અંગ્રેજ માંસાહારનો સર્વથા ત્યાગ, જૈન વ્રતોનું મર્યાદાથી ગ્રહણ કરીને જૈન તત્ત્વજ્ઞાનમાં શ્રદ્ધા સંપૂર્ણ ને વિચારપૂર્વક રાખી જૈનધર્મને પાળે છે. વીરચંદભાઈના તે હસ્તદીક્ષિત શિષ્ય છે તેમણે તેમનાં ભાષણોની નોંધ લઈ રાખી હતી તે હજા પોતાની પાસે છે; જૈનધર્મ પર Jainism નામનું અંગ્રેજીમાં તેમણે પુસ્તક રચ્યું છે (મુદ્રિત) તે પરથી તે સારા વિચારક છે એ સ્પષ્ટ જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy